ශුද්ධවූ අල් කුර්ආන් අර්ථ කථනය - ගුජරාත් පරිවර්තනය - රාබීලා අල්-උමරි

અન્ નમલ

external-link copy
1 : 27

طٰسٓ ۫— تِلْكَ اٰیٰتُ الْقُرْاٰنِ وَكِتَابٍ مُّبِیْنٍ ۟ۙ

૧. તો- સીન્, આ કુરઆન અને સ્પષ્ટ કિતાબની આયતો છે.[1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 27

هُدًی وَّبُشْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟ۙ

૨. જેમાં ઈમાનવાળાઓ માટે હિદાયત અને ખુશખબર છે. info
التفاسير:

external-link copy
3 : 27

الَّذِیْنَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَیُؤْتُوْنَ الزَّكٰوةَ وَهُمْ بِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَ ۟

૩. જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખિરત પર ઈમાન ધરાવે છે. info
التفاسير:

external-link copy
4 : 27

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ زَیَّنَّا لَهُمْ اَعْمَالَهُمْ فَهُمْ یَعْمَهُوْنَ ۟ؕ

૪. જે લોકો આખિરતના દિવસ પર ઈમાન નથી રાખતા અમે તેમના માટે તેમના કાર્યોને શણગારી દીધા છે, એટલા માટે તેઓ ભટકતા ફરે છે. info
التفاسير:

external-link copy
5 : 27

اُولٰٓىِٕكَ الَّذِیْنَ لَهُمْ سُوْٓءُ الْعَذَابِ وَهُمْ فِی الْاٰخِرَةِ هُمُ الْاَخْسَرُوْنَ ۟

૫. આ જ તે લોકો છે, જેમના માટે ખરાબ અઝાબ છે અને આખિરતમાં પણ તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવશે. info
التفاسير:

external-link copy
6 : 27

وَاِنَّكَ لَتُلَقَّی الْقُرْاٰنَ مِنْ لَّدُنْ حَكِیْمٍ عَلِیْمٍ ۟

૬. અને (હે પયગંબર) નિ:શંક તમને હિકમતવાળા અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી કુરઆન શિખવાડવામાં આવે છે. info
التفاسير:

external-link copy
7 : 27

اِذْ قَالَ مُوْسٰی لِاَهْلِهٖۤ اِنِّیْۤ اٰنَسْتُ نَارًا ؕ— سَاٰتِیْكُمْ مِّنْهَا بِخَبَرٍ اَوْ اٰتِیْكُمْ بِشِهَابٍ قَبَسٍ لَّعَلَّكُمْ تَصْطَلُوْنَ ۟

૭. જ્યારે મૂસાએ પોતાના ઘરવાળાઓને કહ્યું કે મેં આગ જોઇ છે, હું ત્યાં જઇ કોઈ (માર્ગ વિશે) જાણકારી લઇ અથવા આગનો કોઈ સળગતો અંગારો લઇને હમણાં તમારી તરફ આવી જઇશ, જેથી તમે તાપણી કરી લો. info
التفاسير:

external-link copy
8 : 27

فَلَمَّا جَآءَهَا نُوْدِیَ اَنْ بُوْرِكَ مَنْ فِی النَّارِ وَمَنْ حَوْلَهَا ؕ— وَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟

૮. જ્યારે ત્યાં પહોંચ્યા તો અવાજ આવ્યો કે જે કઈ આગમાં છે અને જે કઈ તેની આજુબાજુ છે, તે બરક્તવાળું છે. અને પવિત્ર છે તે અલ્લાહ જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. info
التفاسير:

external-link copy
9 : 27

یٰمُوْسٰۤی اِنَّهٗۤ اَنَا اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟ۙ

૯. હે મૂસા! હું જ અલ્લાહ છું, દરેક પર પ્રતિષ્ઠા ધરાવું છું અને હિક્મતવાળો છું. info
التفاسير:

external-link copy
10 : 27

وَاَلْقِ عَصَاكَ ؕ— فَلَمَّا رَاٰهَا تَهْتَزُّ كَاَنَّهَا جَآنٌّ وَّلّٰی مُدْبِرًا وَّلَمْ یُعَقِّبْ ؕ— یٰمُوْسٰی لَا تَخَفْ ۫— اِنِّیْ لَا یَخَافُ لَدَیَّ الْمُرْسَلُوْنَ ۟ۗۖ

૧૦. તમે પોતાની લાકડી નાખી દો, જ્યારે લાકડી નાખી દીધી તો મૂસાએ લાકડીને હલનચલન કરતી જોઇ, તે એવી રીતે હલનચલન કરી રહી હતી જાણે કે તે એક સાંપ છે, મૂસા મોઢું ફેરવી ભાગ્વા લાગ્યા અને પાછું વળીને જોયું પણ નહીં. (અમે કહ્યું) મૂસા! ડરો નહીં, મારી સામે પયગંબર ડરતા નથી. info
التفاسير:

external-link copy
11 : 27

اِلَّا مَنْ ظَلَمَ ثُمَّ بَدَّلَ حُسْنًا بَعْدَ سُوْٓءٍ فَاِنِّیْ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૧૧. પરંતુ ડરે તો તે છે, જેણે કોઈ જુલમ કર્યું હોય, ત્યારબાદ જો તેણે (પણ) બુરાઈ પછી (પોતાના અમલને) નેકીથી બદલી નાખે તો ખરેખર હું માફ કરવાવાળો અને દયાળુ છું. info
التفاسير:

external-link copy
12 : 27

وَاَدْخِلْ یَدَكَ فِیْ جَیْبِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ ۫— فِیْ تِسْعِ اٰیٰتٍ اِلٰی فِرْعَوْنَ وَقَوْمِهٖ ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۟

૧૨. અને પોતાનો હાથ પોતાના કોલરમાં નાખ, તે કોઈ ખામી વગર સફેદ પ્રકાશિત થઇ નીકળશે, (આ બન્ને નિશાનીઓ) આ નવ નિશાની લઇને ફિરઔન અને તેમની કોમ તરફ જાઓ, ખરેખર તે વિદ્રોહીઓનું જૂથ છે. info
التفاسير:

external-link copy
13 : 27

فَلَمَّا جَآءَتْهُمْ اٰیٰتُنَا مُبْصِرَةً قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ۟ۚ

૧૩. બસ! જ્યારે તેમની પાસે આંખો ખોલી દેનારા અમારા ચમત્કારો પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા કે આતો સ્પષ્ટ જાદુ છે. info
التفاسير: