Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'ikigujarati - Rabila Al-Umry

numero y'urupapuro:close

external-link copy
12 : 7

قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ— قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ۚ— خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّخَلَقْتَهٗ مِنْ طِیْنٍ ۟

૧૨. અલ્લાહ તઆલાએ તેને પૂછ્યું કે જ્યારે મેં તને સિજદો કરવાનો આદેશ આપ્યો હતો તો કઈ વસ્તુએ તને સિજદો કરવાથી રોક્યો. કહેવા લાગ્યો હું તેના કરતા શ્રેષ્ઠ છું, તમે મારું સર્જન આગ વડે કર્યું અને તેનું (આદમ) માટી વડે. info
التفاسير:

external-link copy
13 : 7

قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا یَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِیْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِیْنَ ۟

૧૩. (અલ્લાહ તઆલાએ) કહ્યું તું નીચે ઉતરી જા, તને કોઇ અધિકાર નથી કે તું અહીંયા રહી ઘમંડ કરતો, નિ:શંક તું અપમાનિત લોકો માંથી છે. info
التفاسير:

external-link copy
14 : 7

قَالَ اَنْظِرْنِیْۤ اِلٰی یَوْمِ یُبْعَثُوْنَ ۟

૧૪. તેણે કહ્યું કે મને કયામતના દિવસ સુધી મહેતલ આપો. info
التفاسير:

external-link copy
15 : 7

قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ ۟

૧૫. અલ્લાહ તઆલાએ કહ્યું તને મહેતલ આપવામાં આવી. info
التفاسير:

external-link copy
16 : 7

قَالَ فَبِمَاۤ اَغْوَیْتَنِیْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِیْمَ ۟ۙ

૧૬. તેણે કહ્યું તે મને ગુમરાહ કર્યો, એટલા માટે હું (પણ) કસમ ખાઉં છું કે તે (માનવીઓની) રાહ જોઈ તારા સત્ય માર્ગ પર બેસી રહીશ. info
التفاسير:

external-link copy
17 : 7

ثُمَّ لَاٰتِیَنَّهُمْ مِّنْ بَیْنِ اَیْدِیْهِمْ وَمِنْ خَلْفِهِمْ وَعَنْ اَیْمَانِهِمْ وَعَنْ شَمَآىِٕلِهِمْ ؕ— وَلَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِیْنَ ۟

૧૭. પછી હું તેઓની આગળથી, પાછળથી, જમણી બાજુથી અને તેઓની ડાબી બાજુથી જરૂર આવીશ, (અને પોતાના માર્ગ પર નાખી દઇશ) અને તમે તેઓ માંથી વધારે પડતા લોકોને આભાર વ્યક્ત કરનારા નહીં જુઓ. info
التفاسير:

external-link copy
18 : 7

قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ— لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِیْنَ ۟

૧૮. અલ્લાહ તઆલાએ કહ્યું કે અહીંયાથી અપમાનિત અને વંચિત થઇ નીકળી જા, (યાદ રાખ) જે વ્યક્તિતારું કહ્યું માનશે, તો હું જરૂર તે સૌથી જહન્નમને ભરી દઇશ. info
التفاسير:

external-link copy
19 : 7

وَیٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَیْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ ۟

૧૯. અને અમે આદેશ આપ્યો કે હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જે જગ્યાએથી ઇચ્છો, બન્ને ખાઓ અને તે વૃક્ષની નજીક ન જાઓ, નહીં તો તમે બન્ને અત્યાચારી લોકો માંથી થઇ જશો. info
التفاسير:

external-link copy
20 : 7

فَوَسْوَسَ لَهُمَا الشَّیْطٰنُ لِیُبْدِیَ لَهُمَا مَا وٗرِیَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَقَالَ مَا نَهٰىكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَیْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِیْنَ ۟

૨૦. પછી શેતાને તે બન્નેના હૃદયમાં કુવિચાર નાખ્યો, જેથી તેઓના ગુપ્તાંગ જે એકબીજાથી છૂપા હતા, બન્નેની સામે જાહેર થઇ જાય અને કહેવા લાગ્યો કે તમારા પાલનહારે તમને બન્નેને આ વૃક્ષની નજીક જવાથી એટલા માટે રોક્યા હતા કે તમે બન્ને ક્યાંક ફરિશ્તા ન બની જાવ, અથવા તો ક્યાંક હંમેશા જીવિત લોકો માંથી ન થઇ જાવ. info
التفاسير:

external-link copy
21 : 7

وَقَاسَمَهُمَاۤ اِنِّیْ لَكُمَا لَمِنَ النّٰصِحِیْنَ ۟ۙ

૨૧. અને તે બન્નેની સામે સોગંદ ખાધી કે તમે જાણી લો કે હું ખરેખર તમારા બન્નેનો શુભેચ્છક છું. info
التفاسير:

external-link copy
22 : 7

فَدَلّٰىهُمَا بِغُرُوْرٍ ۚ— فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْاٰتُهُمَا وَطَفِقَا یَخْصِفٰنِ عَلَیْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ— وَنَادٰىهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَاَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّیْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِیْنٌ ۟

૨૨. તો તે બન્નેને ધોકાથી પોતાની વાત મનાવી લીધી, બસ! તે બન્નેએ જ્યારે તે વૃક્ષને ચાખ્યું, બન્નેના ગુપ્તાંગ એકબીજાની સામે ખુલ્લા થઈ ગયા અને બન્ને પોતાના પર જન્નતના પાંદડાંઓ જોડી-જોડીને છૂપાવવા લાગ્યા અને તેઓના પાલનહારે તેમને પોકાર્યા, શું મેં તમને બન્નેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને એવું ન હતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો શત્રુ છે? info
التفاسير: