Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'ikigujarati - Rabila Al-Umry

મરયમ

external-link copy
1 : 19

كٓهٰیٰعٓصٓ ۟

૧. કાફ્-હા-યા-ઐન્-સૉદ્ [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 19

ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهٗ زَكَرِیَّا ۟ۖۚ

૨. આ તારા પાલનહારની તે કૃપાનું વર્ણન છે, જે તેણે પોતાના બંદા ઝકરિયા પર કરી હતી. info
التفاسير:

external-link copy
3 : 19

اِذْ نَادٰی رَبَّهٗ نِدَآءً خَفِیًّا ۟

૩. જ્યારે તેમણે પોતાના પાલનહારની સામે ગુપ્ત રીતે પોકાર્યા. info
التفاسير:

external-link copy
4 : 19

قَالَ رَبِّ اِنِّیْ وَهَنَ الْعَظْمُ مِنِّیْ وَاشْتَعَلَ الرَّاْسُ شَیْبًا وَّلَمْ اَكُنْ بِدُعَآىِٕكَ رَبِّ شَقِیًّا ۟

૪. અને કહ્યું, હે મારા પાલનહાર! મારા હાડકા નબળા પડી ગયા છે અને વૃદ્ધા વસ્થાના કારણે માથાના વાળ સફેદ થઇ ગયા છે, હે મારા પાલનહાર! હું ક્યારેય તારી સામે દુઆ કરી વંચિત નથી રહ્યો. info
التفاسير:

external-link copy
5 : 19

وَاِنِّیْ خِفْتُ الْمَوَالِیَ مِنْ وَّرَآءِیْ وَكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا فَهَبْ لِیْ مِنْ لَّدُنْكَ وَلِیًّا ۟ۙ

૫. મને મારા મૃત્યુ પછી પોતાના સગાસંબંધીઓની બુરાઈથી ડરું છું, મારી પત્ની પણ વાંઝ છે, બસ તું મને તારી પાસેથી એક વારસદાર આપ. info
التفاسير:

external-link copy
6 : 19

یَّرِثُنِیْ وَیَرِثُ مِنْ اٰلِ یَعْقُوْبَ ۗ— وَاجْعَلْهُ رَبِّ رَضِیًّا ۟

૬. જે મારો અને યાકૂબના કુંટુંબનો પણ વારસદાર બને અને હે મારા પાલનહાર! તું તેને પ્રિય બનાવી લે. info
التفاسير:

external-link copy
7 : 19

یٰزَكَرِیَّاۤ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمِ ١سْمُهٗ یَحْیٰی ۙ— لَمْ نَجْعَلْ لَّهٗ مِنْ قَبْلُ سَمِیًّا ۟

૭. (અલ્લાહ તઅલાએ જવાબ આપતા કહ્યું) હે ઝકરિયા! અમે તમને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા હશે, અમે આ પહેલા આ નામનો બીજો વ્યક્તિ પેદા નથી કર્યો. info
التفاسير:

external-link copy
8 : 19

قَالَ رَبِّ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّكَانَتِ امْرَاَتِیْ عَاقِرًا وَّقَدْ بَلَغْتُ مِنَ الْكِبَرِ عِتِیًّا ۟

૮. ઝકરિયા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું. info
التفاسير:

external-link copy
9 : 19

قَالَ كَذٰلِكَ ۚ— قَالَ رَبُّكَ هُوَ عَلَیَّ هَیِّنٌ وَّقَدْ خَلَقْتُكَ مِنْ قَبْلُ وَلَمْ تَكُ شَیْـًٔا ۟

૯. (અલ્લાહ તઆલાએ) કહ્યું કે હા આવું જરૂર થશે, તારા પાલનહારે કહી દીધું છે કે મારા માટે તો આ ખૂબ જ સરળ છે અને આ પહેલા હું તમને પેદા કરી ચુક્યો છું, જ્યારે તમે કંઇ ન હતાં. info
التفاسير:

external-link copy
10 : 19

قَالَ رَبِّ اجْعَلْ لِّیْۤ اٰیَةً ؕ— قَالَ اٰیَتُكَ اَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلٰثَ لَیَالٍ سَوِیًّا ۟

૧૦. ઝકરિયાએ કહ્યું, મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કરી દે, કહેવામાં આવ્યું કે તારા માટે નિશાની એ છે કે, સ્વસ્થ હોવા છતાં તમે ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો. info
التفاسير:

external-link copy
11 : 19

فَخَرَجَ عَلٰی قَوْمِهٖ مِنَ الْمِحْرَابِ فَاَوْحٰۤی اِلَیْهِمْ اَنْ سَبِّحُوْا بُكْرَةً وَّعَشِیًّا ۟

૧૧. જ્યારે (તે સમય આવી ગયો) તો ઝકરિયા પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવ્યા, તેમને ઇશારો કરી, કહેવા લાગ્યા કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું ઝિકર કરો. info
التفاسير: