Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an mu rurimi rw'ikigujarati - Rabila Al-Umry

અલ્ કહફ

external-link copy
1 : 18

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْۤ اَنْزَلَ عَلٰی عَبْدِهِ الْكِتٰبَ وَلَمْ یَجْعَلْ لَّهٗ عِوَجًا ۟ؕٚ

૧. દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે પોતાના બંદા પર આ કુરઆન ઉતાર્યું અને તેમાં કોઈ પણ પ્રકારની ખામી બાકી નથી રાખી. info
التفاسير:

external-link copy
2 : 18

قَیِّمًا لِّیُنْذِرَ بَاْسًا شَدِیْدًا مِّنْ لَّدُنْهُ وَیُبَشِّرَ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا حَسَنًا ۟ۙ

૨. આ સીધો માર્ગ બતાવનાર કિતાબ છે, જેથી લોકોને અલ્લાહના સખત અઝાબથી ડરાવે, અને તે મોમિનનોને જેઓ નેક કાર્યો કરે છે, તેમને ખુશખબરી આપી દે કે તેમના માટે સારો બાદલો છે. info
التفاسير:

external-link copy
3 : 18

مَّاكِثِیْنَ فِیْهِ اَبَدًا ۟ۙ

૩. જેમાં તેઓ હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
4 : 18

وَّیُنْذِرَ الَّذِیْنَ قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ۟ۗ

૪. અને તે લોકોને ડરાવો, જેઓ કહે છે કે અલ્લાહ તઆલાએ કોઈને દીકરો બનાવી લીધો છે. info
التفاسير:

external-link copy
5 : 18

مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ وَّلَا لِاٰبَآىِٕهِمْ ؕ— كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ اَفْوَاهِهِمْ ؕ— اِنْ یَّقُوْلُوْنَ اِلَّا كَذِبًا ۟

૫. ખરેખર આ વાતનું ન તો તેમને જ્ઞાન છે અને ના તો તેમના પૂર્વજો પણ જાણતા હતા, ઘણી જ સખતા વાત છે, જે તેમના મોઢા માંથી નીકળી રહી છે, જે કઈ તેઓ કહી રહ્યા છે, સ્પષ્ટ જૂઠ વાત કહી રહ્યા છે. info
التفاسير:

external-link copy
6 : 18

فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلٰۤی اٰثَارِهِمْ اِنْ لَّمْ یُؤْمِنُوْا بِهٰذَا الْحَدِیْثِ اَسَفًا ۟

૬. તમે કદાચ આ કાફીરોની પાછળ પોતાને નષ્ટ કરી દેશો, એ ચિંતાના કારણે આ લોકો આ કુરઆન પર ઈમાન કેમ નથી લાવતા? info
التفاسير:

external-link copy
7 : 18

اِنَّا جَعَلْنَا مَا عَلَی الْاَرْضِ زِیْنَةً لَّهَا لِنَبْلُوَهُمْ اَیُّهُمْ اَحْسَنُ عَمَلًا ۟

૭. જે કંઈ પણ ધરતી પર છે અમે તેને ધરતીના શણગારનું કારણ બનાવ્યું છે, કે અમે તે લોકોની કસોટી કરીએ કે તેમાંથી કોણ સત્કાર્ય કરનાર છે. info
التفاسير:

external-link copy
8 : 18

وَاِنَّا لَجٰعِلُوْنَ مَا عَلَیْهَا صَعِیْدًا جُرُزًا ۟ؕ

૮. જે કંઈ પણ (ધરતી) પર છે અમે તેને એક સપાટ મેદાન કરી દેવાના છે. info
التفاسير:

external-link copy
9 : 18

اَمْ حَسِبْتَ اَنَّ اَصْحٰبَ الْكَهْفِ وَالرَّقِیْمِ كَانُوْا مِنْ اٰیٰتِنَا عَجَبًا ۟

૯. શું તમે પોતાના વિચાર પ્રમાણે ગુફા અને વસ્તીવાળાને અમારી નિશાનીઓ માંથી ઘણી અદ્દભુત નિશાની સમજી રહ્યા છો? info
التفاسير:

external-link copy
10 : 18

اِذْ اَوَی الْفِتْیَةُ اِلَی الْكَهْفِ فَقَالُوْا رَبَّنَاۤ اٰتِنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً وَّهَیِّئْ لَنَا مِنْ اَمْرِنَا رَشَدًا ۟

૧૦. તે થોડાંક નવયુવાનોએ જ્યારે ગુફામાં શરણ લીધું, તો દુઆ કરી કે હે અમારા પાલનહાર! અમને તારી પાસેથી રહેમત આપ અને આ વિશે તું અમને માર્ગદર્શન આપ. info
التفاسير:

external-link copy
11 : 18

فَضَرَبْنَا عَلٰۤی اٰذَانِهِمْ فِی الْكَهْفِ سِنِیْنَ عَدَدًا ۟ۙ

૧૧. બસ! અમે ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં તેમના કાન પર પરદા નાંખી દીધા. info
التفاسير:

external-link copy
12 : 18

ثُمَّ بَعَثْنٰهُمْ لِنَعْلَمَ اَیُّ الْحِزْبَیْنِ اَحْصٰی لِمَا لَبِثُوْۤا اَمَدًا ۟۠

૧૨. પછી અમે તે લોકોને ઊભા કર્યા કે અમે જાણી લઇએ કે બન્ને જૂથ માંથી તે ઘણાં વર્ષ, જે તે લોકોએ પસાર કર્યા, કોને વધારે યાદ છે. info
التفاسير:

external-link copy
13 : 18

نَحْنُ نَقُصُّ عَلَیْكَ نَبَاَهُمْ بِالْحَقِّ ؕ— اِنَّهُمْ فِتْیَةٌ اٰمَنُوْا بِرَبِّهِمْ وَزِدْنٰهُمْ هُدًی ۟ۗۖ

૧૩. અમે તે લોકોનો સાચો કિસ્સો તમારી સમક્ષ વર્ણન કરી રહ્યા છે એ કે થોડાંક નવયુવાન પોતાના પાલનહાર ઉપર ઇમાન લાવ્યા હતા અને અમે તેમના સત્ય માર્ગદર્શનમાં વધારો કર્યો હતો. info
التفاسير:

external-link copy
14 : 18

وَّرَبَطْنَا عَلٰی قُلُوْبِهِمْ اِذْ قَامُوْا فَقَالُوْا رَبُّنَا رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ لَنْ نَّدْعُوَاۡ مِنْ دُوْنِهٖۤ اِلٰهًا لَّقَدْ قُلْنَاۤ اِذًا شَطَطًا ۟

૧૪. અમે તેમના દિલોને મજબૂત કરી દીધા હતા, જ્યારે આ લોકો ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે અમારા પાલનહાર! તું તે જ છે, જે આકાશો અને ધરતીનો પાલનહાર છે, અમે તેને છોડીને બીજા કોઈ ઇલાહને નહી પોકારીએ, જો આવું કર્યું તો અમે અત્યંત ખોટી વાત કરનારા છે. info
التفاسير:

external-link copy
15 : 18

هٰۤؤُلَآءِ قَوْمُنَا اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ— لَوْلَا یَاْتُوْنَ عَلَیْهِمْ بِسُلْطٰنٍ بَیِّنٍ ؕ— فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا ۟ؕ

૧૫. (પછી અંદરો અંદર વાતચીત કરવા લાગ્યા) કે આ આપણી કોમનાં લોકો, જેમણે તે (અલ્લાહ)ને છોડીને અન્યને ઇલાહ બનાવી રાખ્યા છે, આ લોકો તેમના ઇલાહ હોવાની સ્પષ્ટ દલીલ લાવતા કેમ નથી? તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર આરોપ મૂકે? info
التفاسير:

external-link copy
16 : 18

وَاِذِ اعْتَزَلْتُمُوْهُمْ وَمَا یَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ فَاْوٗۤا اِلَی الْكَهْفِ یَنْشُرْ لَكُمْ رَبُّكُمْ مِّنْ رَّحْمَتِهٖ وَیُهَیِّئْ لَكُمْ مِّنْ اَمْرِكُمْ مِّرْفَقًا ۟

૧૬. હવે જ્યારે તમે તે લોકોથી અને તેમના તે ઇલાહથી, જેમને આ લોકો પોકારી રહ્યા છે, અળગા જ થઇ ગયા તો આવો આપણે કોઈ ગુફામાં જતા રહીએ, તમારો પાલનહાર તમારા પર પોતાની કૃપા કરશે અને તમારા માટે તમારા કામને સરળ બનાવશે. info
التفاسير:

external-link copy
17 : 18

وَتَرَی الشَّمْسَ اِذَا طَلَعَتْ تَّزٰوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْیَمِیْنِ وَاِذَا غَرَبَتْ تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِیْ فَجْوَةٍ مِّنْهُ ؕ— ذٰلِكَ مِنْ اٰیٰتِ اللّٰهِ ؕ— مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ— وَمَنْ یُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهٗ وَلِیًّا مُّرْشِدًا ۟۠

૧૭. તમે જોશો કે જ્યારે સૂર્ય ઉગતો તો તેમની ગુફાની જમણી બાજુથી હટે છે, અને જ્યારે સૂર્ય ડૂબે તો ગુફાની ડાબી બાજુથી આથમતો, અને તે લોકો ગુફાની પહોળી જગ્યાએ સૂતા રહ્યા, આ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે, જેને અલ્લાહ હિદાયત આપી દે તો તે જ હિદાયત પ્રાપ્ત કરી શકે છે, અને જેને તે ગુમરાહ કરી દે તો તમે તેના માટે કોઈ એવો મદદગાર નહીં જુઓ, જે તેને સાચા માર્ગ પર લાવી શકે. info
التفاسير:

external-link copy
18 : 18

وَتَحْسَبُهُمْ اَیْقَاظًا وَّهُمْ رُقُوْدٌ ۖۗ— وَّنُقَلِّبُهُمْ ذَاتَ الْیَمِیْنِ وَذَاتَ الشِّمَالِ ۖۗ— وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَیْهِ بِالْوَصِیْدِ ؕ— لَوِ اطَّلَعْتَ عَلَیْهِمْ لَوَلَّیْتَ مِنْهُمْ فِرَارًا وَّلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا ۟

૧૮. (અને હે સંબોધિત વ્યક્તિ જ્યારે તું તેમને જોતો) તમને એવું લાગતું કે તેઓ જાગે છે, જો કે તેઓ સૂતેલા હતા, અમે પોતે તેઓને ડાબી, જમણી બાજુ પડખું આપતા હતા, તેમનું કૂતરું પણ કિનારા પર હાથ ફેલાવી બેસેલું હતું, જો તમે તેમને ડોકિયું કરી જોવા ઇચ્છતા તો જરૂર પાછા ફરીને ભાગી જતા અને તેમના ભયથી તમારા પર ડર છવાઇ જતો. info
التفاسير:

external-link copy
19 : 18

وَكَذٰلِكَ بَعَثْنٰهُمْ لِیَتَسَآءَلُوْا بَیْنَهُمْ ؕ— قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ؕ— قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ ؕ— قَالُوْا رَبُّكُمْ اَعْلَمُ بِمَا لَبِثْتُمْ ؕ— فَابْعَثُوْۤا اَحَدَكُمْ بِوَرِقِكُمْ هٰذِهٖۤ اِلَی الْمَدِیْنَةِ فَلْیَنْظُرْ اَیُّهَاۤ اَزْكٰی طَعَامًا فَلْیَاْتِكُمْ بِرِزْقٍ مِّنْهُ  وَلَا یُشْعِرَنَّ بِكُمْ اَحَدًا ۟

૧૯. આવી જ રીતે અમે તેમને જગાડી દીધા કે એકબીજાને પૂછી લે, એક કહેવાવાળાએ કહ્યું, કે કેમ ભાઇ તમે કેટલો સમય રોકાયા? તેમણે જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછો સમય. અને કેટલાકે જવાબ આપ્યો કે તેનું જ્ઞાન તો ફક્ત અલ્લાહ પાસે જ છે કે તમે કેટલો સમય આ સ્થિતિમાં જ રહ્યા, હવે તમે એવું કરો કે તમે પોતાના માંથી કોઈને પોતાની આ ચાંદી આપી શહેરમાં મોકલો, તે સમજી લેશે કે શહેરનો કેવો ખોરાક પવિત્ર છે, પછી તેમાંથી જ તમારા માટે ખોરાક લઇને આવે અને તે ખૂબ જ ધ્યાન રાખી અને નમ્રતા દાખવે અને કોઈને પણ તમારી જાણ ન થવા દે. info
التفاسير:

external-link copy
20 : 18

اِنَّهُمْ اِنْ یَّظْهَرُوْا عَلَیْكُمْ یَرْجُمُوْكُمْ اَوْ یُعِیْدُوْكُمْ فِیْ مِلَّتِهِمْ وَلَنْ تُفْلِحُوْۤا اِذًا اَبَدًا ۟

૨૦. કારણકે જો તેમનું તમારા પર પ્રભુત્વ ચાલી ગયું, તો તમને પથ્થરો મારી મારીને નષ્ટ કરી દેશે, અથવા તમને પાછા પોતાના દીનમાં ફેરવી નાંખશે અને પછી તમે કયારેય સફળ નહીં થઇ શકો. info
التفاسير:

external-link copy
21 : 18

وَكَذٰلِكَ اَعْثَرْنَا عَلَیْهِمْ لِیَعْلَمُوْۤا اَنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّاَنَّ السَّاعَةَ لَا رَیْبَ فِیْهَا ۚۗ— اِذْ یَتَنَازَعُوْنَ بَیْنَهُمْ اَمْرَهُمْ فَقَالُوا ابْنُوْا عَلَیْهِمْ بُنْیَانًا ؕ— رَبُّهُمْ اَعْلَمُ بِهِمْ ؕ— قَالَ الَّذِیْنَ غَلَبُوْا عَلٰۤی اَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَیْهِمْ مَّسْجِدًا ۟

૨૧. અમે આવી રીતે લોકોને તેમની સ્થિતિની જાણ કરી દીધી કે તેઓ જાણી લે કે અલ્લાહનું વચન સાચું છે અને કયામત (આવવામાં) કોઈ શંકા નથી, જ્યારે તેઓ તે નવયુવાનો વિશે વિવાદ કરી રહ્યા હતા, કહેવા લાગ્યા તેમની ગુફા પર એક ઇમારત બનાવી લો, તેમનો પાલનહાર જ તેમની સ્થિતિને વધારે સારી રીતે જાણે છે, જે લોકોએ તેમના વિશે વિજય મેળવ્યો, તેઓ કહેવા લાગ્યા કે અમે તો તેમની આજુબાજુ મસ્જિદ બનાવી લઇશું. info
التفاسير:

external-link copy
22 : 18

سَیَقُوْلُوْنَ ثَلٰثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْ ۚ— وَیَقُوْلُوْنَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًا بِالْغَیْبِ ۚ— وَیَقُوْلُوْنَ سَبْعَةٌ وَّثَامِنُهُمْ كَلْبُهُمْ ؕ— قُلْ رَّبِّیْۤ اَعْلَمُ بِعِدَّتِهِمْ مَّا یَعْلَمُهُمْ اِلَّا قَلِیْلٌ ۫۬— فَلَا تُمَارِ فِیْهِمْ اِلَّا مِرَآءً ظَاهِرًا ۪— وَّلَا تَسْتَفْتِ فِیْهِمْ مِّنْهُمْ اَحَدًا ۟۠

૨૨. પછી થોડાંક લોકો કહેશે કે કહફવાળાઓ ત્રણ હતા અને ચોથું તેમનું કૂતરું હતું, કેટલાક કહેશે કે પાંચ હતા અને છઠ્ઠું તેમનું કૂતરું હતું, આ બધા અંદાજો લગાવી વાત કરી રહ્યા છે, થોડાંક લોકો કહેશે કે તે સાત હતા અને આઠમું તેમનું કૂતરું હતું, તમે તેમને કહી દો કે મારો પાલનહાર તેમની સંખ્યાને ખૂબ સારી રીતે જાણે છે, તેમને ઘણા ઓછા લોકો જાણે છે. બસ! તમે તેમના વિશે ફકત ઉપરછલ્લી વાતો કરો અને તેના વિશે કોઈને કઈ પણ ન પૂછશો. info
التفاسير:

external-link copy
23 : 18

وَلَا تَقُوْلَنَّ لِشَایْءٍ اِنِّیْ فَاعِلٌ ذٰلِكَ غَدًا ۟ۙ

૨૩. અને ક્યારેય કોઈ કાર્ય વિશે એવું ન કહેશો કે હું તેને આવતીકાલે કરીશ. info
التفاسير:

external-link copy
24 : 18

اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؗ— وَاذْكُرْ رَّبَّكَ اِذَا نَسِیْتَ وَقُلْ عَسٰۤی اَنْ یَّهْدِیَنِ رَبِّیْ لِاَقْرَبَ مِنْ هٰذَا رَشَدًا ۟

૨૪. પરંતુ સાથે સાથે “ઇન્ શાઅ અલ્લાહ” કહી દેજો અને જ્યારે પણ ભૂલી જાવ, પોતાના પાલનહારને યાદ કરી લેજો અને કહેતા રહેજો કે મને આશા છે કે મારો પાલનહાર મને આના કરતા પણ વધારે સત્યમાર્ગનું માર્ગદર્શન આપશે. info
التفاسير:

external-link copy
25 : 18

وَلَبِثُوْا فِیْ كَهْفِهِمْ ثَلٰثَ مِائَةٍ سِنِیْنَ وَازْدَادُوْا تِسْعًا ۟

૨૫. તે લોકો ગુફામાં ત્રણસો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ વધારે. info
التفاسير:

external-link copy
26 : 18

قُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا لَبِثُوْا ۚ— لَهٗ غَیْبُ السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— اَبْصِرْ بِهٖ وَاَسْمِعْ ؕ— مَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِیٍّ ؗ— وَّلَا یُشْرِكُ فِیْ حُكْمِهٖۤ اَحَدًا ۟

૨૬. તમે તેમને કહી દો કે અલ્લાહ જ તેમના રોકાઇ રહેવાના સમયગાળાને સારી રીતે જાણે છે. આકાશો અને ધરતીનું અદૃશ્યનુ જ્ઞાન ફકત તે જ જાણે છે. તે બધું જ જોવાવાળો અને બધું જ સાંભળવાવાળો છે, અલ્લાહ સિવાય તેમની મદદ કરનાર કોઈ નથી, અલ્લાહ તઆલા પોતાના આદેશમાં કોઈને ભાગીદાર નથી બનાવતો. info
التفاسير:

external-link copy
27 : 18

وَاتْلُ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنْ كِتَابِ رَبِّكَ ؕ— لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۫ۚ— وَلَنْ تَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۟

૨૭. (હે નબી!) જે કઈ તમારી તરફ તમારા પાલનહાર તરફથી કિતાબમાં વહી કરવામાં આવે છે, તે તેમને પઢી સંભળાવી દો, તેની વાતોને કોઈ બદલી શકતું નથી, (અને જો કોઈ એવું કરે તો) તમે અલ્લાહના સિવાય તેના માટે કોઈ શરણની જગ્યા નહીં જુઓ. info
التفاسير:

external-link copy
28 : 18

وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ وَلَا تَعْدُ عَیْنٰكَ عَنْهُمْ ۚ— تُرِیْدُ زِیْنَةَ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَلَا تُطِعْ مَنْ اَغْفَلْنَا قَلْبَهٗ عَنْ ذِكْرِنَا وَاتَّبَعَ هَوٰىهُ وَكَانَ اَمْرُهٗ فُرُطًا ۟

૨૮. અને તમે તે લોકો સાથે જ રહો જેઓ પોતાના પાલનહારને સવાર-સાંજ પોકારે છે અને તેની ખુશી પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવે છે, ખબરદાર! તમારી નજર તે લોકોથી હઠવી ન જોઇએ કે દુનિયાના જીવનના ઠાઠ-માઠ માં લાગી જાઓ, ન તો તે વ્યક્તિનું કહ્યું માનશો, જેનું દિલ અમે અમારા નામનાં ઝિકરથી ગાફેલ કરી દીધું છે, તે પોતાની મનેચ્છાઓની પાછળ ચાલે છે, અને જેનું કાર્ય હદ વટાવી ગયું છે. info
التفاسير:

external-link copy
29 : 18

وَقُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ ۫— فَمَنْ شَآءَ فَلْیُؤْمِنْ وَّمَنْ شَآءَ فَلْیَكْفُرْ ۚ— اِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ نَارًا اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ— وَاِنْ یَّسْتَغِیْثُوْا یُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ یَشْوِی الْوُجُوْهَ ؕ— بِئْسَ الشَّرَابُ ؕ— وَسَآءَتْ مُرْتَفَقًا ۟

૨૯. તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ પાણી ઇચ્છશે તો તેમને તે પાણી આપવામાં આવશે. જે ઓગળેલા તાંબાની જેમ ગરમ ગરમ હશે, જે તેમના ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ છે તે પીણું, અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે. info
التفاسير:

external-link copy
30 : 18

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِیْعُ اَجْرَ مَنْ اَحْسَنَ عَمَلًا ۟ۚ

૩૦. નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સત્કાર્ય કરતા રહ્યા, તો અમે કોઈ સદાચારીના કર્મના વળતરને વ્યર્થ નથી કરતા. info
التفاسير:

external-link copy
31 : 18

اُولٰٓىِٕكَ لَهُمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّیَلْبَسُوْنَ ثِیَابًا خُضْرًا مِّنْ سُنْدُسٍ وَّاِسْتَبْرَقٍ مُّتَّكِـِٕیْنَ فِیْهَا عَلَی الْاَرَآىِٕكِ ؕ— نِعْمَ الثَّوَابُ ؕ— وَحَسُنَتْ مُرْتَفَقًا ۟۠

૩૧. આ તે લોકો જ છે, જેમના માટે હંમેશા બાકી રહેવાવાળા બગીચાઓ છે, જેની નીચેથી નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાની બંગડીઓ પહેરાવવામાં આવશે અને લીલા રંગના મુલાયમ, પાતળાં અને જાડાં રેશમી પોશાક પહેરશે, ત્યાં આસનો પર તકિયા લગાવી બેઠા હશે, કેટલું સુંદર વળતર છે અને કેવી આરામ કરવાની શ્રેષ્ઠ જગ્યા છે, info
التفاسير:

external-link copy
32 : 18

وَاضْرِبْ لَهُمْ مَّثَلًا رَّجُلَیْنِ جَعَلْنَا لِاَحَدِهِمَا جَنَّتَیْنِ مِنْ اَعْنَابٍ وَّحَفَفْنٰهُمَا بِنَخْلٍ وَّجَعَلْنَا بَیْنَهُمَا زَرْعًا ۟ؕ

૩૨. તમે તેમને તે બન્ને વ્યક્તિઓનું ઉદાહરણ પણ આપી દો, જેમાંથી એકને અમે બે દ્રાક્ષના બગીચાઓ આપ્યા હતા અને તેની સીમાઓને અમે ખજૂરોના વૃક્ષો વડે ઘેરી રાખી હતી અને તે બન્નેની વચ્ચે ખેતી ઉપજાવી રાખી હતી. info
التفاسير:

external-link copy
33 : 18

كِلْتَا الْجَنَّتَیْنِ اٰتَتْ اُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِّنْهُ شَیْـًٔا ۙ— وَّفَجَّرْنَا خِلٰلَهُمَا نَهَرًا ۟ۙ

૩૩. બન્ને બગીચાઓએ ખૂબ જ ફળો આપ્યા, અને તેમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી અને અમે તે બગીચાઓ વચ્ચે નહેર વહાવી રાખી હતી. info
التفاسير:

external-link copy
34 : 18

وَّكَانَ لَهٗ ثَمَرٌ ۚ— فَقَالَ لِصَاحِبِهٖ وَهُوَ یُحَاوِرُهٗۤ اَنَا اَكْثَرُ مِنْكَ مَالًا وَّاَعَزُّ نَفَرًا ۟

૩૪. તેને તે વ્રુક્ષો દ્વારા ખૂબ ફળો મળતા રહ્યા, એક દિવસે તેણે વાત-વાતમાં જ પોતાના મિત્રને કહ્યું કે હું તારા કરતા વધારે ધનવાન છું અને માનવી શક્તિ પણ તારા કરતા વધારે ધરાવું છું. info
التفاسير:

external-link copy
35 : 18

وَدَخَلَ جَنَّتَهٗ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهٖ ۚ— قَالَ مَاۤ اَظُنُّ اَنْ تَبِیْدَ هٰذِهٖۤ اَبَدًا ۟ۙ

૩૫. અને તે પોતાના બગીચામાં ગયો અને તે પોતાના ઉપર જુલમ કરી રહ્યો હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે આ બગીચો ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે. info
التفاسير:

external-link copy
36 : 18

وَّمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآىِٕمَةً ۙ— وَّلَىِٕنْ رُّدِدْتُّ اِلٰی رَبِّیْ لَاَجِدَنَّ خَیْرًا مِّنْهَا مُنْقَلَبًا ۟ۚ

૩૬. અને હું કયામતના દિવસની પણ કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો પણ મને યકીન છે કે હું આના કરતા પણ વધારે જગ્યા પામીશ. info
التفاسير:

external-link copy
37 : 18

قَالَ لَهٗ صَاحِبُهٗ وَهُوَ یُحَاوِرُهٗۤ اَكَفَرْتَ بِالَّذِیْ خَلَقَكَ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ سَوّٰىكَ رَجُلًا ۟ؕ

૩૭. તેના મિત્રએ તેની સાથે વાતચીત કરતા કહ્યું કે શું તું તે (ઇલાહ) નો ઇન્કાર કરે છે જેણે તારું સર્જન માટી વડે કર્યું, પછી ટીપાથી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો. info
التفاسير:

external-link copy
38 : 18

لٰكِنَّاۡ هُوَ اللّٰهُ رَبِّیْ وَلَاۤ اُشْرِكُ بِرَبِّیْۤ اَحَدًا ۟

૩૮. પરંતુ મારું તો યકીન છે કે તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર નહીં ઠેરાવું. info
التفاسير:

external-link copy
39 : 18

وَلَوْلَاۤ اِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَآءَ اللّٰهُ ۙ— لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ ۚ— اِنْ تَرَنِ اَنَا اَقَلَّ مِنْكَ مَالًا وَّوَلَدًا ۟ۚ

૩૯. અને જ્યારે તું પોતાના બગીચામાં દાખલ થયો તો એમ કેમ ના કહ્યું કે મા શાઅ અલ્લાહ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિ (જે અલ્લાહ જે ઇચ્છે છે તે જ થવાનું છે, અલ્લાહની મદદ વગર કોઈની તાકાત નથી,) જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી તુચ્છ સમજી રહ્યો છે, info
التفاسير:

external-link copy
40 : 18

فَعَسٰی رَبِّیْۤ اَنْ یُّؤْتِیَنِ خَیْرًا مِّنْ جَنَّتِكَ وَیُرْسِلَ عَلَیْهَا حُسْبَانًا مِّنَ السَّمَآءِ فَتُصْبِحَ صَعِیْدًا زَلَقًا ۟ۙ

૪૦. શક્ય છે કે મારો પાલનહાર મને તારા તે બગીચા કરતા પણ વધારે સારો બાગ આપી દે અને તારા બગીચા પર આકાશ માંથી કોઈ સંકટ મોકલી દે તો આ બગીચો સપાટ મેદાન થઇ જશે. info
التفاسير:

external-link copy
41 : 18

اَوْ یُصْبِحَ مَآؤُهَا غَوْرًا فَلَنْ تَسْتَطِیْعَ لَهٗ طَلَبًا ۟

૪૧. અથવા તેનું પાણી ઊડુ જતું રહે અને તું પાણી કાઢી પણ ન શકે. info
التفاسير:

external-link copy
42 : 18

وَاُحِیْطَ بِثَمَرِهٖ فَاَصْبَحَ یُقَلِّبُ كَفَّیْهِ عَلٰی مَاۤ اَنْفَقَ فِیْهَا وَهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا وَیَقُوْلُ یٰلَیْتَنِیْ لَمْ اُشْرِكْ بِرَبِّیْۤ اَحَدًا ۟

૪૨. (છેવટે એવું થયું કે) બગીચાના (બધા) ફળોને અઝાબે ઘેરાવમાં લઇ લીધા, અને જે કઈ તે બગીચા પાછળ ખર્ચ કરી ચુક્યો હતો, તેના પર પોતાના બન્ને હાથ રગળતો રહ્યો, તે બગીચો નષ્ટ થઇ ગયો હતો, તે વ્યક્તિ એવું કહી રહ્યો હતો કે, કાશ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો. info
التفاسير:

external-link copy
43 : 18

وَلَمْ تَكُنْ لَّهٗ فِئَةٌ یَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَمَا كَانَ مُنْتَصِرًا ۟ؕ

૪૩. અલ્લાહ સિવાય કોઈ જૂથ તેની મદદ કરવા માટે ન આવ્યું,અને ન તો તે પોતે તે સંકટનો મુકાબલો કરી શક્યો. info
التفاسير:

external-link copy
44 : 18

هُنَالِكَ الْوَلَایَةُ لِلّٰهِ الْحَقِّ ؕ— هُوَ خَیْرٌ ثَوَابًا وَّخَیْرٌ عُقْبًا ۟۠

૪૪. હવે તેને ખબર પડી કે સંપૂર્ણ અધિકાર તો અલ્લાહને જ છે, તે જ સારૂ વળતર આપનાર અને સારૂ પરિણામ દેખાડવાવાળો છે. info
التفاسير:

external-link copy
45 : 18

وَاضْرِبْ لَهُمْ مَّثَلَ الْحَیٰوةِ الدُّنْیَا كَمَآءٍ اَنْزَلْنٰهُ مِنَ السَّمَآءِ فَاخْتَلَطَ بِهٖ نَبَاتُ الْاَرْضِ فَاَصْبَحَ هَشِیْمًا تَذْرُوْهُ الرِّیٰحُ ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ مُّقْتَدِرًا ۟

૪૫. તેમની સમક્ષ દુનિયાના જીવનનું ઉદાહરણ વર્ણવો, જેવું કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું જેના કારણે ધરતીની ઉપજો ખૂબ સારી થઇ, ફરી તે જ ઉપજો એવું ભૂસું બની ગઈ જેને હવાઓ ઉડાવી લઇ જાય છે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે. info
التفاسير:

external-link copy
46 : 18

اَلْمَالُ وَالْبَنُوْنَ زِیْنَةُ الْحَیٰوةِ الدُّنْیَا ۚ— وَالْبٰقِیٰتُ الصّٰلِحٰتُ خَیْرٌ عِنْدَ رَبِّكَ ثَوَابًا وَّخَیْرٌ اَمَلًا ۟

૪૬. ધન અને સંતાન તો દુનિયાનો શણગાર છે અને બાકી રહેવાવાળા સત્કાર્યો, તારા પાલનહારની નજીક બદલા અને સારી આશા માટે ઉત્તમ છે. info
التفاسير:

external-link copy
47 : 18

وَیَوْمَ نُسَیِّرُ الْجِبَالَ وَتَرَی الْاَرْضَ بَارِزَةً ۙ— وَّحَشَرْنٰهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ اَحَدًا ۟ۚ

૪૭. અને જે દિવસે અમે પર્વતોને ચલાવીશું અને ધરતીને તમે સપાટ, ખુલ્લી જોશો અને દરેક લોકોને એકઠાં કરીશું, તે લોકો માંથી એકને પણ બાકી નહીં છોડીએ. info
التفاسير:

external-link copy
48 : 18

وَعُرِضُوْا عَلٰی رَبِّكَ صَفًّا ؕ— لَقَدْ جِئْتُمُوْنَا كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ ؗ— بَلْ زَعَمْتُمْ اَلَّنْ نَّجْعَلَ لَكُمْ مَّوْعِدًا ۟

૪૮. અને દરેક લોકો તમારા પાલનહાર સમક્ષ લાઇનબંધ હાજર કરવામાં આવશે, (તો અલ્લાહ તઆલા તેમને કહેશે) નિ:શંક તમે અમારી પાસે એવી જ રીતે આવ્યા જેવી રીતે અમે તમારું પ્રથમ વખત સર્જન કર્યું હતું. પરંતુ તમે તો તે કલ્પના માંજ રહ્યા કે અમે ક્યારેય તમારા માટે કોઈ વચનનો સમય નક્કી નહીં કરીએ. info
التفاسير:

external-link copy
49 : 18

وَوُضِعَ الْكِتٰبُ فَتَرَی الْمُجْرِمِیْنَ مُشْفِقِیْنَ مِمَّا فِیْهِ وَیَقُوْلُوْنَ یٰوَیْلَتَنَا مَالِ هٰذَا الْكِتٰبِ لَا یُغَادِرُ صَغِیْرَةً وَّلَا كَبِیْرَةً اِلَّاۤ اَحْصٰىهَا ۚ— وَوَجَدُوْا مَا عَمِلُوْا حَاضِرًا ؕ— وَلَا یَظْلِمُ رَبُّكَ اَحَدًا ۟۠

૪૯. અને કર્મનોંધ દરેકની સામે મૂકી દેવામાં આવશે, બસ! તમે પાપી લોકોને જોશો કે તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે? આ પુસ્તકે તો ન તો કોઈ નાની વાત છોડી છે અને ન તો કોઈ મોટી વાત, અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર (કણ બરાબર) જુલમ નહીં કરે. info
التفاسير:

external-link copy
50 : 18

وَاِذْ قُلْنَا لِلْمَلٰٓىِٕكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ— كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ اَمْرِ رَبِّهٖ ؕ— اَفَتَتَّخِذُوْنَهٗ وَذُرِّیَّتَهٗۤ اَوْلِیَآءَ مِنْ دُوْنِیْ وَهُمْ لَكُمْ عَدُوٌّ ؕ— بِئْسَ لِلظّٰلِمِیْنَ بَدَلًا ۟

૫૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમે આદમને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ સિજદો કર્યો,તે જિન્નાતો માંથી હતો, એટલે તેણે પોતાના પાલનહારનું કહ્યું ન માન્યું, તો પણ તમે મને છોડીને તેને અને તેના સંતાનને પોતાનો મિત્ર બનાવી રહ્યા છો? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા કેવો ખરાબ નિર્ણય છે, જેને જાલિમ લોકો અપનાવી રહ્યા છે. info
التفاسير:

external-link copy
51 : 18

مَاۤ اَشْهَدْتُّهُمْ خَلْقَ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَلَا خَلْقَ اَنْفُسِهِمْ ۪— وَمَا كُنْتُ مُتَّخِذَ الْمُضِلِّیْنَ عَضُدًا ۟

૫૧. મેં તે લોકોને ન તો તે સમયે ગવાહ બનાવ્યા હતા, જ્યારે આકાશો અને ધરતીનું સર્જન કર્યું હતું અને ના તો તે સમયે જ્યારે તેમને પેદા કરવામાં આવ્યા હતા, હું ગુમરાહ કરવાવાળાઓને પોતાનો મદદગાર બનાવનાર નથી. info
التفاسير:

external-link copy
52 : 18

وَیَوْمَ یَقُوْلُ نَادُوْا شُرَكَآءِیَ الَّذِیْنَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ یَسْتَجِیْبُوْا لَهُمْ وَجَعَلْنَا بَیْنَهُمْ مَّوْبِقًا ۟

૫૨. અને જે દિવસે અલ્લાહ તઆલા (મુશરિક લોકોને) કહેશે કે તમારા વિચાર પ્રમાણે જે મારા ભાગીદારો હતા તેમને પોકારો, તેઓ પોકારશે, પરંતુ તેમના માંથી કોઈ જવાબ નહીં આપે, અમે તેમની વચ્ચે એક નષ્ટ કરી દેનારી આડ બનાવી દઈશું. info
التفاسير:

external-link copy
53 : 18

وَرَاَ الْمُجْرِمُوْنَ النَّارَ فَظَنُّوْۤا اَنَّهُمْ مُّوَاقِعُوْهَا وَلَمْ یَجِدُوْا عَنْهَا مَصْرِفًا ۟۠

૫૩. અને મુજરિમ જ્યારે જહન્નમને જોશે તો તેમને યકીન થઇ જશે કે તેમને તેમાં નાંખવામાં આવશે, પરંતુ તેનાથી બચવા માટે કોઈ ઉપાય નહીં મળે. info
التفاسير:

external-link copy
54 : 18

وَلَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ ؕ— وَكَانَ الْاِنْسَانُ اَكْثَرَ شَیْءٍ جَدَلًا ۟

૫૪. અમે આ કુરઆનમાં લોકોને અલગ અલગ ઉદાહરણો આપી સમજાવ્યું છે, પરંતુ માનવી સૌથી વધારે ઝઘડો કરનાર છે. info
التفاسير:

external-link copy
55 : 18

وَمَا مَنَعَ النَّاسَ اَنْ یُّؤْمِنُوْۤا اِذْ جَآءَهُمُ الْهُدٰی وَیَسْتَغْفِرُوْا رَبَّهُمْ اِلَّاۤ اَنْ تَاْتِیَهُمْ سُنَّةُ الْاَوَّلِیْنَ اَوْ یَاْتِیَهُمُ الْعَذَابُ قُبُلًا ۟

૫૫. અને જ્યારે લોકો પાસે હિદાયત આવી ગઈ તો પછી તેમને ઇમાન લાવવા અને પોતાના પાલનહાર સામે માફી માંગવામાં ફકત તે જ વસ્તુએ રોક્યા કે આગળના લોકો સાથે જેવું થયું તેવું અમારી સાથે થાય, અથવા તેમની સમક્ષ ખુલ્લો અઝાબ આવી જાય. info
التفاسير:

external-link copy
56 : 18

وَمَا نُرْسِلُ الْمُرْسَلِیْنَ اِلَّا مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۚ— وَیُجَادِلُ الَّذِیْنَ كَفَرُوْا بِالْبَاطِلِ لِیُدْحِضُوْا بِهِ الْحَقَّ وَاتَّخَذُوْۤا اٰیٰتِیْ وَمَاۤ اُنْذِرُوْا هُزُوًا ۟

૫૬. અમે પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે જ મોકલીએ છીએ કે તે લોકોને ખુશખબર આપે અને સચેત કરી દે. અને કાફિરો અસત્યના આધારે પયગંબરો સાથે ઝઘડે છે અને (ઇચ્છે છે કે) તેનાથી સત્યને હરાવી દે. તે લોકોએ મારી આયતોને અને જે વસ્તુ વડે ડરાવવામાં આવે તેને મજાક બનાવી લીધી. info
التفاسير:

external-link copy
57 : 18

وَمَنْ اَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِاٰیٰتِ رَبِّهٖ فَاَعْرَضَ عَنْهَا وَنَسِیَ مَا قَدَّمَتْ یَدٰهُ ؕ— اِنَّا جَعَلْنَا عَلٰی قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ یَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ— وَاِنْ تَدْعُهُمْ اِلَی الْهُدٰی فَلَنْ یَّهْتَدُوْۤا اِذًا اَبَدًا ۟

૫૭. તેના કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જેને તેના પાલનહારની આયતો દ્વારા શિખામણ આપવામાં આવે, તો પણ તે મોઢું ફેરવી લે અને જે કંઈ તેના હાથ વડે કરેલા કર્મોને આગળ મોકલી રાખ્યા છે તેને તે ભૂલી જાય, નિ:શંક અમે તેમના દિલો પર પરદા નાખી દીધા છે કે જેથી તેઓ કુરઆનને સમજી જ ન શકે, અને તેમના કાનમાં આડ છે, ભલેને તમે તે લોકોને સત્ય માર્ગ તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ ક્યારેય સત્ય માર્ગ નહીં પામે. info
التفاسير:

external-link copy
58 : 18

وَرَبُّكَ الْغَفُوْرُ ذُو الرَّحْمَةِ ؕ— لَوْ یُؤَاخِذُهُمْ بِمَا كَسَبُوْا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ؕ— بَلْ لَّهُمْ مَّوْعِدٌ لَّنْ یَّجِدُوْا مِنْ دُوْنِهٖ مَوْىِٕلًا ۟

૫૮. તમારો પાલનહાર ઘણો જ માફ કરનાર અને કૃપા કરવાવાળો છે, નહીં તો જો તે તેમના કર્મોના બદલામાં પકડ કરે તો ખરેખર તે લોકો પર ઝડપથી જ અઝાબ આવી પહોંચે, પરંતુ તેમના માટે એક વચનનો સમય નક્કી છે, જેનાથી તેઓ બચવા માટેની કોઈ જગ્યા નહીં પામે. info
التفاسير:

external-link copy
59 : 18

وَتِلْكَ الْقُرٰۤی اَهْلَكْنٰهُمْ لَمَّا ظَلَمُوْا وَجَعَلْنَا لِمَهْلِكِهِمْ مَّوْعِدًا ۟۠

૫૯. આ છે તે વસ્તીઓ, જેમને અમે તેમના જુલમના કારણે નષ્ટ કરી દીધી અને અમે તેમને નષ્ટ કરવાનો એક સમય નક્કી કરી રાખ્યો હતો. info
التفاسير:

external-link copy
60 : 18

وَاِذْ قَالَ مُوْسٰی لِفَتٰىهُ لَاۤ اَبْرَحُ حَتّٰۤی اَبْلُغَ مَجْمَعَ الْبَحْرَیْنِ اَوْ اَمْضِیَ حُقُبًا ۟

૬૦. (અને તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે હું તો ચાલતો જ રહીશ ત્યાં સુધી કે બે દરિયાના મેળાપ પર પહોંચું, ભલેને મને વર્ષોના વર્ષ સુધી ચાલવું પડે. info
التفاسير:

external-link copy
61 : 18

فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَیْنِهِمَا نَسِیَا حُوْتَهُمَا فَاتَّخَذَ سَبِیْلَهٗ فِی الْبَحْرِ سَرَبًا ۟

૬૧. જ્યારે તે બન્ને દરિયાના મેળાપની જગ્યાએ પહોંચ્યા, ત્યાં પોતાની માછલી ભૂલી ગયા, જેણે દરિયામાં સુરંગ જેવો પોતાનો માર્ગ બનાવી દીધો. info
التفاسير:

external-link copy
62 : 18

فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتٰىهُ اٰتِنَا غَدَآءَنَا ؗ— لَقَدْ لَقِیْنَا مِنْ سَفَرِنَا هٰذَا نَصَبًا ۟

૬૨. જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી. info
التفاسير:

external-link copy
63 : 18

قَالَ اَرَءَیْتَ اِذْ اَوَیْنَاۤ اِلَی الصَّخْرَةِ فَاِنِّیْ نَسِیْتُ الْحُوْتَ ؗ— وَمَاۤ اَنْسٰىنِیْهُ اِلَّا الشَّیْطٰنُ اَنْ اَذْكُرَهٗ ۚ— وَاتَّخَذَ سَبِیْلَهٗ فِی الْبَحْرِ ۖۗ— عَجَبًا ۟

૬૩. તેણે જવાબ આપ્યો કે શું તમે જોયું? જ્યારે આપણે પથ્થરના ટેકે આરામ કરી રહ્યા હતા, ત્યાં જ હું માછલી વિશે વાત કરવાની ભૂલી ગયો હતો, ખરેખર શેતાને જ મને ભૂલાવી દીધું કે હું તમારી સમક્ષ તેની વાત કરું, તે માછલીએ અલગ રીતે દરિયામાં પોતાનો રસ્તો બનાવ્યો. info
التفاسير:

external-link copy
64 : 18

قَالَ ذٰلِكَ مَا كُنَّا نَبْغِ ۖۗ— فَارْتَدَّا عَلٰۤی اٰثَارِهِمَا قَصَصًا ۟ۙ

૬૪. મૂસાએ કહ્યું આ જ વસ્તુને તો આપણે શોધી રહ્યા હતા, તો ત્યાંથી જ પોતાના પગલાના નિશાન શોધતા પાછા ફર્યા. info
التفاسير:

external-link copy
65 : 18

فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَاۤ اٰتَیْنٰهُ رَحْمَةً مِّنْ عِنْدِنَا وَعَلَّمْنٰهُ مِنْ لَّدُنَّا عِلْمًا ۟

૬૫. ત્યાં તે લોકોએ અમારા બંદાઓ માંથી એક બંદાને મળ્યા, જેને અમે પોતાની પાસેની ખાસ કૃપા આપી હતી અને તેને પોતાની પાસેથી ખાસ જ્ઞાન શીખવાડ્યું હતું. info
التفاسير:

external-link copy
66 : 18

قَالَ لَهٗ مُوْسٰی هَلْ اَتَّبِعُكَ عَلٰۤی اَنْ تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا ۟

૬૬. તે બંદા (ખિઝર)ને મૂસાએ કહ્યું કે હું તમારું અનુસરણ કરું તો શું મને તમે તે જ્ઞાન શિખવાડશો ? જે તમને શિખવાડવામાં આવ્યું છે. info
التفاسير:

external-link copy
67 : 18

قَالَ اِنَّكَ لَنْ تَسْتَطِیْعَ مَعِیَ صَبْرًا ۟

૬૭. તે બંદાએ કહ્યું કે તમે મારી સાથે ક્યારેય સબર નહીં કરી શકો. info
التفاسير:

external-link copy
68 : 18

وَكَیْفَ تَصْبِرُ عَلٰی مَا لَمْ تُحِطْ بِهٖ خُبْرًا ۟

૬૮. અને જે કિસ્સા વિશે તમને જ્ઞાન ન હોય, તેના પર સબર કેવી રીતે રાખી શકો છો? info
التفاسير:

external-link copy
69 : 18

قَالَ سَتَجِدُنِیْۤ اِنْ شَآءَ اللّٰهُ صَابِرًا وَّلَاۤ اَعْصِیْ لَكَ اَمْرًا ۟

૬૯. મૂસાએ જવાબ આપ્યો કે ઇન્ શાઅ અલ્લાહ તમે મને સબર કરવાવાળો જોશો. અને કોઈ વાતમાં હું તમારી અવજ્ઞા નહીં કરું. info
التفاسير:

external-link copy
70 : 18

قَالَ فَاِنِ اتَّبَعْتَنِیْ فَلَا تَسْـَٔلْنِیْ عَنْ شَیْءٍ حَتّٰۤی اُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا ۟۠

૭૦. (ખિઝર)એ કહ્યું કે સારું, જો તમે મારી સાથે આવવા માટે આગ્રહ કરો છો તો યાદ રાખજો, કોઈ વસ્તુ બાબતે મને કંઈ પણ ન પૂછશો. ત્યાં સુધી કે હું પોતે તે બાબતે કોઈ વાત ન કરું, info
التفاسير:

external-link copy
71 : 18

فَانْطَلَقَا ۫— حَتّٰۤی اِذَا رَكِبَا فِی السَّفِیْنَةِ خَرَقَهَا ؕ— قَالَ اَخَرَقْتَهَا لِتُغْرِقَ اَهْلَهَا ۚ— لَقَدْ جِئْتَ شَیْـًٔا اِمْرًا ۟

૭૧. પછી તે બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક હોડીમાં સવાર થયા, તો તેમણે (ખિઝરે) હોડીના લાકડાની બાજુઓ તોડી નાખી, મૂસાએ કહ્યું કે શું તમે તેને તોડી રહ્યા છો, જેથી હોડીવાળાઓને ડુબાડી દો, આ તો તમે ખતરનાક કામ કર્યું. info
التفاسير:

external-link copy
72 : 18

قَالَ اَلَمْ اَقُلْ اِنَّكَ لَنْ تَسْتَطِیْعَ مَعِیَ صَبْرًا ۟

૭૨. (ખિઝરે) જવાબ આપ્યો કે મેં તો પહેલા જ તમને કહી દીધું હતું કે તમે મારી સાથે ક્યારેય સબર નહીં કરી શકો. info
التفاسير:

external-link copy
73 : 18

قَالَ لَا تُؤَاخِذْنِیْ بِمَا نَسِیْتُ وَلَا تُرْهِقْنِیْ مِنْ اَمْرِیْ عُسْرًا ۟

૭૩. મૂસાએ જવાબ આપ્યો કે મારી ભૂલ પર મારી પકડ ન કરશો અને મારી સાથે સખતી ન કરશો. info
التفاسير:

external-link copy
74 : 18

فَانْطَلَقَا ۫— حَتّٰۤی اِذَا لَقِیَا غُلٰمًا فَقَتَلَهٗ ۙ— قَالَ اَقَتَلْتَ نَفْسًا زَكِیَّةً بِغَیْرِ نَفْسٍ ؕ— لَقَدْ جِئْتَ شَیْـًٔا نُّكْرًا ۟

૭૪. પછી બન્ને ચાલ્યા, ત્યાં સુધી કે એક બાળકને જોયો, (ખિઝરે) તે બાળકને મારી નાંખ્યો, મૂસાએ કહ્યું કે શું તમે એક પવિત્ર પ્રાણને વગર કારણે મારી નાંખ્યો? નિ:શંક તમે તો ખૂબ જ ખતરનાક કામ કર્યું છે. info
التفاسير:

external-link copy
75 : 18

قَالَ اَلَمْ اَقُلْ لَّكَ اِنَّكَ لَنْ تَسْتَطِیْعَ مَعِیَ صَبْرًا ۟

૭૫. (ખિઝરે) કહેવા લાગ્યા કે મેં તમને નહતું કહ્યું કે તમે મારી સાથે રહી ક્યારેય સબર નહીં કરી શકો. info
التفاسير:

external-link copy
76 : 18

قَالَ اِنْ سَاَلْتُكَ عَنْ شَیْ بَعْدَهَا فَلَا تُصٰحِبْنِیْ ۚ— قَدْ بَلَغْتَ مِنْ لَّدُنِّیْ عُذْرًا ۟

૭૬. મૂસાએ જવાબ આપ્યો જો હવે પછી હું તમને કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછું તો ખરેખર તમે મને પોતાની સાથે ન રાખશો. ખરેખર તમારી પાસે મજબૂત કારણ છે. info
التفاسير:

external-link copy
77 : 18

فَانْطَلَقَا ۫— حَتّٰۤی اِذَاۤ اَتَیَاۤ اَهْلَ قَرْیَةِ ١سْتَطْعَمَاۤ اَهْلَهَا فَاَبَوْا اَنْ یُّضَیِّفُوْهُمَا فَوَجَدَا فِیْهَا جِدَارًا یُّرِیْدُ اَنْ یَّنْقَضَّ فَاَقَامَهٗ ؕ— قَالَ لَوْ شِئْتَ لَتَّخَذْتَ عَلَیْهِ اَجْرًا ۟

૭૭. પછી બન્ને ચાલ્યા, અહી સુધી કે તે બન્ને એક ગામડાના લોકો પાસે આવી તેમની પાસે ભોજન માંગવા લાગ્યા, તો તે લોકોએ તેમનો સત્કાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો, બન્નેએ ત્યાં એક દીવાલ જોઇ, જે પડવાની જ હતી, તેણે (ખિઝરે) તે દીવાલને ઠીકઠાક કરી દીધી, મૂસા કહેવા લાગ્યા, જો તમે ઇચ્છતા તો આનું વળતર લઇ શકતા હતા. info
التفاسير:

external-link copy
78 : 18

قَالَ هٰذَا فِرَاقُ بَیْنِیْ وَبَیْنِكَ ۚ— سَاُنَبِّئُكَ بِتَاْوِیْلِ مَا لَمْ تَسْتَطِعْ عَّلَیْهِ صَبْرًا ۟

૭૮. તેણે કહ્યું, બસ! આ મારી અને તારી વચ્ચે અલગ થવાનું કારણ છે, હવે હું તમને તે વાતોની સચ્ચાઇ પણ જણાવી દઇશ જેના પર તમે ધીરજ ન રાખી શક્યા. info
التفاسير:

external-link copy
79 : 18

اَمَّا السَّفِیْنَةُ فَكَانَتْ لِمَسٰكِیْنَ یَعْمَلُوْنَ فِی الْبَحْرِ فَاَرَدْتُّ اَنْ اَعِیْبَهَا وَكَانَ وَرَآءَهُمْ مَّلِكٌ یَّاْخُذُ كُلَّ سَفِیْنَةٍ غَصْبًا ۟

૭૯. હોડીની વાત એવી હતી કે તે હોડી કેટલાક લાચારોની હતી, જે દરિયામાં મજુરી કરતા હતાં, મેં તે હોડીને થોડીક તોડી નાખવાનો ઇરાદો કર્યો, કારણકે તેમની આગળ એક બાદશાહ હતો, જે દરેક હોડીને બળજબરીથી છીનવી લેતો હતો. info
التفاسير:

external-link copy
80 : 18

وَاَمَّا الْغُلٰمُ فَكَانَ اَبَوٰهُ مُؤْمِنَیْنِ فَخَشِیْنَاۤ اَنْ یُّرْهِقَهُمَا طُغْیَانًا وَّكُفْرًا ۟ۚ

૮૦. અને તે બાળકની વાત એવી હતી કે માતા-પિતા મોમિન હતાં, મને ભય લાગ્યો કે કદાચ આ તેમને પોતાના અતિરેક અને ઇન્કારના કારણે તેના માતાપિતાને લાચાર અને પરેશાન ન બનાવી દે. info
التفاسير:

external-link copy
81 : 18

فَاَرَدْنَاۤ اَنْ یُّبْدِلَهُمَا رَبُّهُمَا خَیْرًا مِّنْهُ زَكٰوةً وَّاَقْرَبَ رُحْمًا ۟

૮૧. એટલા માટે મેં ઇચ્છા કરી કે તેમને તેમનો પાલનહાર તેના બદલામાં તેના કરતા શ્રેષ્ઠ, પવિત્ર અને તેના કરતા વધારે મોહબ્બત કરનાર બાળક આપે. info
التفاسير:

external-link copy
82 : 18

وَاَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلٰمَیْنِ یَتِیْمَیْنِ فِی الْمَدِیْنَةِ وَكَانَ تَحْتَهٗ كَنْزٌ لَّهُمَا وَكَانَ اَبُوْهُمَا صَالِحًا ۚ— فَاَرَادَ رَبُّكَ اَنْ یَّبْلُغَاۤ اَشُدَّهُمَا وَیَسْتَخْرِجَا كَنْزَهُمَا ۖۗ— رَحْمَةً مِّنْ رَّبِّكَ ۚ— وَمَا فَعَلْتُهٗ عَنْ اَمْرِیْ ؕ— ذٰلِكَ تَاْوِیْلُ مَا لَمْ تَسْطِعْ عَّلَیْهِ صَبْرًا ۟ؕ۠

૮૨. દીવાલની વાત એવી છે, કે તે દીવાલ આ શહેરના બે અનાથ બાળકોની હતી, જેમનો ખજાનો તેમની તે દીવાલ નીચે દાટેલો છે, તેમના પિતા ખૂબ જ સદાચારી હતાં, તો તમારા પાલનહારની ઇચ્છા હતી કે આ બન્ને અનાથ યુવાન વયે પહોંચી પોતાનો આ ખજાનો તમારા પાલનહારની કૃપા અને રહમતની સાથે કાઢી લે. મેં મારી ઇચ્છાથી કોઈ કાર્ય નથી કર્યું, આ હતી સત્ય વાત તે કિસ્સાઓની જેના પર તમે ધીરજ ન રાખી. info
التفاسير:

external-link copy
83 : 18

وَیَسْـَٔلُوْنَكَ عَنْ ذِی الْقَرْنَیْنِ ؕ— قُلْ سَاَتْلُوْا عَلَیْكُمْ مِّنْهُ ذِكْرًا ۟ؕ

૮૩. આ લોકો તમને “ઝૂલ્-કરનૈન” નો કિસ્સો પૂછે છે, તમે કહી દો કે હું તે લોકોની થોડીક દશા તમને વાંચી સંભળાવું છું. info
التفاسير:

external-link copy
84 : 18

اِنَّا مَكَّنَّا لَهٗ فِی الْاَرْضِ وَاٰتَیْنٰهُ مِنْ كُلِّ شَیْءٍ سَبَبًا ۟ۙ

૮૪. અમે તેને ધરતી પર પ્રભુત્વ આપ્યું હતું અને તેને દરેક વસ્તુનો સામાન પણ આપી દીધો હતો. info
التفاسير:

external-link copy
85 : 18

فَاَتْبَعَ سَبَبًا ۟

૮૫. તે એક માર્ગ (મિશન) પાછળ લાગ્યો. info
التفاسير:

external-link copy
86 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِیْ عَیْنٍ حَمِئَةٍ وَّوَجَدَ عِنْدَهَا قَوْمًا ؕ۬— قُلْنَا یٰذَا الْقَرْنَیْنِ اِمَّاۤ اَنْ تُعَذِّبَ وَاِمَّاۤ اَنْ تَتَّخِذَ فِیْهِمْ حُسْنًا ۟

૮૬. ત્યાં સુધી કે સૂર્યાસ્ત થવાની જગ્યાએ પહોંચી ગયો અને તેને એક ઝરણાંના વમળમાં ડૂબતો જોયો, અને તે ઝરણાં પાસે એક કોમને પણ જોઇ, અમે કહી દીધું કે, હે “ઝુલ્-કરનૈન! તું તેમને સજા આપ અથવા તેમની સાથે ઉત્તમ વ્યવહાર કર. info
التفاسير:

external-link copy
87 : 18

قَالَ اَمَّا مَنْ ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهٗ ثُمَّ یُرَدُّ اِلٰی رَبِّهٖ فَیُعَذِّبُهٗ عَذَابًا نُّكْرًا ۟

૮૭. “ઝુલ્-કરનૈએ કહ્યું કે જે જુલમ કરશે તેને તો અમે પણ સજા આપીશું, પછી જ્યારે તે પોતાના પાલનહાર તરફ પાછો ફેરાવવામાં આવશે તો તે આના કરતા પણ વધારે સખત સજા આપશે. info
التفاسير:

external-link copy
88 : 18

وَاَمَّا مَنْ اٰمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهٗ جَزَآءَ ١لْحُسْنٰی ۚ— وَسَنَقُوْلُ لَهٗ مِنْ اَمْرِنَا یُسْرًا ۟ؕ

૮૮. હાં, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરશે તો તેના માટે તો બદલામાં ભલાઇ હશે અને અમે તેને પોતાના કાર્યમાં પણ સરળતાનો જ આદેશ આપીશું. info
التفاسير:

external-link copy
89 : 18

ثُمَّ اَتْبَعَ سَبَبًا ۟

૮૯. પછી તે બીજા માર્ગ (મિશન) પાછળ લાગ્યા. info
التفاسير:

external-link copy
90 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلٰی قَوْمٍ لَّمْ نَجْعَلْ لَّهُمْ مِّنْ دُوْنِهَا سِتْرًا ۟ۙ

૯૦. ત્યાં સુધી કે જ્યારે સૂર્યોદયની જગ્યાએ પહોંચ્યો તો તેમને એવું લાગ્યું કે સૂર્ય એવી કોમ પરથી નીકળી રહ્યો છે, જેઓ (ન તો ઘર હતાં અને ન વસ્ત્રો હતાં, પરંતુ તેઓ ખુલ્લી નગ્ન અવસ્થામાં રહેતા હતાં) ખુલ્લા હતાં. info
التفاسير:

external-link copy
91 : 18

كَذٰلِكَ ؕ— وَقَدْ اَحَطْنَا بِمَا لَدَیْهِ خُبْرًا ۟

૯૧. વાત આવી જ છે અને અમે તેની પાસેની બધીજ જાણકારી ખૂબ સારી રીતે જાણતા હતા. info
التفاسير:

external-link copy
92 : 18

ثُمَّ اَتْبَعَ سَبَبًا ۟

૯૨. પછી તેઓ એક બીજા માર્ગ (મિશન) પર નીકળ્યા. info
التفاسير:

external-link copy
93 : 18

حَتّٰۤی اِذَا بَلَغَ بَیْنَ السَّدَّیْنِ وَجَدَ مِنْ دُوْنِهِمَا قَوْمًا ۙ— لَّا یَكَادُوْنَ یَفْقَهُوْنَ قَوْلًا ۟

૯૩. ત્યાં સુધી કે જ્યારે તે બે દિવાલોની વચ્ચે પહોંચ્યો, તે દીવાલની પાસે તેણે એક એવી કોમ જોઇ, જે કોઈ પણ વાત નહતાં સમજતા. info
التفاسير:

external-link copy
94 : 18

قَالُوْا یٰذَا الْقَرْنَیْنِ اِنَّ یَاْجُوْجَ وَمَاْجُوْجَ مُفْسِدُوْنَ فِی الْاَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلٰۤی اَنْ تَجْعَلَ بَیْنَنَا وَبَیْنَهُمْ سَدًّا ۟

૯૪. તેમણે કહ્યું, હે ઝુલ્-કરનૈન! આ “આજૂજ માજૂજ” આ શહેરમાં ફસાદ ફેલાવી રાખ્યો છે. તો શું અમે તમારા માટે કંઇ ખર્ચનો બંદોબસ્ત કરી દઇએ, (તે શરતે કે) તમે અમારી અને તેમની વચ્ચે એક દીવાલ બનાવી આપો? info
التفاسير:

external-link copy
95 : 18

قَالَ مَا مَكَّنِّیْ فِیْهِ رَبِّیْ خَیْرٌ فَاَعِیْنُوْنِیْ بِقُوَّةٍ اَجْعَلْ بَیْنَكُمْ وَبَیْنَهُمْ رَدْمًا ۟ۙ

૯૫. તેણે જવાબ આપ્યો કે મારા અધિકારમાં મને મારા પાલનહારે જે કંઇ આપી રાખ્યું છે તે જ ઉત્તમ છે, તમે ફક્ત તાકાતથી મારી મદદ કરો. તો હું તમારી અને તેમની વચ્ચે એક દિવાલ બનાવી દઈશ. info
التفاسير:

external-link copy
96 : 18

اٰتُوْنِیْ زُبَرَ الْحَدِیْدِ ؕ— حَتّٰۤی اِذَا سَاوٰی بَیْنَ الصَّدَفَیْنِ قَالَ انْفُخُوْا ؕ— حَتّٰۤی اِذَا جَعَلَهٗ نَارًا ۙ— قَالَ اٰتُوْنِیْۤ اُفْرِغْ عَلَیْهِ قِطْرًا ۟ؕ

૯૬. હું તમારી અને તેમની વચ્ચે મજબૂત ઢાલ બનાવી દઉં છું, મને લોખંડની ચાદરો લાવી આપો, ત્યાં સુધી કે જ્યારે તે બન્ને પર્વતો વચ્ચે દીવાલ બરાબર બનાવી દીધી તો આદેશ આપ્યો કે આગ ભડકાવો, જ્યારે તે લોખંડની ચાદરોને તદ્દન આગમાં ફેરવી દીધી, તો કહ્યું કે મારી પાસે પીગાળેલું તાંબુ લાવો, જેથી હું તે ચાદરો વચ્ચે નાખી તેને મજબુત કરી દઉ. info
التفاسير:

external-link copy
97 : 18

فَمَا اسْطَاعُوْۤا اَنْ یَّظْهَرُوْهُ وَمَا اسْتَطَاعُوْا لَهٗ نَقْبًا ۟

૯૭. (એવી રીતે આ દીવાલ એવી બની ગઈ) કે ન તો તેમનામાં તે દીવાલ પર ચઢવાની તાકાત હતી અને ન તેમાં કોઈ કાણું પાડી શકતા હતાં. info
التفاسير:

external-link copy
98 : 18

قَالَ هٰذَا رَحْمَةٌ مِّنْ رَّبِّیْ ۚ— فَاِذَا جَآءَ وَعْدُ رَبِّیْ جَعَلَهٗ دَكَّآءَ ۚ— وَكَانَ وَعْدُ رَبِّیْ حَقًّا ۟ؕ

૯૮. ઝુલ્-કરનૈનએ કહ્યું, આ ફક્ત મારા પાલનહારની કૃપાથી તેયાર થઇ ગઈ છે, હાં જ્યારે મારા પાલનહારનું વચન આવી જશે તો તેને ધરતીમાં ધસાવી દેશે, નિ:શંક મારા પાલનહારનું વચન સાચું છે. info
التفاسير:

external-link copy
99 : 18

وَتَرَكْنَا بَعْضَهُمْ یَوْمَىِٕذٍ یَّمُوْجُ فِیْ بَعْضٍ وَّنُفِخَ فِی الصُّوْرِ فَجَمَعْنٰهُمْ جَمْعًا ۟ۙ

૯૯. તે દિવસે અમે તે લોકોને અંદરોઅંદર ટોળા બનાવી છોડી દઇશું અને સૂર ફૂંકવામાં આવશે, બસ! સૌને એકઠા કરીને અમે ભેગા કરી દઇશું. info
التفاسير:

external-link copy
100 : 18

وَّعَرَضْنَا جَهَنَّمَ یَوْمَىِٕذٍ لِّلْكٰفِرِیْنَ عَرْضَا ۟ۙ

૧૦૦. તે દિવસે અમે જહન્નમને કાફિરો સામે લઈ આવીશું. info
التفاسير:

external-link copy
101 : 18

١لَّذِیْنَ كَانَتْ اَعْیُنُهُمْ فِیْ غِطَآءٍ عَنْ ذِكْرِیْ وَكَانُوْا لَا یَسْتَطِیْعُوْنَ سَمْعًا ۟۠

૧૦૧. જેમની આંખો મારા ઝિકરથી ગફલતમાં હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં. info
التفاسير:

external-link copy
102 : 18

اَفَحَسِبَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنْ یَّتَّخِذُوْا عِبَادِیْ مِنْ دُوْنِیْۤ اَوْلِیَآءَ ؕ— اِنَّاۤ اَعْتَدْنَا جَهَنَّمَ لِلْكٰفِرِیْنَ نُزُلًا ۟

૧૦૨. શું કાફિરો એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે? (સાંભળો) અમે તે કાફિરોની મહેમાનગતિ કરવા માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. info
التفاسير:

external-link copy
103 : 18

قُلْ هَلْ نُنَبِّئُكُمْ بِالْاَخْسَرِیْنَ اَعْمَالًا ۟ؕ

૧૦૩. તમે તેમને કહી દો, કે શું હું તમને જણાવું કે કાર્યોની દૃષ્ટિએ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર કોણ છે? info
التفاسير:

external-link copy
104 : 18

اَلَّذِیْنَ ضَلَّ سَعْیُهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَهُمْ یَحْسَبُوْنَ اَنَّهُمْ یُحْسِنُوْنَ صُنْعًا ۟

૧૦૪. તે આ લોકો છે, જેમણે પોતાની દરેક મહેનત દુનિયાના જીવન પાછળ જ લગાવી દીધી અને તેઓ એવું સમજતા હતાં કે અમે ઘણા સારા કાર્યો કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
105 : 18

اُولٰٓىِٕكَ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ وَلِقَآىِٕهٖ فَحَبِطَتْ اَعْمَالُهُمْ فَلَا نُقِیْمُ لَهُمْ یَوْمَ الْقِیٰمَةِ وَزْنًا ۟

૧૦૫. આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારની આયતો અને તેની મુલાકાતનો ઇન્કાર કર્યો, એટલા માટે તેમના દરેક કાર્યો વ્યર્થ થઇ ગયા. બસ! કયામતના દિવસે અમે તેમના માટે કોઈ વજન નહીં કરીએ. info
التفاسير:

external-link copy
106 : 18

ذٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوْا وَاتَّخَذُوْۤا اٰیٰتِیْ وَرُسُلِیْ هُزُوًا ۟

૧૦૬. વાત એવી છે કે તેમનો બદલો જહન્નમ જ છે, કારણ કે તે લોકોએ કુફર કર્યો અને મારી આયતો અને મારા પયગંબરોની મશ્કરી કરતા હતા. info
التفاسير:

external-link copy
107 : 18

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَانَتْ لَهُمْ جَنّٰتُ الْفِرْدَوْسِ نُزُلًا ۟ۙ

૧૦૭. જે લોકો ઈમાન લાવ્યા અને સારા કાર્ય કરતા રહ્યા, ખરેખર તેમના માટે ફિરદૌસના બગીચાઓની મહેમાનગતિ છે. info
التفاسير:

external-link copy
108 : 18

خٰلِدِیْنَ فِیْهَا لَا یَبْغُوْنَ عَنْهَا حِوَلًا ۟

૧૦૮. જ્યાં તેઓ હંમેશા રહેશે, બીજી જગ્યાએ જવાનું પસદ નહીં કરે. info
التفاسير:

external-link copy
109 : 18

قُلْ لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمٰتِ رَبِّیْ لَنَفِدَ الْبَحْرُ قَبْلَ اَنْ تَنْفَدَ كَلِمٰتُ رَبِّیْ وَلَوْ جِئْنَا بِمِثْلِهٖ مَدَدًا ۟

૧૦૯. તમે તેમને કહી દો કે જો મારા પાલનહારની વાતોને લખવા માટે સમુદ્રો (નું પાણી) શાહી બની જાય તો તે પણ મારા પાલનહારની વાતો પૂરી થતાં પહેલા જ ખતમ થઇ જશે, પરંતુ મારા પાલનહારની વાત ખત્મ નહિ થાય, અને તેના જેવી જ બીજી શાહી લઇ આવે તો પણ. info
التفاسير:

external-link copy
110 : 18

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَمَنْ كَانَ یَرْجُوْا لِقَآءَ رَبِّهٖ فَلْیَعْمَلْ عَمَلًا صَالِحًا وَّلَا یُشْرِكْ بِعِبَادَةِ رَبِّهٖۤ اَحَدًا ۟۠

૧૧૦. તમે તેમને કહી દો કે હું તમારા જેવો જ એક મનુષ્ય છું, (હા એક ફર્ક જરૂર છે કે) મારી તરફ વહી કરવામાં આવે છે કે સૌનો ઇલાહ ફક્ત એક જ છે, તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈ બીજાને ભાગીદાર ન ઠેરવે. info
التفاسير: