Tradução dos significados do Nobre Qur’an. - Tradução Gujarati - Rabiela Al-Omary

Número de página:close

external-link copy
171 : 4

یٰۤاَهْلَ الْكِتٰبِ لَا تَغْلُوْا فِیْ دِیْنِكُمْ وَلَا تَقُوْلُوْا عَلَی اللّٰهِ اِلَّا الْحَقَّ ؕ— اِنَّمَا الْمَسِیْحُ عِیْسَی ابْنُ مَرْیَمَ رَسُوْلُ اللّٰهِ وَكَلِمَتُهٗ ۚ— اَلْقٰىهَاۤ اِلٰی مَرْیَمَ وَرُوْحٌ مِّنْهُ ؗ— فَاٰمِنُوْا بِاللّٰهِ وَرُسُلِهٖ ۫— وَلَا تَقُوْلُوْا ثَلٰثَةٌ ؕ— اِنْتَهُوْا خَیْرًا لَّكُمْ ؕ— اِنَّمَا اللّٰهُ اِلٰهٌ وَّاحِدٌ ؕ— سُبْحٰنَهٗۤ اَنْ یَّكُوْنَ لَهٗ وَلَدٌ ۘ— لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ؕ— وَكَفٰی بِاللّٰهِ وَكِیْلًا ۟۠

૧૭૧. હે અહલે કિતાબ! પોતાના દીનમાં ગુલૂ ન કરો અને અલ્લાહ તઆલા માટે સત્યવાત સિવાય બીજું કંઈ ન કહો, મસીહ ઈસા બિન મરયમ તો ફકત અલ્લાહ તઆલાના પયગંબર અને તેનો કલ્મો હતા. જેને અલ્લાહએ મરયમ તરફ મોકલ્યો હતો, તે તેની તરફ એક રૂહ હતા, એટલા માટે તમે અલ્લાહ અને તેના સૌ પયગંબરો પર ઈમાન લાવો અને એવું ન કહો કે (અલ્લાહ) ત્રણ છે, આવું કહેવાનું છોડી દો, આ જ તમારા માટે ઉત્તમ છે, ફક્ત અલ્લાહ એકલો જ ઇલાહ છે, તે આ વાતથી પાક છે કે તેની કોઈ સંતાન હોય,જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, બધું જ અલ્લાહનું છે, અને અલ્લાહ એકલો જ (સૃષ્ટિની વ્યવસ્થા કરવા માટે) પૂરતો છે. info
التفاسير:

external-link copy
172 : 4

لَنْ یَّسْتَنْكِفَ الْمَسِیْحُ اَنْ یَّكُوْنَ عَبْدًا لِّلّٰهِ وَلَا الْمَلٰٓىِٕكَةُ الْمُقَرَّبُوْنَ ؕ— وَمَنْ یَّسْتَنْكِفْ عَنْ عِبَادَتِهٖ وَیَسْتَكْبِرْ فَسَیَحْشُرُهُمْ اِلَیْهِ جَمِیْعًا ۟

૧૭૨. મસીહ ક્યારેય એ વાતથી શરમ નથી કરતા કે તેઓ અલ્લાહના બંદા છે, અને ન તો નિકટના ફરિશ્તાઓ તે વાતથી શરમ કરે છે, અને જે વ્યક્તિ અલ્લાહની બંદગીથી શરમ કરે અને ઘમંડ કરે તો અલ્લાહ તે સૌને નજીકમાં જ પોતાની પાસે ભેગા કરશે. info
التفاسير:

external-link copy
173 : 4

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَیُوَفِّیْهِمْ اُجُوْرَهُمْ وَیَزِیْدُهُمْ مِّنْ فَضْلِهٖ ۚ— وَاَمَّا الَّذِیْنَ اسْتَنْكَفُوْا وَاسْتَكْبَرُوْا فَیُعَذِّبُهُمْ عَذَابًا اَلِیْمًا ۙ۬— وَّلَا یَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّلَا نَصِیْرًا ۟

૧૭૩. બસ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને તેઓનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને પોતાની કૃપાથી તેઓને વધુ આપશે અને જે લોકોએ (અલ્લાહની બંદગીને) શરમ સમજી અને ઘમંડ કરત રહ્યા તો તે તેઓને દુઃખદાયી અઝાબ આપશે અને તે પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મિત્ર અને મદદ કરનાર નહીં પામે. info
التفاسير:

external-link copy
174 : 4

یٰۤاَیُّهَا النَّاسُ قَدْ جَآءَكُمْ بُرْهَانٌ مِّنْ رَّبِّكُمْ وَاَنْزَلْنَاۤ اِلَیْكُمْ نُوْرًا مُّبِیْنًا ۟

૧૭૪. હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારી તરફ સ્પષ્ટ અને ખુલ્લો માર્ગ બતાવનાર પ્રકાશ (કુરઆન મજીદ) ઉતાર્યું છે. info
التفاسير:

external-link copy
175 : 4

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَاعْتَصَمُوْا بِهٖ فَسَیُدْخِلُهُمْ فِیْ رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ ۙ— وَّیَهْدِیْهِمْ اِلَیْهِ صِرَاطًا مُّسْتَقِیْمًا ۟ؕ

૧૭૫. બસ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને આ (કુરઆન) પર મજબૂતી સાથે અડગ રહ્યા તો તેઓને તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે. info
التفاسير: