Tradução dos significados do Nobre Qur’an. - Tradução Gujarati - Rabiela Al-Omary

Número de página:close

external-link copy
89 : 2

وَلَمَّا جَآءَهُمْ كِتٰبٌ مِّنْ عِنْدِ اللّٰهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ ۙ— وَكَانُوْا مِنْ قَبْلُ یَسْتَفْتِحُوْنَ عَلَی الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَلَمَّا جَآءَهُمْ مَّا عَرَفُوْا كَفَرُوْا بِهٖ ؗ— فَلَعْنَةُ اللّٰهِ عَلَی الْكٰفِرِیْنَ ۟

૮૯. અને તેમની પાસે એવી કિતાબ આવી ગઈ, જે કિતાબ (યહૂદી) પાસે છે, તેની પુષ્ટિ કરે છે, તેઓ તે કિતાબ વડે કાફિરો વિરુદ્ધ અલ્લાહ પાસે વિજય માંગતા હતા, પછી જ્યારે તે વસ્તુ (કિતાબ અથવા મુહમ્મદ) આવી ગયા, જેના વિશે તેઓ જાણતા હતા, તો પણ તેનો ઇન્કાર કરવા લાગ્યા, આવા કાફિરો પર અલ્લાહની લઅનત છે. info
التفاسير:

external-link copy
90 : 2

بِئْسَمَا اشْتَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ اَنْ یَّكْفُرُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ بَغْیًا اَنْ یُّنَزِّلَ اللّٰهُ مِنْ فَضْلِهٖ عَلٰی مَنْ یَّشَآءُ مِنْ عِبَادِهٖ ۚ— فَبَآءُوْ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟

૯૦. અત્યંત ખરાબ વસ્તુ છે, જેના કારણે તેઓએ પોતાને વેચી દીધા, (અને તે ખરાબ વસ્તુ એ છે કે) તેઓ અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી હસદ કરે છે, કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર કરવા ઈચ્છી, તેના પર કૃપા કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને આવા કાફિરો માટે અપમાનિત કરી દેનાર અઝાબ હશે. info
التفاسير:

external-link copy
91 : 2

وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا بِمَاۤ اَنْزَلَ اللّٰهُ قَالُوْا نُؤْمِنُ بِمَاۤ اُنْزِلَ عَلَیْنَا وَیَكْفُرُوْنَ بِمَا وَرَآءَهٗ ۗ— وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ؕ— قُلْ فَلِمَ تَقْتُلُوْنَ اَنْۢبِیَآءَ اللّٰهِ مِنْ قَبْلُ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟

૯૧. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ પર ઇમાન લાવો તો કહે છે કે અમે તે કિતાબ પર ઈમાન ધરાવીએ છીએ, જે અમારા માટે ઉતરી હતી, અને જે કંઈ (તૌરાત) સિવાય ઉતર્યું હોય, તેને અમે નથી માનતા, જો કે તે (કુરઆન) સત્ય છે, જે (તૌરાત)ની પણ પુષ્ટિ કરે છે, જે તેમની પાસે છે, હે પયગંબર! તમે તેમને સવાલ કરો, જો તમે (પોતાની જ કિતાબ પર) ઈમાન ધરાવો છો તો આ પહેલા તમે અલ્લાહના પયગંબરોને કેમ કત્લ કરતા રહ્યા? info
التفاسير:

external-link copy
92 : 2

وَلَقَدْ جَآءَكُمْ مُّوْسٰی بِالْبَیِّنٰتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهٖ وَاَنْتُمْ ظٰلِمُوْنَ ۟

૯૨. તમારી પાસે તો મૂસા સ્પષ્ટ નિશાનીઓ લઇને આવ્યા, તો પણ તમે વાછરડાની પુજા કરી, તમે છો જ અત્યાચારી. info
التفاسير:

external-link copy
93 : 2

وَاِذْ اَخَذْنَا مِیْثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّوْرَ ؕ— خُذُوْا مَاۤ اٰتَیْنٰكُمْ بِقُوَّةٍ وَّاسْمَعُوْا ؕ— قَالُوْا سَمِعْنَا وَعَصَیْنَا ۗ— وَاُشْرِبُوْا فِیْ قُلُوْبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ؕ— قُلْ بِئْسَمَا یَاْمُرُكُمْ بِهٖۤ اِیْمَانُكُمْ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟

૯૩. અને જ્યારે અમે તમારા પર તૂર પર્વત ઉભો કરી, તમારી પાસેથી વચન લીધું, (અને આદેશ આપ્યો હતો) કે જે કિતાબ તમને આપવામાં આવી રહી છે, તેના પર મજબૂતી સાથે અમલ કરશો, અને તેના આદેશો ધ્યાનથી સાંભળજો, તો તમારા (પહેલાના લોકો)એ કહ્યું, અમે આ આદેશ સાંભળી લીધો અને (દિલમાં કહ્યું) અમે સ્વીકાર નહીં કરીએ, તેઓના આ ઇન્કારના કારણે જ તેઓના દિલોમાં વાછરડાંની મુહબ્બ્ત ઠોસી દેવામાં આવી હતી, તમે તેમને કહીં દો કે જો તમે મોમિન છો, તો તમારું ઈમાન કેવી ખરાબ વાતોનો આદેશ આપે છે? info
التفاسير: