Kilniojo Korano reikšmių vertimas - Vertimas į gudžaratų k. – Rabila Al-Umri

અલ્ મુજાદિલહ

external-link copy
1 : 58

قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِیْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَتَشْتَكِیْۤ اِلَی اللّٰهِ ۖۗ— وَاللّٰهُ یَسْمَعُ تَحَاوُرَكُمَا ؕ— اِنَّ اللّٰهَ سَمِیْعٌ بَصِیْرٌ ۟

૧. નિ:શંક અલ્લાહ તઆલાએ તે સ્ત્રીની વાત સાંભળી, જે પોતાના પતિ બાબત (હે નબી) તમારી સાથે ઝઘડો કરી રહી હતી અને અલ્લાહ તઆલાથી ફરિયાદ કરી રહી હતી. અને અલ્લાહ તઆલા તમારા બન્નેની વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. નિ:શંક અલ્લાહ તઆલા બધું જ સાંભળવાવાળો, જોવાવાળો છે. info
التفاسير:

external-link copy
2 : 58

اَلَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآىِٕهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْ ؕ— اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓـِٔیْ وَلَدْنَهُمْ ؕ— وَاِنَّهُمْ لَیَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَزُوْرًا ؕ— وَاِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ ۟

૨. તમારા માંથી જે લોકો પોતાની પત્નિઓ સાથે ઝિહાર (એટલે કે પોતાની પત્નિને માં જેવી કહેવું) કરે છે તે ખરેખર તેમની માં નથી બની જતી, તેમની માં તો તે જ છે, જેણીઓએ તમને જન્મ આપ્યો, અને આ લોકો જે કઈ કહી રહ્યા છે, તે એક નાપસંદ અને અને જુઠી વાત છે. નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરવાવાળો, માફ કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
3 : 58

وَالَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْ نِّسَآىِٕهِمْ ثُمَّ یَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِیْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ؕ— ذٰلِكُمْ تُوْعَظُوْنَ بِهٖ ؕ— وَاللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟

૩. જે લોકો પોતાની પત્નિઓથી ઝિહાર કરે, પછી પોતાની કહેલી વાતથી પાછા ફરી જવા ઈચ્છતા હોય તો તેમના પર એક બીજાને હાથ લગાવતાં પહેલા એક ગુલામ આઝાદ કરવો પડશે, તમને આ વાતની શિખામણ આપવામાં આવે છે. અને અલ્લાહ તઆલા તમારા દરેક કાર્યોને ખુબ જાણે છે. info
التفاسير:

external-link copy
4 : 58

فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ مِنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ۚ— فَمَنْ لَّمْ یَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّیْنَ مِسْكِیْنًا ؕ— ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَرَسُوْلِهٖ ؕ— وَتِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟

૪. હાં, જે વ્યક્તિ (દાસ આઝાદ કરવાની) ક્ષમતા ન ધરાવતો હોય તો એક બીજાને હાથ લગાવતા પહેલા તેના પર બે માસના લગાતાર રોઝા છે. અને જે વ્યક્તિને તેની પણ ક્ષમતા ન ધરાવે તો તેના પર સાહીઠ (૬૦) લાચારોને ખાવાનું ખવડાવવું છે, આ એટલા માટે કે તમે અલ્લાહ અને તેના પયગંબર પર ઈમાન લાવો, આ અલ્લાહ તઆલાની નક્કી કરેલ નિયમો છે અને ઇન્કારીઓ માટે જ દુ:ખદાયી અઝાબ છે. info
التفاسير:

external-link copy
5 : 58

اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَرَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَقَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۟ۚ

૫. નિ:શંક જે લોકો અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરે છે તેમને એવી રીતે અપમાનિત કરવામાં આવશે, જેમકે પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા અને નિ:શંક અમે સ્પષ્ટ આદેશો ઉતારી ચુકયા છે અને ઇન્કાર કરનારાઓ માટે તો અપમાનિત કરી દેનારો અઝાબ છે. info
التفاسير:

external-link copy
6 : 58

یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ— اَحْصٰىهُ اللّٰهُ وَنَسُوْهُ ؕ— وَاللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۟۠

૬. જે દિવસે અલ્લાહ તઆલા તે દરેક લોકોને જીવિત કરી ફરી ઉઠાવશે, તો તેમને તેમના કરેલા કાર્યો જણાવી દેશે કે તેઓ શું શું કરીને આવ્યા છે, અલ્લાહએ તેને સપૂર્ણ સુરક્ષિત રાખ્યા છે જ્યારે કે તેઓ તેને ભુલી ગયા હતા, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુથી ખુબ જ વાકેફ છે. info
التفاسير: