Kilniojo Korano reikšmių vertimas - Vertimas į gudžaratų k. – Rabila Al-Umri

Puslapio numeris:close

external-link copy
6 : 46

وَاِذَا حُشِرَ النَّاسُ كَانُوْا لَهُمْ اَعْدَآءً وَّكَانُوْا بِعِبَادَتِهِمْ كٰفِرِیْنَ ۟

૬. અને જ્યારે લોકોને ભેગા કરવામાં આવશે તો આ (અલ્લાહ સિવાય જેમને તેઓ પોકારે છે) તેઓના શત્રુ બની જશે અને તેઓ પોતાની બંદગીનો સાફ ઇન્કાર કરી દેશે, info
التفاسير:

external-link copy
7 : 46

وَاِذَا تُتْلٰی عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ— هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ۟ؕ

૭. અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતો પઢી સંભળાવામાં આવે છે તો કાફિર આ સત્ય વાત, જે તેમની પાસે આવી ગઈ છે તેના વિશે કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે. info
التفاسير:

external-link copy
8 : 46

اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ— قُلْ اِنِ افْتَرَیْتُهٗ فَلَا تَمْلِكُوْنَ لِیْ مِنَ اللّٰهِ شَیْـًٔا ؕ— هُوَ اَعْلَمُ بِمَا تُفِیْضُوْنَ فِیْهِ ؕ— كَفٰی بِهٖ شَهِیْدًا بَیْنِیْ وَبَیْنَكُمْ ؕ— وَهُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ ۟

૮. શું તેઓ કહે છે કે આ (કુરઆન)ને તેણે (મુહમ્મદ) પોતે ઘડી કાઢ્યું છે, તમે તેમને કહી દો કે જો આ (કુરઆન) મેં જ બનાવ્યું હોય, તો તમે મને અલ્લાહની પકડથી નહીં બચાવી શકો, જે વાતો તમે કરી રહ્યા છો, તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે, મારી અને તમારી વચ્ચે સાક્ષી આપવા માટે અલ્લાહ જ પુરતો છે, તે માફ કરવાવાળો અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
9 : 46

قُلْ مَا كُنْتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَاۤ اَدْرِیْ مَا یُفْعَلُ بِیْ وَلَا بِكُمْ ؕ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ وَمَاۤ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟

૯. તમે તેમને કહી દો! કે હું કોઇ અનોખો પયગંબર નથી, ન તો મને ખબર છે કે મારી સાથે અને તમારી સાથે શું કરવામાં આવશે, હું તો ફકત તેનું જ અનુસરણ કરુ છું જેની વહી મારા તરફ કરવામાં આવે છે અને હું તો ફકત ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું. info
التفاسير:

external-link copy
10 : 46

قُلْ اَرَءَیْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ وَكَفَرْتُمْ بِهٖ وَشَهِدَ شَاهِدٌ مِّنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰی مِثْلِهٖ فَاٰمَنَ وَاسْتَكْبَرْتُمْ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠

૧૦. તમે તેમને કહી દો! જો આ (કુરઆન) અલ્લાહ તરફથી જ હોય અને તમે તેનો ઇન્કાર કરી દો, બની ઇસ્રાઇલ માંથી એક વ્યક્તિએ આના જેવા (ગ્રંથ) ની સાક્ષી આપી અને તે ઇમાન પણ લઈ આવ્યો, અને તમે ઘમંડ કરતા રહ્યા, (તો તમારી શું દશા થશે) ખરેખર અલ્લાહ આવા જાલિમ લોકોને હિદાયત નથી આપતો. info
التفاسير:

external-link copy
11 : 46

وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوْا لَوْ كَانَ خَیْرًا مَّا سَبَقُوْنَاۤ اِلَیْهِ ؕ— وَاِذْ لَمْ یَهْتَدُوْا بِهٖ فَسَیَقُوْلُوْنَ هٰذَاۤ اِفْكٌ قَدِیْمٌ ۟

૧૧. અને કાફિર ઇમાનવાળા વિશે કહે છે કે જો આ (ધર્મ) શ્રેષ્ઠ હોત તો આ લોકો અમારા કરતા પહેલા ન સ્વીકારતા, અને હવે આ કુરઆનથી તેઓએ હિદાયત પ્રાપ્ત નથી મેળવી, એટલા માટે આ લોકો જરૂર કહેશે કે આ તો જૂનું જૂઠ છે. info
التفاسير:

external-link copy
12 : 46

وَمِنْ قَبْلِهٖ كِتٰبُ مُوْسٰۤی اِمَامًا وَّرَحْمَةً ؕ— وَهٰذَا كِتٰبٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِیًّا لِّیُنْذِرَ الَّذِیْنَ ظَلَمُوْا ۖۗ— وَبُشْرٰی لِلْمُحْسِنِیْنَ ۟

૧૨. અને આ પહેલા મૂસાની કિતાબ (તૌરાત) જે માર્ગદર્શક અને રહેમત હતી અને આ કિતાબ (કુરઆન) તેની પુષ્ટિ કરે છે, જે અરબી ભાષામાં છે, જેથી જાલિમ લોકોને ચેતવણી આપે અને સદાચારી લોકોને ખુશખબર આપે. info
التفاسير:

external-link copy
13 : 46

اِنَّ الَّذِیْنَ قَالُوْا رَبُّنَا اللّٰهُ ثُمَّ اسْتَقَامُوْا فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟ۚ

૧૩. નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે પછી તેના પર અડગ રહ્યા તો તેમને ન તો કોઇ ભય હશે અને ન તો તેઓ ઉદાસ હશે. info
التفاسير:

external-link copy
14 : 46

اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ خٰلِدِیْنَ فِیْهَا ۚ— جَزَآءً بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૧૪. આ લોકો જન્નતી લોકો છે, જે ઓ તેમાં હંમેશા રહેશે, તે કર્મોના બદલામાં જેને તેઓ કરતા હતા, info
التفاسير: