Kilniojo Korano reikšmių vertimas - Vertimas į gudžaratų k. – Rabila Al-Umri

Puslapio numeris:close

external-link copy
6 : 2

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا سَوَآءٌ عَلَیْهِمْ ءَاَنْذَرْتَهُمْ اَمْ لَمْ تُنْذِرْهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

૬. કાફિરોને તમારું સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે. info
التفاسير:

external-link copy
7 : 2

خَتَمَ اللّٰهُ عَلٰی قُلُوْبِهِمْ وَعَلٰی سَمْعِهِمْ ؕ— وَعَلٰۤی اَبْصَارِهِمْ غِشَاوَةٌ ؗ— وَّلَهُمْ عَذَابٌ عَظِیْمٌ ۟۠

૭. અલ્લાહએ તેઓના દિલો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પરદો પડી ગયો છે અને તેમના માટે ભવ્ય અઝાબ છે. info
التفاسير:

external-link copy
8 : 2

وَمِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَبِالْیَوْمِ الْاٰخِرِ وَمَا هُمْ بِمُؤْمِنِیْنَ ۟ۘ

૮. લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ તેઓ સાચા મોમિન નથી. info
التفاسير:

external-link copy
9 : 2

یُخٰدِعُوْنَ اللّٰهَ وَالَّذِیْنَ اٰمَنُوْا ۚ— وَمَا یَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَمَا یَشْعُرُوْنَ ۟ؕ

૯. તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોખો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોખો આપી રહ્યા છે અને સમજતા નથી. info
التفاسير:

external-link copy
10 : 2

فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ ۙ— فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ— وَلَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۙ۬۟ — بِمَا كَانُوْا یَكْذِبُوْنَ ۟

૧૦. તેઓના દિલોમાં બીમારી હતી તો અલ્લાહ તઆલાએ તેઓની બીમારીમાં વધારો કરી દીધો અને તેમના જૂઠના કારણે તેમન માટે દુ:ખદાયી અઝાબ છે. info
التفاسير:

external-link copy
11 : 2

وَاِذَا قِیْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِی الْاَرْضِ ۙ— قَالُوْۤا اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ۟

૧૧. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી પર ભ્રષ્ટતા ન ફેલાવો તો જવાબ આપે છે કે અમે તો ફકત સુધારો કરવાવાળા છે. info
التفاسير:

external-link copy
12 : 2

اَلَاۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَلٰكِنْ لَّا یَشْعُرُوْنَ ۟

૧૨. ખબરદાર! ખરેખર આ જ લોકો ભ્રષ્ટતા ફેલાવનારા છે, પરંતુ તેઓ સમજતા નથી. info
التفاسير:

external-link copy
13 : 2

وَاِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْۤا اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ ؕ— اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَلٰكِنْ لَّا یَعْلَمُوْنَ ۟

૧૩. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે તમે પણ એવી જ રીતે ઈમાન લાવો જેવું કે બીજા લોકો ઈમાન લાવ્યા છે, (અર્થાત સહાબાઓ) તો તેઓ જવાબ આપે છે કે શું અમે પણ એવી રીતે ઇમાન લાવીએ, જેવું કે મુર્ખ લોકો ઈમાન લાવ્યા? ખબરદાર! ખરેખર આ જ લોકો મુર્ખ છે, પરંતુ તેઓ (આ વાત) નથી જાણતા. info
التفاسير:

external-link copy
14 : 2

وَاِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۖۚ— وَاِذَا خَلَوْا اِلٰی شَیٰطِیْنِهِمْ ۙ— قَالُوْۤا اِنَّا مَعَكُمْ ۙ— اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ ۟

૧૪. અને જ્યારે (આવા લોકો) ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાન (કાફિર દોસ્તો) સાથે એકાંતમાં મુલાકાત કરે છે, તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો (ઇમાનવાળાઓ સાથે) ફકત મશ્કરી કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
15 : 2

اَللّٰهُ یَسْتَهْزِئُ بِهِمْ وَیَمُدُّهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۟

૧૫. અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરી રહ્યો છે અને તેઓને તેમના વિદ્રોહમાં ઢીલ આપી રહ્યો છે, જેમાં તેઓ આંધળાઓની માફક પથભ્રષ્ટ થઈ રહ્યા છે. info
التفاسير:

external-link copy
16 : 2

اُولٰٓىِٕكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰی ۪— فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَمَا كَانُوْا مُهْتَدِیْنَ ۟

૧૬. આ તે લોકો છે, જેઓએ પથભ્રષ્ટતાને હિદાયતના બદલામાં ખરીદી લીધી છે, બસ! ન તો તેઓના વેપારે તેમને ફાયદો પહોંચાડયો અને તેઓ સત્ય માર્ગ પર ન હતા. info
التفاسير: