وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی کردووە رابیلە العومەری. پەرەیپێدراوە بە سەرپەرشتیاری ناوەندی ڕوواد بۆ وەرگێڕان.

અલ્ જુમ્આ

external-link copy
1 : 62

یُسَبِّحُ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ الْمَلِكِ الْقُدُّوْسِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟

૧. આકાશો અને ધરતીમાં જે કઈ સર્જન છે, તે દરેક અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે, (જે) બાદશાહ, અત્યંત પવિત્ર (છે). વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
2 : 62

هُوَ الَّذِیْ بَعَثَ فِی الْاُمِّیّٖنَ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِهٖ وَیُزَكِّیْهِمْ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ ۗ— وَاِنْ كَانُوْا مِنْ قَبْلُ لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟ۙ

૨. તે જ છે, જેણે અભણ લોકોમાં તેમના માંથી જ એક પયગંબર મોકલ્યા, જે તેમને (કુરઆન)ની આયતો સંભળાવે છે અને તેમને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ (કુરઆન) તથા હિકમત શિખવાડે છે, તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમા હતા. info
التفاسير:

external-link copy
3 : 62

وَّاٰخَرِیْنَ مِنْهُمْ لَمَّا یَلْحَقُوْا بِهِمْ ؕ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૩. અને (આ પયગંબર,જે લોકો તરફ મોકલવામાં આવ્યા છે) તેમના માંથી કેટલાક અન્ય લોકો પણ છેમ જેઓ તેમની સાથે હજુ સુધી નથી મળ્યા, અને તે જ વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
4 : 62

ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟

૪. આ અલ્લાહની કૃપા છે, જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે છે અને અલ્લાહ તઆલા ખૂબ જ કૃપાળુ છે. info
التفاسير:

external-link copy
5 : 62

مَثَلُ الَّذِیْنَ حُمِّلُوا التَّوْرٰىةَ ثُمَّ لَمْ یَحْمِلُوْهَا كَمَثَلِ الْحِمَارِ یَحْمِلُ اَسْفَارًا ؕ— بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟

૫. જે લોકોને તૌરાત આપવામાં આવી પરતું તે લોકો તેનો ભાર ઉઠાવી ન શક્યા,તેમનું ઉદાહરણ તે ગધેડા જેવું છે,જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. આના કરતા પણ વધારે ખરાબ ઉદાહરણ તે લોકોનું છે, જે લોકોએ અલ્લાહની આયતોને જુઠલાવી દીધી, અને અલ્લાહ જાલિમ લોકોને હિદાયત નથી આપતો. info
التفاسير:

external-link copy
6 : 62

قُلْ یٰۤاَیُّهَا الَّذِیْنَ هَادُوْۤا اِنْ زَعَمْتُمْ اَنَّكُمْ اَوْلِیَآءُ لِلّٰهِ مِنْ دُوْنِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૬. (હે પયગંબર!) તમે તેમને કહીં દો કે હે યહુદીઓ! જો તમે એવું વિચારતા હોય કે ફક્ત તમે અલ્લાહના દોસ્ત છો, તો તમે મૃત્યુની ઇચ્છા કરો, જો તમે સાચા હોય. info
التفاسير:

external-link copy
7 : 62

وَلَا یَتَمَنَّوْنَهٗۤ اَبَدًا بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟

૭. આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, પોતાના અતે કાર્યોના કારણે, જે તેઓ કરી ચુક્યા છે, અને જાલિમ લોકોને ખૂબ જાણે છે. info
التفاسير:

external-link copy
8 : 62

قُلْ اِنَّ الْمَوْتَ الَّذِیْ تَفِرُّوْنَ مِنْهُ فَاِنَّهٗ مُلٰقِیْكُمْ ثُمَّ تُرَدُّوْنَ اِلٰی عٰلِمِ الْغَیْبِ وَالشَّهَادَةِ فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠

૮. તમેં તેમને કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે. info
التفاسير: