ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
45 : 6

فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِیْنَ ظَلَمُوْا ؕ— وَالْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟

૪૫. આવી રીતે જાલિમ લોકોની જડ કાપી નાખી અને દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે. info
التفاسير:

external-link copy
46 : 6

قُلْ اَرَءَیْتُمْ اِنْ اَخَذَ اللّٰهُ سَمْعَكُمْ وَاَبْصَارَكُمْ وَخَتَمَ عَلٰی قُلُوْبِكُمْ مَّنْ اِلٰهٌ غَیْرُ اللّٰهِ یَاْتِیْكُمْ بِهٖ ؕ— اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ ثُمَّ هُمْ یَصْدِفُوْنَ ۟

૪૬. તમે કહી દો કે, જણાવો! જો અલ્લાહ તઆલા તમારી સાંભળવાની અને જોવાની શક્તિને સંપૂર્ણપણે લઇ લે અને તમારા હૃદયો પર મહોર લગાવી દે, તો અલ્લાહ તઆલા સિવાય બીજો કોઇ ઇલાહ છે કે તે તમારી આ શક્તિઓ પાછી આપી દે, તમે જૂઓ તો અમે કેવી રીતે પૂરાવાનું અલગ-અલગ રીતે વર્ણન કરી રહ્યા છે, તો પણ આ મોઢું ફેરવી લે છે. info
التفاسير:

external-link copy
47 : 6

قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ بَغْتَةً اَوْ جَهْرَةً هَلْ یُهْلَكُ اِلَّا الْقَوْمُ الظّٰلِمُوْنَ ۟

૪૭. તમે કહી દો કે જણાવો! જો તમારા પર અલ્લાહ તઆલાનો અઝાબ અચાનક અથવા જાહેરમાં આવી પહોંચે, તો શું અત્યાચારી સિવાય બીજા કોઇને નષ્ટ કરવામાં આવશે? info
التفاسير:

external-link copy
48 : 6

وَمَا نُرْسِلُ الْمُرْسَلِیْنَ اِلَّا مُبَشِّرِیْنَ وَمُنْذِرِیْنَ ۚ— فَمَنْ اٰمَنَ وَاَصْلَحَ فَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟

૪૮. અને અમે પયગંબરોને ફક્ત તે કારણે મોકલીએ છીએ કે, તે ખુશખબર આપે અને સચેત કરે, પછી જે લોકો ઈમાન લઇ આવે અને જો તે પોતાની ઇસ્લાહ કરી લે, તે લોકોને કોઇ ભય નહીં હોય અને ન તો તેઓ નિરાશ થશે. info
التفاسير:

external-link copy
49 : 6

وَالَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا یَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوْا یَفْسُقُوْنَ ۟

૪૯. અને જે લોકો અમારી આયતોને જુઠલાવે, તો તેમની અવજ્ઞાની જરૂર સજા મળશે. info
التفاسير:

external-link copy
50 : 6

قُلْ لَّاۤ اَقُوْلُ لَكُمْ عِنْدِیْ خَزَآىِٕنُ اللّٰهِ وَلَاۤ اَعْلَمُ الْغَیْبَ وَلَاۤ اَقُوْلُ لَكُمْ اِنِّیْ مَلَكٌ ۚ— اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤی اِلَیَّ ؕ— قُلْ هَلْ یَسْتَوِی الْاَعْمٰی وَالْبَصِیْرُ ؕ— اَفَلَا تَتَفَكَّرُوْنَ ۟۠

૫૦. (હે પયગંબર) તમે તેમને કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું ગેબ(અદૃશ્ય)ની વાતો જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું, તમે કહી દો કે શું આંધળો અને જોનારો બન્ને સમાન હોઇ શકે છે? તો શું તમે ચિંતન નથી કરતા? info
التفاسير:

external-link copy
51 : 6

وَاَنْذِرْ بِهِ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْ یُّحْشَرُوْۤا اِلٰی رَبِّهِمْ لَیْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِیٌّ وَّلَا شَفِیْعٌ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

૫૧. અને આપ તે વહી દ્વારા લોકોને સચેત કરો, જેઓ એ વાતથી ડરે છે કે તેમને તેમના પાલનહાર તરફ ભેગા કરવામાં આવશે, અલ્લાહ સિવાય તેમનું ન તો કોઈ મદદ કરવાવાળું હશે અને ન તો ભલામણ કરનાર હશે. આ રીતે કદાચ તેઓ પરહેજગાર બની જાય. info
التفاسير:

external-link copy
52 : 6

وَلَا تَطْرُدِ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَالْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ ؕ— مَا عَلَیْكَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّمَا مِنْ حِسَابِكَ عَلَیْهِمْ مِّنْ شَیْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُوْنَ مِنَ الظّٰلِمِیْنَ ۟

૫૨. જે સવાર-સાંજ પોતાના પાલનહારની બંદગી કરે છે અને ફક્ત તેની પ્રસન્નતાનો હેતુ રાખે છે, તે લોકોને પોતાની પાસેથી દૂર ન કરશો, તેમનો હિસાબ તમારા શિરે નથી અને તમારો હિસાબ તેમના શિરે નથી, જો તેમને તમારાથી દુર કરશો તો અન્યાયી લોકોમાં થઇ જશો. info
التفاسير: