ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
9 : 6

وَلَوْ جَعَلْنٰهُ مَلَكًا لَّجَعَلْنٰهُ رَجُلًا وَّلَلَبَسْنَا عَلَیْهِمْ مَّا یَلْبِسُوْنَ ۟

૯. અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમે તેમને તે જ શંકામાં નાખી દેતા, જે શંકા તેઓ અત્યારે કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
10 : 6

وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِیْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟۠

૧૦. અને તમારાથી પહેલા જે પયગંબર થઇ ચૂક્યા છે, તેઓની પણ મજાક ઉડાવવામાં આવી, પછી જે લોકોએ તેઓની (પયગંબરો) સાથે મજાક કરી હતી, તેઓને તે અઝાબે ઘેરી લીધા, જેનો મજાક ઉડાવતા હતા. info
التفاسير:

external-link copy
11 : 6

قُلْ سِیْرُوْا فِی الْاَرْضِ ثُمَّ اَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟

૧૧. તમે કહી દો કે થોડું ધરતી પર હરો-ફરો, પછી જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ? info
التفاسير:

external-link copy
12 : 6

قُلْ لِّمَنْ مَّا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— قُلْ لِّلّٰهِ ؕ— كَتَبَ عَلٰی نَفْسِهِ الرَّحْمَةَ ؕ— لَیَجْمَعَنَّكُمْ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ ؕ— اَلَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ فَهُمْ لَا یُؤْمِنُوْنَ ۟

૧૨. તમે કહી દો કે જે કંઈ આકાશો અને ધરતીમાં છે, તેનો માલિક કોણ છે? તમે કહી દો કે તે સૌનો માલિક અલ્લાહ જ છે, અલ્લાહએ પોતાના પર રહેમતને જરૂરી કરી લીધી છે. તમને અલ્લાહ કયામતના દિવસે એકઠા કરશે, તેમાં કોઇ શંકા નથી, જે લોકોએ પોતે પોતાને નુકસાનમાં નાખ્યા છે, તેઓ ઈમાન નહીં લાવે. info
التفاسير:

external-link copy
13 : 6

وَلَهٗ مَا سَكَنَ فِی الَّیْلِ وَالنَّهَارِ ؕ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟

૧૩. રાત અને દિવસમાં જે કંઈ પણ છે, તે બધું જ અલ્લાહનું જ છે, અને તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
14 : 6

قُلْ اَغَیْرَ اللّٰهِ اَتَّخِذُ وَلِیًّا فَاطِرِ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَهُوَ یُطْعِمُ وَلَا یُطْعَمُ ؕ— قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَكُوْنَ اَوَّلَ مَنْ اَسْلَمَ وَلَا تَكُوْنَنَّ مِنَ الْمُشْرِكِیْنَ ۟

૧૪. તમે કહી દો કે શું હું અલ્લાહ સિવાય બીજાને દોસ્ત સમજું? જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, અને જે ખોરાક આપે છે અને કોઈની પાસે ખોરાક લેતો નથી, તમે તેમને કહી દો કે મને આદેશ આપવામાં આવ્યો છે કે હું સૌથી પહેલા ઇસ્લામનો સ્વીકાર કરું અને હું મુશરિકો માંથી ક્યારેય ન થઇ જઉં. info
التفاسير:

external-link copy
15 : 6

قُلْ اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟

૧૫. તમે કહી દો કે જો હું પોતાના પાલનહારની અવજ્ઞા કરું તો હું એક મોટા દિવસના અઝાબથી ડર રાખું છું. info
التفاسير:

external-link copy
16 : 6

مَنْ یُّصْرَفْ عَنْهُ یَوْمَىِٕذٍ فَقَدْ رَحِمَهٗ ؕ— وَذٰلِكَ الْفَوْزُ الْمُبِیْنُ ۟

૧૬. તે દિવસે જે કોઈ અઝાબથી બચી જશે, તેના પર અલ્લાહએ ઘણી જ કૃપા કરી, અને આ મોટી સફળતા છે. info
التفاسير:

external-link copy
17 : 6

وَاِنْ یَّمْسَسْكَ اللّٰهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهٗۤ اِلَّا هُوَ ؕ— وَاِنْ یَّمْسَسْكَ بِخَیْرٍ فَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟

૧૭. અને જો અલ્લાહ તમને કોઈ તકલીફ પહોંચાડવા ઈચ્છે તો તે તકલીફને તેના સિવાય કોઈ દૂર નથી કરી શકતું અને જો અલ્લાહ તમારી સાથે કોઈ ભલાઈ કરવા ઈચ્છે તો તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. info
التفاسير:

external-link copy
18 : 6

وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟

૧૮. અને તે જ અલ્લાહ પોતાના બંદાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે જ મોટી હિકમતવાળો છે અને બધી જ ખબર રાખનાર છે. info
التفاسير: