ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
25 : 30

وَمِنْ اٰیٰتِهٖۤ اَنْ تَقُوْمَ السَّمَآءُ وَالْاَرْضُ بِاَمْرِهٖ ؕ— ثُمَّ اِذَا دَعَاكُمْ دَعْوَةً ۖۗ— مِّنَ الْاَرْضِ اِذَاۤ اَنْتُمْ تَخْرُجُوْنَ ۟

૨૫. તેની એક નિશાની એ પણ છે કે આકાશ અને ધરતી તેના જ આદેશથી કાયમ છે, પછી એક પોકાર આપી જમીન માંથી બોલાવશે તો તમે સૌ ધરતી માંથી તરત જ નીકળી આવશો. info
التفاسير:

external-link copy
26 : 30

وَلَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ؕ— كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ ۟

૨૬. અને ધરતી તથા આકાશની દરેક વસ્તુનો માલિક તે જ છે અને દરેક તેના આદેશનું અનુસરણ કરે છે. info
التفاسير:

external-link copy
27 : 30

وَهُوَ الَّذِیْ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ وَهُوَ اَهْوَنُ عَلَیْهِ ؕ— وَلَهُ الْمَثَلُ الْاَعْلٰى فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

૨૭. તે જ છે, જે પ્રથમ વાર સર્જન કરે છે અને ફરીવાર જીવિત કરશે અને આવું (બીજી વારનું સર્જન કરવું) તો તેના માટે ખૂબ જ સરળ છે. તેના જ ગુણો ઉત્તમ છે આકાશો અને ધરતીમાં પણ, અને તે જ પ્રભુત્વશાળી, હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
28 : 30

ضَرَبَ لَكُمْ مَّثَلًا مِّنْ اَنْفُسِكُمْ ؕ— هَلْ لَّكُمْ مِّنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ شُرَكَآءَ فِیْ مَا رَزَقْنٰكُمْ فَاَنْتُمْ فِیْهِ سَوَآءٌ تَخَافُوْنَهُمْ كَخِیْفَتِكُمْ اَنْفُسَكُمْ ؕ— كَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّعْقِلُوْنَ ۟

૨૮. અલ્લાહ તઆલાએ તમારા માટે એક ઉદાહરણ તમારા માંથી જ વર્ણવ્યું છે, જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, શું તેમાં તમારા દાસો માંથી કોઇ તમારો ભાગીદાર છે? કે તમે અને તે તેમાં સમકક્ષ હોય? અને તમે તેમનો એવો ભય રાખો છો જેવો પોતાના લોકોનો. અમે બુદ્ધિશાળી લોકો માટે આવી જ રીતે સ્પષ્ટ રીતે આયતોનું વર્ણન કરીએ છીએ. info
التفاسير:

external-link copy
29 : 30

بَلِ اتَّبَعَ الَّذِیْنَ ظَلَمُوْۤا اَهْوَآءَهُمْ بِغَیْرِ عِلْمٍ ۚ— فَمَنْ یَّهْدِیْ مَنْ اَضَلَّ اللّٰهُ ؕ— وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟

૨૯. પરંતુ વાત એવી છે કે આ જાલિમ લોકો જ્ઞાન વગર જ મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે, તેમને કોણ માર્ગ બતાવે, જેને અલ્લાહ માર્ગથી હટાવી દે. તેમની મદદ કરનાર કોઈ નથી. info
التفاسير:

external-link copy
30 : 30

فَاَقِمْ وَجْهَكَ لِلدِّیْنِ حَنِیْفًا ؕ— فِطْرَتَ اللّٰهِ الَّتِیْ فَطَرَ النَّاسَ عَلَیْهَا ؕ— لَا تَبْدِیْلَ لِخَلْقِ اللّٰهِ ؕ— ذٰلِكَ الدِّیْنُ الْقَیِّمُ ۙۗ— وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟ۗۙ

૩૦. બસ! (હે નબી!) તમે એકાગ્ર થઇ પોતાનું મોઢું દીન તરફ કરી દો, આ જ અલ્લાહ તઆલાની તે ફિતરત છે, જેના માટે તેણે લોકોનું સર્જન કર્યું, અલ્લાહ તઆલાની બનાવટમાં ફેરબદલ હોઈ શકતો નથી, આ જ સાચો દીન છે, પરંતુ ઘણા લોકો સમજતા નથી. info
التفاسير:

external-link copy
31 : 30

مُنِیْبِیْنَ اِلَیْهِ وَاتَّقُوْهُ وَاَقِیْمُوا الصَّلٰوةَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُشْرِكِیْنَ ۟ۙ

૩૧. અલ્લાહ તઆલા તરફ રજૂ થઇ, તેનાથી ડરતા રહો અને નમાઝ પઢતા રહો અને મુશરિક લોકો માંથી ન થઇ જાવ. info
التفاسير:

external-link copy
32 : 30

مِنَ الَّذِیْنَ فَرَّقُوْا دِیْنَهُمْ وَكَانُوْا شِیَعًا ؕ— كُلُّ حِزْبٍ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ ۟

૩૨. તે લોકો માંથી જેમણે પોતાના દીનના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પોતે પણ અલગ-અલગ થઇ ગયા, દરેક જૂથ તેમની પાસે જે કંઈ છે, તેમાં મગ્ન છે. info
التفاسير: