ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
6 : 30

وَعْدَ اللّٰهِ ؕ— لَا یُخْلِفُ اللّٰهُ وَعْدَهٗ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟

૬. આ અલ્લાહનું વચન છે, અલ્લાહ તઆલા પોતાના વચનનો ભંગ નથી કરતો. પરંતુ ઘણા લોકો જાણતા નથી. info
التفاسير:

external-link copy
7 : 30

یَعْلَمُوْنَ ظَاهِرًا مِّنَ الْحَیٰوةِ الدُّنْیَا ۖۚ— وَهُمْ عَنِ الْاٰخِرَةِ هُمْ غٰفِلُوْنَ ۟

૭. તેઓ (ફક્ત) દુનિયાના જીવનનું જાહેર જ જાણે છે અને આખિરતથી તદ્દન અજાણ છે. info
التفاسير:

external-link copy
8 : 30

اَوَلَمْ یَتَفَكَّرُوْا فِیْۤ اَنْفُسِهِمْ ۫— مَا خَلَقَ اللّٰهُ السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّی ؕ— وَاِنَّ كَثِیْرًا مِّنَ النَّاسِ بِلِقَآئِ رَبِّهِمْ لَكٰفِرُوْنَ ۟

૮. શું તે લોકોએ પોતાના હૃદયમાં એવો વિચાર ન કર્યો કે અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતી તથા તે બન્નેની વચ્ચે જે કંઈ પણ છે બધાનું ઉત્તમ રીતે નક્કી કરેલ સમય સુધી (જ) સર્જન કર્યું છે. ઘણા લોકો પોતાના પાલનહારની મુલાકાતનો ઇન્કાર કરે છે. info
التفاسير:

external-link copy
9 : 30

اَوَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ— كَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً وَّاَثَارُوا الْاَرْضَ وَعَمَرُوْهَاۤ اَكْثَرَ مِمَّا عَمَرُوْهَا وَجَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ ؕ— فَمَا كَانَ اللّٰهُ لِیَظْلِمَهُمْ وَلٰكِنْ كَانُوْۤا اَنْفُسَهُمْ یَظْلِمُوْنَ ۟ؕ

૯. શું તેઓએ ધરતી પર હરીફરીને જોયું નથી કે તેમનાથી પહેલાના લોકોની દશા કેવી થઇ? તેઓ તેમના કરતા વધારે બળવાન હતા, અને તે લોકોએ પણ જમીનને ખેડી હતી અને જેટલું આ લોકોએ આબાદ કરી હતી તેના કરતા વધારે તે લોકોએ આબાદ કરી હતી, તેમની પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા હતા, આ શક્ય જ નથી કે અલ્લાહ તઆલા તેમના પર જુલમ કરતો, પરંતુ તેઓ પોતે પોતાના પર જુલમ કરતા હતા. info
التفاسير:

external-link copy
10 : 30

ثُمَّ كَانَ عَاقِبَةَ الَّذِیْنَ اَسَآءُوا السُّوْٓاٰۤی اَنْ كَذَّبُوْا بِاٰیٰتِ اللّٰهِ وَكَانُوْا بِهَا یَسْتَهْزِءُوْنَ ۟۠

૧૦. છેવટે ખરાબ કાર્યો કરનારની દશા ખૂબ જ ખરાબ થઇ, એટલા માટે કે તેઓ અલ્લાહની આયતોને જુઠલાવતા હતા અને તેના વિશે ઠઠ્ઠામશ્કરી કરતા હતા. info
التفاسير:

external-link copy
11 : 30

اَللّٰهُ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۟

૧૧. અલ્લાહ તઆલા જ સર્જનની શરૂઆત કરે છે, તે જ તેમનું બીજી વાર સર્જન કરશે, પછી તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો. info
التفاسير:

external-link copy
12 : 30

وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یُبْلِسُ الْمُجْرِمُوْنَ ۟

૧૨. અને જે દિવસે કયામત આવશે, તો અપરાધીઓ નિરાશ થઇ જશે. info
التفاسير:

external-link copy
13 : 30

وَلَمْ یَكُنْ لَّهُمْ مِّنْ شُرَكَآىِٕهِمْ شُفَعٰٓؤُا وَكَانُوْا بِشُرَكَآىِٕهِمْ كٰفِرِیْنَ ۟

૧૩. અને તેમના બધા ભાગીદારો માંથી એક પણ તેમની ભલામણ કરનાર નહીં હોય અને (પોતે પણ) પોતાના ભાગીદારોના ઇન્કાર કરનારા બની જશે. info
التفاسير:

external-link copy
14 : 30

وَیَوْمَ تَقُوْمُ السَّاعَةُ یَوْمَىِٕذٍ یَّتَفَرَّقُوْنَ ۟

૧૪. અને જે દિવસે કયામત આવશે, તે દિવસે (જૂથો) અલગ-અલગ થઇ જશે. info
التفاسير:

external-link copy
15 : 30

فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصَّلِحٰتِ فَهُمْ فِیْ رَوْضَةٍ یُّحْبَرُوْنَ ۟

૧૫. જેઓ ઈમાન લાવી સત્કાર્યો કરતા રહ્યા, તેમને જન્નતમાં ખુશ કરી દેવામાં આવશે. info
التفاسير: