ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
127 : 2

وَاِذْ یَرْفَعُ اِبْرٰهٖمُ الْقَوَاعِدَ مِنَ الْبَیْتِ وَاِسْمٰعِیْلُ ؕ— رَبَّنَا تَقَبَّلْ مِنَّا ؕ— اِنَّكَ اَنْتَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟

૧૨૭. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે ઈબ્રાહીમ અને ઇસ્માઇલ કાબાના પાયા અને દિવાલ બનાવતા જતા હતા, તે સમયે તે તેમણે દુઆ કરી કે હે અમારા પાલનહાર! તું અમારી પાસેથી (આ ખીદમત) કબુલ કરી લેં, નિઃશંક તું જ સાંભળનાર અને જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
128 : 2

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَیْنِ لَكَ وَمِنْ ذُرِّیَّتِنَاۤ اُمَّةً مُّسْلِمَةً لَّكَ ۪— وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَیْنَا ۚ— اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

૧૨૮. હે અમારા પાલનહાર! અમે બન્નેને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન માંથી પણ એક જૂથને પોતાના આજ્ઞાકારી બનાવ અને અમને પોતાની બંદગી શિખવાડ અને અમારી તૌબા કબૂલ કર, તું તૌબા કબૂલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છે. info
التفاسير:

external-link copy
129 : 2

رَبَّنَا وَابْعَثْ فِیْهِمْ رَسُوْلًا مِّنْهُمْ یَتْلُوْا عَلَیْهِمْ اٰیٰتِكَ وَیُعَلِّمُهُمُ الْكِتٰبَ وَالْحِكْمَةَ وَیُزَكِّیْهِمْ ؕ— اِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

૧૨૯. હે અમારા પાલનહાર! તેઓની તરફ તેમના માંથી જ એક પયગંબર મોકલ, જે તેમની સામે તારી આયતો પઢે, તેઓને કિતાબ અને હિકમત શિખવાડે અને તેઓને પવિત્ર કરે, નિઃશંક તું વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
130 : 2

وَمَنْ یَّرْغَبُ عَنْ مِّلَّةِ اِبْرٰهٖمَ اِلَّا مَنْ سَفِهَ نَفْسَهٗ ؕ— وَلَقَدِ اصْطَفَیْنٰهُ فِی الدُّنْیَا ۚ— وَاِنَّهٗ فِی الْاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِیْنَ ۟

૧૩૦. ઇબ્રાહીમના દીનથી તે જ અનિચ્છા દર્શાવશે જે મૂર્ખ હશે, અમે તો (ઈબ્રાહીમ)ને દૂનિયામાં (અમારા કામ માટે) પસંદ કરી લીધા અને આખિરતમાં પણ તેઓ સદાચારી લોકો માંથી છે. info
التفاسير:

external-link copy
131 : 2

اِذْ قَالَ لَهٗ رَبُّهٗۤ اَسْلِمْ ۙ— قَالَ اَسْلَمْتُ لِرَبِّ الْعٰلَمِیْنَ ۟

૧૩૧. જ્યારે પણ તેઓને તેઓના પાલનહારે કહ્યું, આજ્ઞાકારી બની જાઓ, તો તેઓએ કહ્યું, હું સમગ્રસૃષ્ટિના પાલનહારનો આજ્ઞાકારી બની ગયો છું. info
التفاسير:

external-link copy
132 : 2

وَوَصّٰی بِهَاۤ اِبْرٰهٖمُ بَنِیْهِ وَیَعْقُوْبُ ؕ— یٰبَنِیَّ اِنَّ اللّٰهَ اصْطَفٰی لَكُمُ الدِّیْنَ فَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ ۟ؕ

૧૩૨. અને તેની જ વસિયત, ઇબ્રાહીમ અને યાકુબે પોતાના સંતાનને કરી કે હે અમારા સંતાનો! અલ્લાહ તઆલાએ તમારા માટે આ દીનને પસંદ કરી લીધો છે, ખબરદાર! તમે મુસલમાન થઇને જ મૃત્યુ પામજો. info
التفاسير:

external-link copy
133 : 2

اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ حَضَرَ یَعْقُوْبَ الْمَوْتُ ۙ— اِذْ قَالَ لِبَنِیْهِ مَا تَعْبُدُوْنَ مِنْ بَعْدِیْ ؕ— قَالُوْا نَعْبُدُ اِلٰهَكَ وَاِلٰهَ اٰبَآىِٕكَ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ اِلٰهًا وَّاحِدًا ۖۚ— وَّنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟

૧૩૩. શું યાકુબના મૃત્યુ વખતે તમે હાજર હતા, જ્યારે તેમણે પોતાના સંતાનને પૂછ્યું કે મારા પછી તમે કોની બંદગી કરશો? તો સૌએ જવાબ આપ્યો કે અમે તે અલ્લાહની બંદગી કરીશું, જે તમારો અને તમારા પૂર્વજો ઇબ્રાહીમ, ઇસ્માઇલ અને ઇસ્હાકનો મઅબૂદ છે, જે એક જ છે અને અમે તેના જ આજ્ઞાકારી છે. info
التفاسير:

external-link copy
134 : 2

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૧૩૪. આ એક જૂથ હતું, જે પસાર થઇ ગયું જે કંઈ તે જૂથે અમલો કર્યા તે તેઓના માટે જ છે, અને જે તમે કરશો તે તમારા માટે છે, તેઓના કાર્યો વિશે તમને પુછવામાં નહી આવે. info
التفاسير: