ការបកប្រែអត្ថន័យគួរអាន - ការបកប្រែជាភាសាហ្គូចាហ្គូ - រ៉ពីឡា អាល់អុំរី

លេខ​ទំព័រ:close

external-link copy
77 : 2

اَوَلَا یَعْلَمُوْنَ اَنَّ اللّٰهَ یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَمَا یُعْلِنُوْنَ ۟

૭૭. શું તે (યહૂદી) આ વાત નથી જાણતા કે અલ્લાહતઆલા તેઓની છુપી અને જાહેર સૌ વાતોને જાણે છે? info
التفاسير:

external-link copy
78 : 2

وَمِنْهُمْ اُمِّیُّوْنَ لَا یَعْلَمُوْنَ الْكِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَاِنْ هُمْ اِلَّا یَظُنُّوْنَ ۟

૭૮. અને તે (યહૂદી) માંથી એક જૂથ અજ્ઞાની લોકોનું છે, જેઓ કિતાબ (તૌરાત)નું જ્ઞાન ધરાવતા નથી, પરંતુ તેઓ કેટલીક આશાઓ રાખી બેઠા છે, અને તેમનું કામ ફક્ત એ જ છે કે તેઓ ખોટા અનુમાન કરતા રહે છે. info
التفاسير:

external-link copy
79 : 2

فَوَیْلٌ لِّلَّذِیْنَ یَكْتُبُوْنَ الْكِتٰبَ بِاَیْدِیْهِمْ ۗ— ثُمَّ یَقُوْلُوْنَ هٰذَا مِنْ عِنْدِ اللّٰهِ لِیَشْتَرُوْا بِهٖ ثَمَنًا قَلِیْلًا ؕ— فَوَیْلٌ لَّهُمْ مِّمَّا كَتَبَتْ اَیْدِیْهِمْ وَوَیْلٌ لَّهُمْ مِّمَّا یَكْسِبُوْنَ ۟

૭૯. એવા લોકો માટે વૈલ (જહન્નમની એક ખાડી) છે, જે પોતાના હાથોથી લખેલા પુસ્તકને અલ્લાહ તઆલા તરફનું પુસ્તક કહે છે, જેથી તેના દ્વારા થોડીક કમાણી કરી લે, વૈલ છે, તે લોકો માટે જેઓ પોતાના હાથ વડે લખે છે અને વૈલ છે તે લોકોએ કરેલ કમાણી પર. જે તેઓ કમાઇ રહ્યા છે. info
التفاسير:

external-link copy
80 : 2

وَقَالُوْا لَنْ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعْدُوْدَةً ؕ— قُلْ اَتَّخَذْتُمْ عِنْدَ اللّٰهِ عَهْدًا فَلَنْ یُّخْلِفَ اللّٰهُ عَهْدَهٗۤ اَمْ تَقُوْلُوْنَ عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟

૮૦. અને (યહૂદી) એવુ પણ કહે છે કે અમને તો ફકત થોડાક જ દિવસ જહન્નમમાં આગ સ્પર્શ કરશે, તેઓને કહી દો કે શું તમારી પાસે અલ્લાહ તઆલાનું કોઇ વચન છે, અને અલ્લાહ ક્યારેય પોતાનું વચન તોડતો નથી. પરંતુ તમે તો અલ્લાહ માટે તે વાતો કહો છો જેને તમે જાણતા નથી. info
التفاسير:

external-link copy
81 : 2

بَلٰی مَنْ كَسَبَ سَیِّئَةً وَّاَحَاطَتْ بِهٖ خَطِیْٓـَٔتُهٗ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟

૮૧. નિંશંક જેણે પણ દુષ્કર્મો કર્યા અને તેની અવજ્ઞાઓએ તેને ઘેરાવમાં લઇ લીધો તો એવા જ લોકો જહન્નમી લોકો છે, જેમાં તે હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
82 : 2

وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓىِٕكَ اَصْحٰبُ الْجَنَّةِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟۠

૮૨. અને જે લોકો ઇમાન લાવ્યા અને સદકાર્યો કરે તો આવા લોકો જ જન્નતી લોકો છે, જેમાં હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
83 : 2

وَاِذْ اَخَذْنَا مِیْثَاقَ بَنِیْۤ اِسْرَآءِیْلَ لَا تَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ ۫— وَبِالْوَالِدَیْنِ اِحْسَانًا وَّذِی الْقُرْبٰی وَالْیَتٰمٰی وَالْمَسٰكِیْنِ وَقُوْلُوْا لِلنَّاسِ حُسْنًا وَّاَقِیْمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ؕ— ثُمَّ تَوَلَّیْتُمْ اِلَّا قَلِیْلًا مِّنْكُمْ وَاَنْتُمْ مُّعْرِضُوْنَ ۟

૮૩. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે અમે બની ઇસ્રાઇલની પાસેથી મજબૂત વચન લીધું કે તમે અલ્લાહ સિવાય બીજાની બંદગી નહી કરો અને માતા-પિતા સાથે સદ્ વર્તન કરશો અને એવી જ રીતે સગા-સંબંધીઓ, અનાથો અને લાચારો સાથે અને લોકોને સારી વાત કહેશો, નમાઝ કાયમ કરતા રહેશો અને ઝકાત આપતા રહેશો, પરંતુ તમારા માંથી થોડાક લોકો સિવાય બધા જ આ વચનથી ફરી ગયા અને મોઢું ફેરવી લીધું. info
التفاسير: