Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati - Rabiela Al-Umary

Numero di pagina:close

external-link copy
17 : 59

فَكَانَ عَاقِبَتَهُمَاۤ اَنَّهُمَا فِی النَّارِ خَالِدَیْنِ فِیْهَا ؕ— وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۟۠

૧૭. બસ! બન્ને (શેતાન અને કાફિરો) નું પરિણામ એ હોય છે કે તેઓમ હંમેશા જહન્નમમાં રહેશે અને આ જ જાલિમ લોકોની સજા છે. info
التفاسير:

external-link copy
18 : 59

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَلْتَنْظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۚ— وَاتَّقُوا اللّٰهَ ؕ— اِنَّ اللّٰهَ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟

૧૮. હે ઇમાનવાળાઓ! અલ્લાહથી ડરતા રહો અને દરેક વ્યક્તિ જોઇ લે કે તેણે કાલ (કયામત) માટે શું (સંગ્રહ) કર્યું છે. અને (દરેક સમયે) અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ તમારા દરેક કાર્યોથી ખબરદાર છે. info
التفاسير:

external-link copy
19 : 59

وَلَا تَكُوْنُوْا كَالَّذِیْنَ نَسُوا اللّٰهَ فَاَنْسٰىهُمْ اَنْفُسَهُمْ ؕ— اُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟

૧૯. અને તમે તે લોકો જેવા ન થઇ જાઓ જેમણે અલ્લાહને ભૂલી ગય, તો અલ્લાહએ તેમને એવી રીતે ભુલાવી દીધા કે તેઓ પોતાના અસ્તિત્વને જ ભૂલી ગયા અને આવા જ લોકો વિદ્રોહી છે. info
التفاسير:

external-link copy
20 : 59

لَا یَسْتَوِیْۤ اَصْحٰبُ النَّارِ وَاَصْحٰبُ الْجَنَّةِ ؕ— اَصْحٰبُ الْجَنَّةِ هُمُ الْفَآىِٕزُوْنَ ۟

૨૦. જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ સરખા નથી, જન્નતવાળાઓ જ (ખરેખર) સફળ છે. info
التفاسير:

external-link copy
21 : 59

لَوْ اَنْزَلْنَا هٰذَا الْقُرْاٰنَ عَلٰی جَبَلٍ لَّرَاَیْتَهٗ خَاشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْیَةِ اللّٰهِ ؕ— وَتِلْكَ الْاَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ ۟

૨૧. જો અમે આ કુરઆનને કોઇ પર્વત પર ઉતારતા તો તમે જોતા કે અલ્લાહના ભયથી તે દબાઇને ટુકડે ટુકડા થઇ જતો, અમે આવા ઉદાહરણોને લોકો સામે વર્ણન કરીએ છીએ જેથી તેઓ ચિંતન કરે. info
التفاسير:

external-link copy
22 : 59

هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— عٰلِمُ الْغَیْبِ وَالشَّهَادَةِ ۚ— هُوَ الرَّحْمٰنُ الرَّحِیْمُ ۟

૨૨. તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, ગાયબ અને હાજર દરેક વસ્તુને જાણવાવાળો છે, તે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
23 : 59

هُوَ اللّٰهُ الَّذِیْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ— اَلْمَلِكُ الْقُدُّوْسُ السَّلٰمُ الْمُؤْمِنُ الْمُهَیْمِنُ الْعَزِیْزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ؕ— سُبْحٰنَ اللّٰهِ عَمَّا یُشْرِكُوْنَ ۟

૨૩. તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, તે બાદશાહ છે, અત્યંત પવિત્ર, દરેક ખામીથી સલામત, શાંતિ આપનાર, દેખરેખ કરનાર, વિજયી, શક્તિશાળી, મહાન છે. અલ્લાહ તે વાતોથી પાક છે, જેને આ લોકો તેનો ભાગીદાર ઠેરવે છે. info
التفاسير:

external-link copy
24 : 59

هُوَ اللّٰهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰی ؕ— یُسَبِّحُ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَالْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟۠

૨૪. તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير: