Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati - Rabiela Al-Umary

તો-હા

external-link copy
1 : 20

طٰهٰ ۟

૧. તો-હા [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 20

مَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْقُرْاٰنَ لِتَشْقٰۤی ۟ۙ

૨. અમે આ કુરઆન તમારા પર એટલા માટે નથી ઉતાર્યું કે તમે સંકટમાં પડી જાવ. info
التفاسير:

external-link copy
3 : 20

اِلَّا تَذْكِرَةً لِّمَنْ یَّخْشٰی ۟ۙ

૩. આ તો તે દરેક લોકો માટે નસિંહત છે, જે (અલ્લાહથી) ડરે છે. info
التفاسير:

external-link copy
4 : 20

تَنْزِیْلًا مِّمَّنْ خَلَقَ الْاَرْضَ وَالسَّمٰوٰتِ الْعُلٰی ۟ؕ

૪. આ તો તે ઝાત તરફથી ઉતારવામાં આવ્યું છે, જેણે ધરતીનું અને બુલંદ આકાશોનું સર્જન કર્યુ. info
التفاسير:

external-link copy
5 : 20

اَلرَّحْمٰنُ عَلَی الْعَرْشِ اسْتَوٰی ۟

૫. જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે. info
التفاسير:

external-link copy
6 : 20

لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَمَا بَیْنَهُمَا وَمَا تَحْتَ الثَّرٰی ۟

૬. જે કઈ આકાશોમાં છે અને જે કઈ ધરતીમાં છે અને જે કઈ પણ તે બન્નેની વચ્ચે છે અને જ કઈ ધરતીની નીચે છે, તે બધી જ વસ્તુઓનો માલિક છે. info
التفاسير:

external-link copy
7 : 20

وَاِنْ تَجْهَرْ بِالْقَوْلِ فَاِنَّهٗ یَعْلَمُ السِّرَّ وَاَخْفٰی ۟

૭. જો તમે ઊંચા અવાજે વાત કરો તો તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ વાતને પણ જાણે છે. info
التفاسير:

external-link copy
8 : 20

اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ— لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰی ۟

૮. અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તેના દરેક નામ શ્રેષ્ઠ છે. info
التفاسير:

external-link copy
9 : 20

وَهَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰی ۟ۘ

૯. અને શું તમારા સુધી મૂસાની ખબર પહોચી છે? info
التفاسير:

external-link copy
10 : 20

اِذْ رَاٰ نَارًا فَقَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِقَبَسٍ اَوْ اَجِدُ عَلَی النَّارِ هُدًی ۟

૧૦. જ્યારે તેમણે આગ જોઇ તો પોતાના ઘરવાળાઓને કહ્યું કે તમે થોડીક વાર ઊભા રહો, મને આગ દેખાઈ છે, શક્ય છે કે હું ત્યાંથી કોઈ અંગારો તમારી પાસે લઈ આવું અથવા ત્યાં આગ પાસે મને કોઈ રસ્તો મળી જાય. info
التفاسير:

external-link copy
11 : 20

فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ یٰمُوْسٰی ۟ؕ

૧૧. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો અવાજ કરવામાં આવ્યો કે, હે મૂસા! info
التفاسير:

external-link copy
12 : 20

اِنِّیْۤ اَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَیْكَ ۚ— اِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًی ۟ؕ

૧૨. હું તારો પાલનહાર છું. તમે પોતાના પગરખાં ઉતારી દો. કારણકે તમે પવિત્ર “તૂવા” નામના મેદાનમાં છો. info
التفاسير: