Traduzione dei Significati del Sacro Corano - Traduzione gujrati - Rabiela Al-Umary

Numero di pagina:close

external-link copy
96 : 19

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ سَیَجْعَلُ لَهُمُ الرَّحْمٰنُ وُدًّا ۟

૯૬. નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, નજીકમાં જ અલ્લાહ તઆલા તેમના માટે (લોકોના દિલોમાં) મુહબ્બત ભરી દેશે. info
التفاسير:

external-link copy
97 : 19

فَاِنَّمَا یَسَّرْنٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ الْمُتَّقِیْنَ وَتُنْذِرَ بِهٖ قَوْمًا لُّدًّا ۟

૯૭. (હે નબી!) અમે આ કુરઆનને તમારી ભાષામાં ખૂબ જ સરળ કરી દીધું છે કે તમે તેના દ્વારા પરહેજગારોને ખુશખબર આપી દો અને ઝઘડો કરનારને સચેત કરી દો. info
التفاسير:

external-link copy
98 : 19

وَكَمْ اَهْلَكْنَا قَبْلَهُمْ مِّنْ قَرْنٍ ؕ— هَلْ تُحِسُّ مِنْهُمْ مِّنْ اَحَدٍ اَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا ۟۠

૯૮. અમે આ લોકો પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા છે, શું તેમના માંથી એકની પણ આહટ તમે અનુભવો છો? અથવા તેમના અવાજના ભણકારા પણ તમારા કાનમાં પડે છે? info
التفاسير: