Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

Nomor Halaman:close

external-link copy
150 : 7

وَلَمَّا رَجَعَ مُوْسٰۤی اِلٰی قَوْمِهٖ غَضْبَانَ اَسِفًا ۙ— قَالَ بِئْسَمَا خَلَفْتُمُوْنِیْ مِنْ بَعْدِیْ ۚ— اَعَجِلْتُمْ اَمْرَ رَبِّكُمْ ۚ— وَاَلْقَی الْاَلْوَاحَ وَاَخَذَ بِرَاْسِ اَخِیْهِ یَجُرُّهٗۤ اِلَیْهِ ؕ— قَالَ ابْنَ اُمَّ اِنَّ الْقَوْمَ اسْتَضْعَفُوْنِیْ وَكَادُوْا یَقْتُلُوْنَنِیْ ۖؗ— فَلَا تُشْمِتْ بِیَ الْاَعْدَآءَ وَلَا تَجْعَلْنِیْ مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ ۟

૧૫૦. અને જ્યારે મૂસા ગુસ્સા અને નિરાશથી ભરપુર પોતાની કોમ પાસે પાછા આવ્યા તો તેઓએ કહ્યું, તમે મારા ગયા પછી અત્યંત ખોટું કર્યું, તમને શાની ઉતાવળ હતી કે પોતાના પાલનહારના આદેશની પણ રાહ ન જોઈ, પછી તકતીઓ ફેંકી દીધી અને પોતાના ભાઈને માથું પકડીને પોતાની તરફ ખેંચવા લાગ્યા, હારુને કહ્યું કે હે મારી માતાના દીકરા! આ લોકોએ મને કમજોર સમજ્યો અને નજીક હતું કે તેઓ મને મારી નાખતા એટલા માટે દુશ્મનોને મારા પર હસવાની તક ન આપશો અને મને આ જાલિમ સાથે ન કરી દો. info
التفاسير:

external-link copy
151 : 7

قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَلِاَخِیْ وَاَدْخِلْنَا فِیْ رَحْمَتِكَ ۖؗ— وَاَنْتَ اَرْحَمُ الرّٰحِمِیْنَ ۟۠

૧૫૧. મૂસા એ કહ્યું કે હે મારા પાલનહાર! મારી ભૂલો માફ કર અને મારા ભાઇની પણ, અને અમને બન્નેને પોતાની કૃપામાં પ્રવેશ આપ અને તું દરેક દયાવાનો કરતા વધારે દયાળુ છે. info
التفاسير:

external-link copy
152 : 7

اِنَّ الَّذِیْنَ اتَّخَذُوا الْعِجْلَ سَیَنَالُهُمْ غَضَبٌ مِّنْ رَّبِّهِمْ وَذِلَّةٌ فِی الْحَیٰوةِ الدُّنْیَا ؕ— وَكَذٰلِكَ نَجْزِی الْمُفْتَرِیْنَ ۟

૧૫૨. (અલ્લાહ તઆલાએ જવાબ આપતા કહ્યુ) જે લોકોએ વાછરડાને ઇલાહ બનાવી લીધો હતો, તેઓના પર નજીક માંજ તેમના પાલનહાર તરફથી ગુસ્સો અને અપમાન દુનિયાના જીવન માંજ આવી પહોંચશે અને અ(અલ્લાહ માટે) જૂઠ ઘડનારા લોકોને આવી જ સજા આપીએ છીએ. info
التفاسير:

external-link copy
153 : 7

وَالَّذِیْنَ عَمِلُوا السَّیِّاٰتِ ثُمَّ تَابُوْا مِنْ بَعْدِهَا وَاٰمَنُوْۤا ؗ— اِنَّ رَبَّكَ مِنْ بَعْدِهَا لَغَفُوْرٌ رَّحِیْمٌ ۟

૧૫૩. અને જે લોકોએ પાપ કર્યા પછી જો તેઓ તૌબા કરી લે અને ઈમાન લઇ આવે, તો તૌબા કર્યા પછી પાપને તમારો પાલનહાર માફ કરી દેનાર છે, અને અત્યંત દયાળુ છે. info
التفاسير:

external-link copy
154 : 7

وَلَمَّا سَكَتَ عَنْ مُّوْسَی الْغَضَبُ اَخَذَ الْاَلْوَاحَ ۖۚ— وَفِیْ نُسْخَتِهَا هُدًی وَّرَحْمَةٌ لِّلَّذِیْنَ هُمْ لِرَبِّهِمْ یَرْهَبُوْنَ ۟

૧૫૪. અને જ્યારે મૂસાનો ગુસ્સો શાંત થયો, તો તેમણે તકતીઓને ઉઠાવી લીધી અને તેના વિષયોમાં તે લોકો માટે માર્ગદર્શન અને કૃપા હતી, જેઓ પોતાના પાલનહારથી ડરતા હતા, info
التفاسير:

external-link copy
155 : 7

وَاخْتَارَ مُوْسٰی قَوْمَهٗ سَبْعِیْنَ رَجُلًا لِّمِیْقَاتِنَا ۚ— فَلَمَّاۤ اَخَذَتْهُمُ الرَّجْفَةُ قَالَ رَبِّ لَوْ شِئْتَ اَهْلَكْتَهُمْ مِّنْ قَبْلُ وَاِیَّایَ ؕ— اَتُهْلِكُنَا بِمَا فَعَلَ السُّفَهَآءُ مِنَّا ۚ— اِنْ هِیَ اِلَّا فِتْنَتُكَ ؕ— تُضِلُّ بِهَا مَنْ تَشَآءُ وَتَهْدِیْ مَنْ تَشَآءُ ؕ— اَنْتَ وَلِیُّنَا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَاَنْتَ خَیْرُ الْغٰفِرِیْنَ ۟

૧૫૫. અને અમે નક્કી કરેલ સમય માટે મૂસાએ સિત્તેર વ્યક્તિઓને પોતાની કોમ માંથી પસંદ કર્યા, પછી જ્યારે તેમના પર ધરતીકંપ આવ્યો તો મૂસાએ કહ્યું, પાલનહાર! જો તું ઇચ્છતો તો આ પહેલા મને અને તને પણ નષ્ટ કરી શકતો હતો, શું તું અમને તે પાપના કારણે નષ્ટ કરવા જઈ રહ્યો છે, જે અમારા માંથી અજ્ઞાની લોકોએ કર્યું હતું, આ તો તારી એક કસોટી હતી, જેના દ્વારા જેની ઈચ્છા કરે તું તેને હિદાયત આપી દે અને જેને ઈચ્છે ગુમરાહ કરી દે છે, તું જ અમારો જવાબદાર છે, તું અમને માફ કર અને તું જ સૌથી વધારે માફ કરવાવાળો છે. info
التفاسير: