Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

Nomor Halaman:close

external-link copy
131 : 7

فَاِذَا جَآءَتْهُمُ الْحَسَنَةُ قَالُوْا لَنَا هٰذِهٖ ۚ— وَاِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّطَّیَّرُوْا بِمُوْسٰی وَمَنْ مَّعَهٗ ؕ— اَلَاۤ اِنَّمَا طٰٓىِٕرُهُمْ عِنْدَ اللّٰهِ وَلٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ ۟

૧૩૧. જ્યારે તેઓને કોઈ સુખ મળતું તો કહેતા કે આના હકદાર તો અમે જ છીએ અને જ્યારે કોઈ તકલીફ પહોંચતી તો તેને મૂસા અને તેના મીત્રો માટે અપશુકન ગણતા, જો કે અપશુકન તો અલ્લાહ પાસે તેઓની જ હતી, પરંતુ ઘણા લોકો વાત જાણતા ન હતા. info
التفاسير:

external-link copy
132 : 7

وَقَالُوْا مَهْمَا تَاْتِنَا بِهٖ مِنْ اٰیَةٍ لِّتَسْحَرَنَا بِهَا ۙ— فَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِیْنَ ۟

૧૩૨. અને તેઓ (મૂસાને) કહેતા કે તમે કોઈ પણ નિશાની અમારી સમક્ષ લઈ આવો તો પણ અને તારી વાત નહીં માનીએ. info
التفاسير:

external-link copy
133 : 7

فَاَرْسَلْنَا عَلَیْهِمُ الطُّوْفَانَ وَالْجَرَادَ وَالْقُمَّلَ وَالضَّفَادِعَ وَالدَّمَ اٰیٰتٍ مُّفَصَّلٰتٍ ۫— فَاسْتَكْبَرُوْا وَكَانُوْا قَوْمًا مُّجْرِمِیْنَ ۟

૧૩૩. છેવટે અમે તેઓ પર વાવાઝોડું, તીડના ટોળા, માંકડ અને દેડકા અને લોહી એક એક કરી નિશનિરૂપે તેમના પર અઝાબ મોકલ્યો, તો પણ તેઓ ઘમંડ કરતા રહ્યા અને તે લોકો અપરાધી હતા. info
التفاسير:

external-link copy
134 : 7

وَلَمَّا وَقَعَ عَلَیْهِمُ الرِّجْزُ قَالُوْا یٰمُوْسَی ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ— لَىِٕنْ كَشَفْتَ عَنَّا الرِّجْزَ لَنُؤْمِنَنَّ لَكَ وَلَنُرْسِلَنَّ مَعَكَ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ۚ

૧૩૪. અને જ્યારે તેઓ પર કોઇ અઝાબ આવી પહોંચતો તો તેઓ કહેતા કે હે મૂસા! તારા પાલનહારે તને જે (દુઆ કબૂલ કરવાનું) વચન આપ્યું છે, તું અમારા માટે દુઆ કર, જો તું અમારા પરથી અઝાબ દૂર કરી આપીશ તો અમે બની ઇસરાઇલને તારી સાથે મોકલી આપીશું, info
التفاسير:

external-link copy
135 : 7

فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الرِّجْزَ اِلٰۤی اَجَلٍ هُمْ بٰلِغُوْهُ اِذَا هُمْ یَنْكُثُوْنَ ۟

૧૩૫. પછી જ્યારે અમે તેમના પરથી તે અઝાબ (એક બીજા પ્રકારના અઝાબ આવવા સુધી) હટાવી દેતા, તો તેઓ તરત જ વચનભંગ કરવા લાગતા. info
التفاسير:

external-link copy
136 : 7

فَانْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ فِی الْیَمِّ بِاَنَّهُمْ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَكَانُوْا عَنْهَا غٰفِلِیْنَ ۟

૧૩૬. પછી અમે તેઓ સાથે બદલો લીધો, એટલે કે તેઓને સમુદ્રમાં ડુબાડી દીધા, અમારી આયતોને જુઠલાવવાના કારણે અને તેનાથી ઘણાં અળગા રહેતા હતા. info
التفاسير:

external-link copy
137 : 7

وَاَوْرَثْنَا الْقَوْمَ الَّذِیْنَ كَانُوْا یُسْتَضْعَفُوْنَ مَشَارِقَ الْاَرْضِ وَمَغَارِبَهَا الَّتِیْ بٰرَكْنَا فِیْهَا ؕ— وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ الْحُسْنٰی عَلٰی بَنِیْۤ اِسْرَآءِیْلَ ۙ۬— بِمَا صَبَرُوْا ؕ— وَدَمَّرْنَا مَا كَانَ یَصْنَعُ فِرْعَوْنُ وَقَوْمُهٗ وَمَا كَانُوْا یَعْرِشُوْنَ ۟

૧૩૭. અને અમે તેમન નાયબ તે લોકોને બનાવ્યા, જેમને કમજોર સમજવામાં આવતા હતા, અને તે જમીન (ના પણ) વારસદાર બનાવ્યા, જેના પૂર્વ અને પશ્ચિમમાં અમે બરકતો મૂકી છે, અને બની ઇસરાઇલ માટે આપનું વચન પૂરું થઈ ગયું, કારણકે તેઓ સબર કર્યું હતું અને ફિરઔન અને તેની કોમ જે કંઈ ઇમારતો બનાવતી હતી બધું જ અમે નષ્ટ કરી દીધું. info
التفاسير: