Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

Nomor Halaman:close

external-link copy
84 : 3

قُلْ اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ عَلَیْنَا وَمَاۤ اُنْزِلَ عَلٰۤی اِبْرٰهِیْمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِیَ مُوْسٰی وَعِیْسٰی وَالنَّبِیُّوْنَ مِنْ رَّبِّهِمْ ۪— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْهُمْ ؗ— وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟

૮૪. તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર ઉતારવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ, ઇસ્માઇલ, યાકૂબ અને તેઓના સંતાનો પર ઉતારવામાં આવ્યું અને જે કંઇ મૂસા, ઇસા, અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે. info
التفاسير:

external-link copy
85 : 3

وَمَنْ یَّبْتَغِ غَیْرَ الْاِسْلَامِ دِیْنًا فَلَنْ یُّقْبَلَ مِنْهُ ۚ— وَهُوَ فِی الْاٰخِرَةِ مِنَ الْخٰسِرِیْنَ ۟

૮૫. અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે. info
التفاسير:

external-link copy
86 : 3

كَیْفَ یَهْدِی اللّٰهُ قَوْمًا كَفَرُوْا بَعْدَ اِیْمَانِهِمْ وَشَهِدُوْۤا اَنَّ الرَّسُوْلَ حَقٌّ وَّجَآءَهُمُ الْبَیِّنٰتُ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟

૮૬. અલ્લાહ તઆલા તે લોકોને કેવી રીતે હિદાયત આપશે, જેઓ ઈમાન લાવ્યા પછી કૂફરને અપનાવ્યું? જો કે તેઓ પોતે જ સાક્ષી આપી ચુક્યા છે કે આ પયગંબર સત્ય માર્ગ પર છે અને તે લોકો પાસે સ્પષ્ટ પુરાવા પણ આવી ચુક્યા છે, અને અલ્લાહ તઆલા આવા જાલીમો લોકોને હિદાયત નથી આપતો. info
التفاسير:

external-link copy
87 : 3

اُولٰٓىِٕكَ جَزَآؤُهُمْ اَنَّ عَلَیْهِمْ لَعْنَةَ اللّٰهِ وَالْمَلٰٓىِٕكَةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟ۙ

૮૭. તેઓની આ જ સજા છે કે તેઓ પર અલ્લાહ તઆલાની, ફરિશ્તાઓની અને દરેક લોકોની લઅનત (ફીટકાર) થાય. info
التفاسير:

external-link copy
88 : 3

خٰلِدِیْنَ فِیْهَا ۚ— لَا یُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟ۙ

૮૮. જેમાં તેઓ હંમેશા પડી રહેશે, તેઓના અઝાબને ન તો હલકો કરવામાં આવશે અને ન તો તેઓને મોહલત આપવામાં આવશે. info
التفاسير:

external-link copy
89 : 3

اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْا ۫— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૮૯. પરંતુ જે લોકો આ પછી તૌબા અને સુધારો કરી લેં તો (તેઓ તેનાથી બચી શકે છે) કારણકે અલ્લાહ તઆલા અત્યંત માફ કરવાવાળો અને અત્યંત કૃપાળુ છે. info
التفاسير:

external-link copy
90 : 3

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بَعْدَ اِیْمَانِهِمْ ثُمَّ ازْدَادُوْا كُفْرًا لَّنْ تُقْبَلَ تَوْبَتُهُمْ ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الضَّآلُّوْنَ ۟

૯૦. નિઃશંક જે લોકો પોતાના ઇમાન લાવવા પછી કૂફર કરે પછી કૂફરમાં વધતા જ ગયા તો તેઓની તૌબા કદાપિ કબુલ કરવામાં નહી આવે, આ જ પથભ્રષ્ટ લોકો છે. info
التفاسير:

external-link copy
91 : 3

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَمَاتُوْا وَهُمْ كُفَّارٌ فَلَنْ یُّقْبَلَ مِنْ اَحَدِهِمْ مِّلْءُ الْاَرْضِ ذَهَبًا وَّلَوِ افْتَدٰی بِهٖ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌۙ— وَّمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟۠

૯૧. હાં જે લોકો કાફિર થયા અને મૃત્યુ સુધી કાફિર જ બનીને રહે, તેઓ માંથી જો કોઇ ધરતી ભરીને સોનું આપી છૂટી જવા માંગે તો પણ કદાપિ કબુલ કરવામાં નહી આવે. આ જ લોકો છે જેમના માટે દુ:ખદાયી અઝાબ છે, અને જેઓની મદદ કરનાર કોઇ નથી. info
التفاسير: