Terjemahan makna Alquran Alkarim - Terjemahan Berbahasa Gujarat - Rabella Al-'Umari

આલિ ઇમરાન

external-link copy
1 : 3

الٓمَّٓ ۟ۙۚ

૧. અલિફ્- લામ્-મીમ્ [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 3

اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَیُّ الْقَیُّوْمُ ۟ؕ

૨. અલ્લાહ તઆલા સિવાય કોઈ ઇલાહ નથી, તે હંમેશાથી જીવિત અને દરેક વસ્તુઓને કાયમ રાખનાર છે. info
التفاسير:

external-link copy
3 : 3

نَزَّلَ عَلَیْكَ الْكِتٰبَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیْهِ وَاَنْزَلَ التَّوْرٰىةَ وَالْاِنْجِیْلَ ۟ۙ

૩. તેણે જ તમારા પર એવી કિતાબ ઉતારી છે, જે સત્ય લઈને આવી, અને પહેલાની (કિતાબોની) પુષ્ટી કરનારી છે, તેણે (અલ્લાહ) જ તે પહેલા તૌરાત અને ઇન્જિલને ઉતારવામાં આવી હતી. info
التفاسير:

external-link copy
4 : 3

مِنْ قَبْلُ هُدًی لِّلنَّاسِ وَاَنْزَلَ الْفُرْقَانَ ؕ۬— اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ اللّٰهِ لَهُمْ عَذَابٌ شَدِیْدٌ ؕ— وَاللّٰهُ عَزِیْزٌ ذُو انْتِقَامٍ ۟ؕ

૪. અને આ પહેલા (તૌરાત અને ઇન્જિલ્) જેમાં લોકો માટે હિદાયત હતી, અને (તેના પછી) ફુરકાન (કુરઆન મજીદ) ઉતાર્યું, (અર્થાત જે હક અને બાતેલમાં ફર્ક કરે છે), હવે જે લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરે છે તેઓને સખત અઝાબ મળશે, અને અલ્લાહ વિજયી, બદલો લેવાવાળો છે. info
التفاسير:

external-link copy
5 : 3

اِنَّ اللّٰهَ لَا یَخْفٰی عَلَیْهِ شَیْءٌ فِی الْاَرْضِ وَلَا فِی السَّمَآءِ ۟ؕ

૫. અલ્લાહ તે છે, જેનાથી કંઈ પણ વસ્તુ, ભલેને તે ધરતીમાં હોય કે આકાશમાં, છૂપી નથી રહી શકતી. info
التفاسير:

external-link copy
6 : 3

هُوَ الَّذِیْ یُصَوِّرُكُمْ فِی الْاَرْحَامِ كَیْفَ یَشَآءُ ؕ— لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૬. તે જ માઁ ના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે વિજયી છે, હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
7 : 3

هُوَ الَّذِیْۤ اَنْزَلَ عَلَیْكَ الْكِتٰبَ مِنْهُ اٰیٰتٌ مُّحْكَمٰتٌ هُنَّ اُمُّ الْكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ ؕ— فَاَمَّا الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ زَیْغٌ فَیَتَّبِعُوْنَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَآءَ الْفِتْنَةِ وَابْتِغَآءَ تَاْوِیْلِهٖ ؔۚ— وَمَا یَعْلَمُ تَاْوِیْلَهٗۤ اِلَّا اللّٰهُ ۘؐ— وَالرّٰسِخُوْنَ فِی الْعِلْمِ یَقُوْلُوْنَ اٰمَنَّا بِهٖ ۙ— كُلٌّ مِّنْ عِنْدِ رَبِّنَا ۚ— وَمَا یَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الْاَلْبَابِ ۟

૭. તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે. info
التفاسير:

external-link copy
8 : 3

رَبَّنَا لَا تُزِغْ قُلُوْبَنَا بَعْدَ اِذْ هَدَیْتَنَا وَهَبْ لَنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟

૮. (અને આમ દુઆ કરે છે) કે હે અમારા પાલનહાર! અમને હિદાયત આપ્યા પછી અમારા હૃદયોને ગેરમાર્ગે ન દોરીશ અને અમને તારી પાસેથી કૃપા આપ, નિંશંક તું જ ઘણું જ આપનાર છે. info
التفاسير:

external-link copy
9 : 3

رَبَّنَاۤ اِنَّكَ جَامِعُ النَّاسِ لِیَوْمٍ لَّا رَیْبَ فِیْهِ ؕ— اِنَّ اللّٰهَ لَا یُخْلِفُ الْمِیْعَادَ ۟۠

૯. હે અમારા પાલનહાર! તું ખરેખર લોકોને એક દિવસે ભેગા કરવાવાળો છે, જેના આવવામાં કોઇ શંકા નથી, નિંશંક અલ્લાહ તઆલા વચનભંગ નથી કરતો. info
التفاسير: