Traduction des sens du Noble Coran - La traduction gujarati - Râbîlâ Al 'Umrî

અલ્ મુદષષિર

external-link copy
1 : 74

یٰۤاَیُّهَا الْمُدَّثِّرُ ۟ۙ

૧. હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો. info
التفاسير:

external-link copy
2 : 74

قُمْ فَاَنْذِرْ ۟ۙ

૨. ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો. info
التفاسير:

external-link copy
3 : 74

وَرَبَّكَ فَكَبِّرْ ۟ۙ

૩. અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો info
التفاسير:

external-link copy
4 : 74

وَثِیَابَكَ فَطَهِّرْ ۟ۙ

૪. અને પોતાના કપડા પાક સાફ રાખો. info
التفاسير:

external-link copy
5 : 74

وَالرُّجْزَ فَاهْجُرْ ۟ۙ

૫. અને ગંદકીથી દૂર રહો. info
التفاسير:

external-link copy
6 : 74

وَلَا تَمْنُنْ تَسْتَكْثِرُ ۟ۙ

૬. અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો. info
التفاسير:

external-link copy
7 : 74

وَلِرَبِّكَ فَاصْبِرْ ۟ؕ

૭. અને પોતાના પાલનહાર માટે સબર કરો. info
التفاسير:

external-link copy
8 : 74

فَاِذَا نُقِرَ فِی النَّاقُوْرِ ۟ۙ

૮. ફરી જ્યારે સૂરમાં ફૂંક મારવામાં આવશે. info
التفاسير:

external-link copy
9 : 74

فَذٰلِكَ یَوْمَىِٕذٍ یَّوْمٌ عَسِیْرٌ ۟ۙ

૯. તો તે દિવસ ખૂબ જ ભારે હશે. info
التفاسير:

external-link copy
10 : 74

عَلَی الْكٰفِرِیْنَ غَیْرُ یَسِیْرٍ ۟

૧૦. કાફિરો માટે સરળ નહીં હોય. info
التفاسير:

external-link copy
11 : 74

ذَرْنِیْ وَمَنْ خَلَقْتُ وَحِیْدًا ۟ۙ

૧૧. તે વ્યક્તિની બાબત મારા પર છોડી દો, જેને મેં એકલો પેદા કર્યો છે. info
التفاسير:

external-link copy
12 : 74

وَّجَعَلْتُ لَهٗ مَالًا مَّمْدُوْدًا ۟ۙ

૧૨. તેને ખૂબ માલ આપ્યો. info
التفاسير:

external-link copy
13 : 74

وَّبَنِیْنَ شُهُوْدًا ۟ۙ

૧૩. અને દરેક સમયે હાજર રહેવાવાળા બાળકો આપ્યા. info
التفاسير:

external-link copy
14 : 74

وَّمَهَّدْتُّ لَهٗ تَمْهِیْدًا ۟ۙ

૧૪. અને દરેક રીતે તેના માટે માર્ગ સરળ બનાવ્યો. info
التفاسير:

external-link copy
15 : 74

ثُمَّ یَطْمَعُ اَنْ اَزِیْدَ ۟ۙ

૧૫. પછી પણ લાલચ રાખે છે કે હું તેને હજુ વધારે આપું. info
التفاسير:

external-link copy
16 : 74

كَلَّا ؕ— اِنَّهٗ كَانَ لِاٰیٰتِنَا عَنِیْدًا ۟ؕ

૧૬. આવું ક્યારેય નહીં થાય કેમકે તે અમારી આયતોથી દુશ્મની રાખે છે. info
التفاسير:

external-link copy
17 : 74

سَاُرْهِقُهٗ صَعُوْدًا ۟ؕ

૧૭. હું નજીક માંજ તેને સખત ચઢાવીશ. info
التفاسير:

external-link copy
18 : 74

اِنَّهٗ فَكَّرَ وَقَدَّرَ ۟ۙ

૧૮. તેણે વિચાર કર્યો અને વાતો બનાવવાનો પ્રયત્ન કર્યો. info
التفاسير:

external-link copy
19 : 74

فَقُتِلَ كَیْفَ قَدَّرَ ۟ۙ

૧૯. બસ તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી? info
التفاسير:

external-link copy
20 : 74

ثُمَّ قُتِلَ كَیْفَ قَدَّرَ ۟ۙ

૨૦. પછી તેને નષ્ટ કરી દેવામાં આવે, તેણે કેવી વાત બનાવી? info
التفاسير:

external-link copy
21 : 74

ثُمَّ نَظَرَ ۟ۙ

૨૧. તેણે (પોતાના સાથીઓ તરફ) જોયુ. info
التفاسير:

external-link copy
22 : 74

ثُمَّ عَبَسَ وَبَسَرَ ۟ۙ

૨૨. પછી તેણે કપાળ ચઢાવ્યું અને મોઢું બગાડ્યુ. info
التفاسير:

external-link copy
23 : 74

ثُمَّ اَدْبَرَ وَاسْتَكْبَرَ ۟ۙ

૨૩. પછી ત્યાંથી જતો રહ્યો અને ઘમંડ કરવા લાગ્યો. info
التفاسير:

external-link copy
24 : 74

فَقَالَ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ یُّؤْثَرُ ۟ۙ

૨૪. અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે, જે નકલ કરવામાં આવી રહ્યું છે. info
التفاسير:

external-link copy
25 : 74

اِنْ هٰذَاۤ اِلَّا قَوْلُ الْبَشَرِ ۟ؕ

૨૫. આ તો માનવીની જ વાત છે. info
التفاسير:

external-link copy
26 : 74

سَاُصْلِیْهِ سَقَرَ ۟

૨૬. હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ. info
التفاسير:

external-link copy
27 : 74

وَمَاۤ اَدْرٰىكَ مَا سَقَرُ ۟ؕ

૨૭. અને તમને શું ખબર કે જહન્નમ શું છે? info
التفاسير:

external-link copy
28 : 74

لَا تُبْقِیْ وَلَا تَذَرُ ۟ۚ

૨૮. ન તે બાકી રાખશે અને ન તો છોડશે. info
التفاسير:

external-link copy
29 : 74

لَوَّاحَةٌ لِّلْبَشَرِ ۟ۚ

૨૯. ચામડીને બાળી નાખશે. info
التفاسير:

external-link copy
30 : 74

عَلَیْهَا تِسْعَةَ عَشَرَ ۟ؕ

૩૦. અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે. info
التفاسير:

external-link copy
31 : 74

وَمَا جَعَلْنَاۤ اَصْحٰبَ النَّارِ اِلَّا مَلٰٓىِٕكَةً ۪— وَّمَا جَعَلْنَا عِدَّتَهُمْ اِلَّا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا ۙ— لِیَسْتَیْقِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَیَزْدَادَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِیْمَانًا وَّلَا یَرْتَابَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَالْمُؤْمِنُوْنَ ۙ— وَلِیَقُوْلَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّالْكٰفِرُوْنَ مَاذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ؕ— كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَیَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ— وَمَا یَعْلَمُ جُنُوْدَ رَبِّكَ اِلَّا هُوَ ؕ— وَمَا هِیَ اِلَّا ذِكْرٰی لِلْبَشَرِ ۟۠

૩૧. અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યાને કાફિરો માટે કસોટી બનાવી છે. જેથી અહલે કિતાબ યકીન કરવા લાગે કે ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને અહલે કિતાબ અને ઇમાનવાળા કોઈ શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, તેને ગુમરાહ કરી દે છે અને જેને ઇચ્છે, હિદાયત પર લાવી દે છે અને તમારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ (જહન્નમનું વર્ણન) ફક્ત એટલા માટે કે લોકો શિખામણ પ્રાપ્ત કરે. info
التفاسير:

external-link copy
32 : 74

كَلَّا وَالْقَمَرِ ۟ۙ

૩૨. (પરંતુ આ લોકો ક્યારેય શિખામણ પ્રાપ્ત નહી કરે) ચંદ્રની કસમ. info
التفاسير:

external-link copy
33 : 74

وَالَّیْلِ اِذْ اَدْبَرَ ۟ۙ

૩૩. અને રાતની, જ્યારે તે જવા લાગે. info
التفاسير:

external-link copy
34 : 74

وَالصُّبْحِ اِذَاۤ اَسْفَرَ ۟ۙ

૩૪. અને સવારની, જ્યારે તે પ્રકાશિત થઇ જાય. info
التفاسير:

external-link copy
35 : 74

اِنَّهَا لَاِحْدَی الْكُبَرِ ۟ۙ

૩૫. કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે. info
التفاسير:

external-link copy
36 : 74

نَذِیْرًا لِّلْبَشَرِ ۟ۙ

૩૬. તે માનવીઓ માટે ભયનું કારણ છે. info
التفاسير:

external-link copy
37 : 74

لِمَنْ شَآءَ مِنْكُمْ اَنْ یَّتَقَدَّمَ اَوْ یَتَاَخَّرَ ۟ؕ

૩૭. જે તમારા માંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહેવા ઈચ્છે. info
التفاسير:

external-link copy
38 : 74

كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ رَهِیْنَةٌ ۟ۙ

૩૮. દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગિરવે છે. info
التفاسير:

external-link copy
39 : 74

اِلَّاۤ اَصْحٰبَ الْیَمِیْنِ ۟ؕۛ

૩૯. સિવાય જમણા હાથવાળા. info
التفاسير:

external-link copy
40 : 74

فِیْ جَنّٰتٍ ۛ۫— یَتَسَآءَلُوْنَ ۟ۙ

૪૦. કે તેઓ જન્નતોમાં હશે, તેઓ પૂછી રહ્યા હશે. info
التفاسير:

external-link copy
41 : 74

عَنِ الْمُجْرِمِیْنَ ۟ۙ

૪૧. ગુનેગાર વિશે info
التفاسير:

external-link copy
42 : 74

مَا سَلَكَكُمْ فِیْ سَقَرَ ۟

૪૨. તમને જહન્નમમાં કઇ વસ્તુ લઈને આવી. info
التفاسير:

external-link copy
43 : 74

قَالُوْا لَمْ نَكُ مِنَ الْمُصَلِّیْنَ ۟ۙ

૪૩. તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા. info
التفاسير:

external-link copy
44 : 74

وَلَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِیْنَ ۟ۙ

૪૪. ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા. info
التفاسير:

external-link copy
45 : 74

وَكُنَّا نَخُوْضُ مَعَ الْخَآىِٕضِیْنَ ۟ۙ

૪૫. અને અમે વાદવિવાદ કરનારની સાથે વ્યસ્ત રહેતા હતાં. info
التفاسير:

external-link copy
46 : 74

وَكُنَّا نُكَذِّبُ بِیَوْمِ الدِّیْنِ ۟ۙ

૪૬. અને બદલાના દિવસને જૂઠલાવતા હતા. info
التفاسير:

external-link copy
47 : 74

حَتّٰۤی اَتٰىنَا الْیَقِیْنُ ۟ؕ

૪૭. અહીં સુધી કે અમને મોત આવી ગઈ. info
التفاسير:

external-link copy
48 : 74

فَمَا تَنْفَعُهُمْ شَفَاعَةُ الشّٰفِعِیْنَ ۟ؕ

૪૮. (તે સમયે) ભલામણ કરનારાઓની ભલામણ તેમને કઈ ફાયદો નહીં પહોંચાડી શકે. info
التفاسير:

external-link copy
49 : 74

فَمَا لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضِیْنَ ۟ۙ

૪૯. તેમને શું થઇ ગયું છે? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે. info
التفاسير:

external-link copy
50 : 74

كَاَنَّهُمْ حُمُرٌ مُّسْتَنْفِرَةٌ ۟ۙ

૫૦. જાણે કે તેઓ જંગલી ગધેડા હોય. info
التفاسير:

external-link copy
51 : 74

فَرَّتْ مِنْ قَسْوَرَةٍ ۟ؕ

૫૧. જે સિંહથી ડરીને ભાગ્યા હોય. info
التفاسير:

external-link copy
52 : 74

بَلْ یُرِیْدُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ اَنْ یُّؤْتٰی صُحُفًا مُّنَشَّرَةً ۟ۙ

૫૨. પરંતુ તેમના માંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને સ્પષ્ટ કિતાબ આપવામાં આવે. info
التفاسير:

external-link copy
53 : 74

كَلَّا ؕ— بَلْ لَّا یَخَافُوْنَ الْاٰخِرَةَ ۟ؕ

૫૩. ક્યારેય નહિ, સાચી વાત એ કે આ લોકો આખિરતથી નથી ડરતા. info
التفاسير:

external-link copy
54 : 74

كَلَّاۤ اِنَّهٗ تَذْكِرَةٌ ۟ۚ

૫૪. સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે. info
التفاسير:

external-link copy
55 : 74

فَمَنْ شَآءَ ذَكَرَهٗ ۟ؕ

૫૫. હવે જે ઇચ્છે, તે શિખામણ પ્રાપ્ત કરે. info
التفاسير:

external-link copy
56 : 74

وَمَا یَذْكُرُوْنَ اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ؕ— هُوَ اَهْلُ التَّقْوٰی وَاَهْلُ الْمَغْفِرَةِ ۟۠

૫૬. અને તેઓ શિખામણ પ્રાપ્ત નહીં કરે પરંતુ એ કે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તે જ માફ કરવાવાળો છે. info
التفاسير: