Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo ngoo e haala Gujarati - Rabila Al-Umry.

Tonngoode hello ngoo:close

external-link copy
35 : 16

وَقَالَ الَّذِیْنَ اَشْرَكُوْا لَوْ شَآءَ اللّٰهُ مَا عَبَدْنَا مِنْ دُوْنِهٖ مِنْ شَیْءٍ نَّحْنُ وَلَاۤ اٰبَآؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ دُوْنِهٖ مِنْ شَیْءٍ ؕ— كَذٰلِكَ فَعَلَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۚ— فَهَلْ عَلَی الرُّسُلِ اِلَّا الْبَلٰغُ الْمُبِیْنُ ۟

૩૫. આ મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ વાત તેમનાથી પહેલાના લોકો પણ કરતા રહ્યા. પયગંબરોનું જવાબદારી ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે. info
التفاسير:

external-link copy
36 : 16

وَلَقَدْ بَعَثْنَا فِیْ كُلِّ اُمَّةٍ رَّسُوْلًا اَنِ اعْبُدُوا اللّٰهَ وَاجْتَنِبُوا الطَّاغُوْتَ ۚ— فَمِنْهُمْ مَّنْ هَدَی اللّٰهُ وَمِنْهُمْ مَّنْ حَقَّتْ عَلَیْهِ الضَّلٰلَةُ ؕ— فَسِیْرُوْا فِی الْاَرْضِ فَانْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِیْنَ ۟

૩૬. અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો, પછી કેટલાક એવા લોકો હતા જેમને અલ્લાહએ હિદાયત આપી, અને કેટલાક એવા લોકો હતા, જેમના માટે ગુમરાહી નક્કી થઈ ગઈ, બસ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ? info
التفاسير:

external-link copy
37 : 16

اِنْ تَحْرِصْ عَلٰی هُدٰىهُمْ فَاِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ یُّضِلُّ وَمَا لَهُمْ مِّنْ نّٰصِرِیْنَ ۟

૩૭. આવા લોકોની હિદાયત માટે ભલે તમે ઘણા ઇચ્છુક રહ્યા હોય, પરંતુ અલ્લાહ તઆલા જે લોકોને ગુમરાહ કરી દે તેને કોઈ હિદાયત નથી આપી શકતું, અને તેમની મદદ કરનાર પણ કોઈ નથી હોતું. info
التفاسير:

external-link copy
38 : 16

وَاَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ ۙ— لَا یَبْعَثُ اللّٰهُ مَنْ یَّمُوْتُ ؕ— بَلٰی وَعْدًا عَلَیْهِ حَقًّا وَّلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا یَعْلَمُوْنَ ۟ۙ

૩૮. તે લોકો મજબૂત કસમો ખાઇને કહે છે કે જે લોકો મૃત્યુ પામે તેમને અલ્લાહ બીજી વાર નહીં ઉઠાવે, કેમ નહીં ઉઠાવે, આ તો એક એવું વચન છે, જેને પૂરું કરવું અલ્લાહના શિરે છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. info
التفاسير:

external-link copy
39 : 16

لِیُبَیِّنَ لَهُمُ الَّذِیْ یَخْتَلِفُوْنَ فِیْهِ وَلِیَعْلَمَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّهُمْ كَانُوْا كٰذِبِیْنَ ۟

૩૯. આ ઉઠાવવું એટલા માટે પણ (જરૂરી છે) કે અલ્લાહ તેમની સામે તે સત્યતા સ્પષ્ટ કરી દે, જેમાં તેઓ વિવાદ કરી રહ્યા હતા, એટલા માટે (પણ જરૂરી) છે જે કાફિરો જાણી લે તેઓ પોતે જ જુઠા લોકો હતા. info
التفاسير:

external-link copy
40 : 16

اِنَّمَا قَوْلُنَا لِشَیْءٍ اِذَاۤ اَرَدْنٰهُ اَنْ نَّقُوْلَ لَهٗ كُنْ فَیَكُوْنُ ۟۠

૪૦. અમે જ્યારે કોઈ વસ્તુની ઇચ્છા કરીએ છીએ તો અમે ફકત એવું કહીએ છીએ કે “થઇ જા” બસ તે થઇ જાય છે. info
التفاسير:

external-link copy
41 : 16

وَالَّذِیْنَ هَاجَرُوْا فِی اللّٰهِ مِنْ بَعْدِ مَا ظُلِمُوْا لَنُبَوِّئَنَّهُمْ فِی الدُّنْیَا حَسَنَةً ؕ— وَلَاَجْرُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟ۙ

૪૧. જે લોકોએ જુલમ સહન કર્યા પછી અલ્લાહ તઆલાના માર્ગમાં વતનને છોડ્યું છે, અમે તેમને દુનિયામાં પણ ઉત્તમ ઠેકાણું આપીશું અને આખિરતનું વળતરતો ઘણું જ મોટું છે, કદાચ કે લોકો તેને જાણતા હોત. info
التفاسير:

external-link copy
42 : 16

الَّذِیْنَ صَبَرُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟

૪૨. (અર્થાત) તે લોકો, જેમણે સબર કર્યું અને પોતાના પાલનહાર પર જ ભરોસો કરતા રહ્યા. info
التفاسير: