Firo maanaaji al-quraan tedduɗo oo - Eggo ngoo e haala Gujarati - Rabila Al-Umry.

Tonngoode hello ngoo:close

external-link copy
94 : 16

وَلَا تَتَّخِذُوْۤا اَیْمَانَكُمْ دَخَلًا بَیْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوْتِهَا وَتَذُوْقُوا السُّوْٓءَ بِمَا صَدَدْتُّمْ عَنْ سَبِیْلِ اللّٰهِ ۚ— وَلَكُمْ عَذَابٌ عَظِیْمٌ ۟

૯૪. અને તમે પોતાની કસમોને એકબીજાને ધોકો આપવાનું કારણ ન બનાવો, નહીં તો તમારા પગ મજબૂત થઇ ગયા પછી ફરી ડગી જશે અને તમને સખત સજા ભોગવવી પડશે. કારણકે તમે અલ્લાહના માર્ગથી રોકતા હતા અને તમારા માટે ખૂબ જ સખત સજા હશે. info
التفاسير:

external-link copy
95 : 16

وَلَا تَشْتَرُوْا بِعَهْدِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا ؕ— اِنَّمَا عِنْدَ اللّٰهِ هُوَ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟

૯૫. તમે અલ્લાહને આપેલ વચનને નજીવી કિંમતે ન વેચો, યાદ રાખો! જે કઈ (બદલો) અલ્લાહ પાસે છે, તે જ તમારા માટે ઉત્તમ છે, શરત એ કે તમે જાણતા હોવ. info
التفاسير:

external-link copy
96 : 16

مَا عِنْدَكُمْ یَنْفَدُ وَمَا عِنْدَ اللّٰهِ بَاقٍ ؕ— وَلَنَجْزِیَنَّ الَّذِیْنَ صَبَرُوْۤا اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૯૬. તમારી પાસે જે કંઈ પણ છે બધું નષ્ટ થઇ જશે અને અલ્લાહ તઆલા પાસે જે કંઈ પણ છે તે બાકી રહેશે, અને સબર કરનારાઓ માટે તેમના ભલાઇના બદલામાં શ્રેષ્ઠ બદલો આપીશું. info
التفاسير:

external-link copy
97 : 16

مَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْیِیَنَّهٗ حَیٰوةً طَیِّبَةً ۚ— وَلَنَجْزِیَنَّهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟

૯૭. જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું. info
التفاسير:

external-link copy
98 : 16

فَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ فَاسْتَعِذْ بِاللّٰهِ مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ ۟

૯૮. કુરઆન પઢતી વખતે, ધૃત્કારેલા શેતાનથી અલ્લાહનું શરણ માંગો. info
التفاسير:

external-link copy
99 : 16

اِنَّهٗ لَیْسَ لَهٗ سُلْطٰنٌ عَلَی الَّذِیْنَ اٰمَنُوْا وَعَلٰی رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۟

૯૯. ઇમાનવાળાઓ અને પોતાના પાલનહાર પર ભરોસો કરનારાઓ પર (શેતાન)નો પ્રભાવ ક્યારેય નથી પડતો. info
التفاسير:

external-link copy
100 : 16

اِنَّمَا سُلْطٰنُهٗ عَلَی الَّذِیْنَ یَتَوَلَّوْنَهٗ وَالَّذِیْنَ هُمْ بِهٖ مُشْرِكُوْنَ ۟۠

૧૦૦. હાં, તેનો પ્રભાવ તેમના પર તો જરૂર પડે છે, જે તેની સાથે જ દોસ્તી કરે અને આવા લોકો જ અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવતા હોય છે. . info
التفاسير:

external-link copy
101 : 16

وَاِذَا بَدَّلْنَاۤ اٰیَةً مَّكَانَ اٰیَةٍ ۙ— وَّاللّٰهُ اَعْلَمُ بِمَا یُنَزِّلُ قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مُفْتَرٍ ؕ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟

૧૦૧. અને જ્યારે અમે એક આયતનાં બદલામાં બીજી આયત બદલીને ઉતારીએ છીએ, અને અલ્લાહ જે કઈ પણ ઉતારે છે, તેની (યોગ્યતા) તે ખૂબ સારી રીતે જાણે છે, તો તેઓ લોકો કહે છે કે તમે પોતે પોતાની પાસેથી આ આયત બનાવી લાવ્યા છો, વાત એ છે કે તેમના માંથી વધારે પડતા લોકો જાણતા જ નથી. info
التفاسير:

external-link copy
102 : 16

قُلْ نَزَّلَهٗ رُوْحُ الْقُدُسِ مِنْ رَّبِّكَ بِالْحَقِّ لِیُثَبِّتَ الَّذِیْنَ اٰمَنُوْا وَهُدًی وَّبُشْرٰی لِلْمُسْلِمِیْنَ ۟

૧૦૨. કહી દો કે આ (કુરઆન) તમારા પાલનહાર તરફથી જિબ્રઇલ સત્ય સાથે લઇને આવ્યા છે, જેથી અલ્લાહ તઆલા ઇમાનવાળાઓના ઈમાનને મજબુત કરી દે, અને મુસલમાનો માટે હિદાયત અને ખુશખબર છે. info
التفاسير: