Traducción de los significados del Sagrado Corán - Traducción gujarati - Rabiela al-Umari

Número de página:close

external-link copy
14 : 72

وَّاَنَّا مِنَّا الْمُسْلِمُوْنَ وَمِنَّا الْقٰسِطُوْنَ ؕ— فَمَنْ اَسْلَمَ فَاُولٰٓىِٕكَ تَحَرَّوْا رَشَدًا ۟

૧૪. અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો. info
التفاسير:

external-link copy
15 : 72

وَاَمَّا الْقٰسِطُوْنَ فَكَانُوْا لِجَهَنَّمَ حَطَبًا ۟ۙ

૧૫. અને જે અન્યાયી લોકો છે તે જહન્નમનું ઇંધણ બનશે. info
التفاسير:

external-link copy
16 : 72

وَّاَنْ لَّوِ اسْتَقَامُوْا عَلَی الطَّرِیْقَةِ لَاَسْقَیْنٰهُمْ مَّآءً غَدَقًا ۟ۙ

૧૬. અને જો લોકો સત્ય માર્ગ પર સીધા ચાલતા તો ખરેખર અમે તેમને પુષ્કળ માત્રામાં પાણી પીવડાવતા. info
التفاسير:

external-link copy
17 : 72

لِّنَفْتِنَهُمْ فِیْهِ ؕ— وَمَنْ یُّعْرِضْ عَنْ ذِكْرِ رَبِّهٖ یَسْلُكْهُ عَذَابًا صَعَدًا ۟ۙ

૧૭. જેથી અમે આ નેઅમત વડે તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના પાલનહારના ઝિકરથી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ તઆલા તેને સખત અઝાબમાં નાખી દેશે. info
التفاسير:

external-link copy
18 : 72

وَّاَنَّ الْمَسٰجِدَ لِلّٰهِ فَلَا تَدْعُوْا مَعَ اللّٰهِ اَحَدًا ۟ۙ

૧૮. અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો. info
التفاسير:

external-link copy
19 : 72

وَّاَنَّهٗ لَمَّا قَامَ عَبْدُ اللّٰهِ یَدْعُوْهُ كَادُوْا یَكُوْنُوْنَ عَلَیْهِ لِبَدًا ۟ؕ۠

૧૯. અને જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો તો નજીકમાં જ જૂથના જૂથ તેની ઉપર તુટી પડવા માટે તૈયાર થઇ ગયા. info
التفاسير:

external-link copy
20 : 72

قُلْ اِنَّمَاۤ اَدْعُوْا رَبِّیْ وَلَاۤ اُشْرِكُ بِهٖۤ اَحَدًا ۟

૨૦. તમે તેમને કહી દો કે હું તો ફકત મારા પાલનહારને જ પોકારુ છું અને તેની સાથે કોઇને પણ ભાગીદાર નથી ઠેરવતો. info
التفاسير:

external-link copy
21 : 72

قُلْ اِنِّیْ لَاۤ اَمْلِكُ لَكُمْ ضَرًّا وَّلَا رَشَدًا ۟

૨૧. કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો. info
التفاسير:

external-link copy
22 : 72

قُلْ اِنِّیْ لَنْ یُّجِیْرَنِیْ مِنَ اللّٰهِ اَحَدٌ ۙ۬— وَّلَنْ اَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا ۟ۙ

૨૨. કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું. info
التفاسير:

external-link copy
23 : 72

اِلَّا بَلٰغًا مِّنَ اللّٰهِ وَرِسٰلٰتِهٖ ؕ— وَمَنْ یَّعْصِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ لَهٗ نَارَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ۟ؕ

૨૩. પરંતુ હું અલ્લાહની વાત અને તેના આદેશો (લોકો સુધી) પહોંચાડી દઉ, (હવે) જે કોઈ અલ્લાહ અને તેના પયગંબરનું કહ્યું નહીં માને, તેના માટે જહન્નમ ની આગ છે, જેમાં તેઓ હંમેશા રહેશે. info
التفاسير:

external-link copy
24 : 72

حَتّٰۤی اِذَا رَاَوْا مَا یُوْعَدُوْنَ فَسَیَعْلَمُوْنَ مَنْ اَضْعَفُ نَاصِرًا وَّاَقَلُّ عَدَدًا ۟

૨૪. (આ લોકો પોતાના માર્ગથી અહી હટે) અહીં સુધી કે તેઓ તેને (અઝાબ) જોઇ ન લે, જેનું વચન તેમને આપવામાં આવે છે, બસ! નજીકમાં જ જાણી લેશે કે કોના મદદગાર નિર્બળ અને કોનું જૂથ ઓછું છે. info
التفاسير:

external-link copy
25 : 72

قُلْ اِنْ اَدْرِیْۤ اَقَرِیْبٌ مَّا تُوْعَدُوْنَ اَمْ یَجْعَلُ لَهٗ رَبِّیْۤ اَمَدًا ۟

૨૫. કહી દો કે મને ખબર નથી કે જેનું વચન (અઝાબ) તમને આપવામાં આવે છે, તે નજીક છે અથવા તેના માટે મારો પાલનહાર લાંબો સમયગાળો નક્કી કરી દે. info
التفاسير:

external-link copy
26 : 72

عٰلِمُ الْغَیْبِ فَلَا یُظْهِرُ عَلٰی غَیْبِهٖۤ اَحَدًا ۟ۙ

૨૬. તે ગૈબ જાણવાવાળો છે અને તે પોતાના ગૈબની જાણ કોઈને નથી આપતો. info
التفاسير:

external-link copy
27 : 72

اِلَّا مَنِ ارْتَضٰی مِنْ رَّسُوْلٍ فَاِنَّهٗ یَسْلُكُ مِنْ بَیْنِ یَدَیْهِ وَمِنْ خَلْفِهٖ رَصَدًا ۟ۙ

૨૭. સિવાય એવા પયગંબરને, જેને તે (કોઈ ગૈબની વાત જણાવવાનું) પસંદ કરે, પછી તે (વહી)ની આગળ-પાછળ ચોકીદાર નક્કી કરી દે છે. info
التفاسير:

external-link copy
28 : 72

لِّیَعْلَمَ اَنْ قَدْ اَبْلَغُوْا رِسٰلٰتِ رَبِّهِمْ وَاَحَاطَ بِمَا لَدَیْهِمْ وَاَحْصٰی كُلَّ شَیْءٍ عَدَدًا ۟۠

૨૮. જેથી તે જાણી લે કે તેઓએ પોતાના પાલનહારનાં આદેશો પહોચાડી દીધા છે, અને તે તેમની દરેક સ્થિતિને ઘેરી રાખી છે, અને તેણે દરેક વસ્તુની સંપૂર્ણ રીતે ગણતરી કરી રાખી છે. info
التفاسير: