Traducción de los significados del Sagrado Corán - Traducción gujarati - Rabiela al-Umari

Número de página:close

external-link copy
135 : 2

وَقَالُوْا كُوْنُوْا هُوْدًا اَوْ نَصٰرٰی تَهْتَدُوْا ؕ— قُلْ بَلْ مِلَّةَ اِبْرٰهٖمَ حَنِیْفًا ؕ— وَمَا كَانَ مِنَ الْمُشْرِكِیْنَ ۟

૧૩૫. યહૂદી લોકો કહે છે કે યહુદી બની જાઓ તો હિદાયત પામશો અને અને ઇસાઇ લોકો કહે છે કે ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે તેમને કહો, પરંતુ જે વ્યક્તિ ઈબ્રાહીમના દીન પર હશે, તે હિદાયત પામશે, અને ઇબ્રાહીમ ફકત અલ્લાહની જ બંદગી કરવાવાળા હતા અને તેઓ મુશરિક ન હતા. info
التفاسير:

external-link copy
136 : 2

قُوْلُوْۤا اٰمَنَّا بِاللّٰهِ وَمَاۤ اُنْزِلَ اِلَیْنَا وَمَاۤ اُنْزِلَ اِلٰۤی اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطِ وَمَاۤ اُوْتِیَ مُوْسٰی وَعِیْسٰی وَمَاۤ اُوْتِیَ النَّبِیُّوْنَ مِنْ رَّبِّهِمْ ۚ— لَا نُفَرِّقُ بَیْنَ اَحَدٍ مِّنْهُمْ ؗ— وَنَحْنُ لَهٗ مُسْلِمُوْنَ ۟

૧૩૬. હે મુસલમાનો! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે. info
التفاسير:

external-link copy
137 : 2

فَاِنْ اٰمَنُوْا بِمِثْلِ مَاۤ اٰمَنْتُمْ بِهٖ فَقَدِ اهْتَدَوْا ۚ— وَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا هُمْ فِیْ شِقَاقٍ ۚ— فَسَیَكْفِیْكَهُمُ اللّٰهُ ۚ— وَهُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟ؕ

૧૩૭. જો (કિતાબવાળાઓ) તમારી જેમ જ ઇમાન લાવે તો તેઓ પણ હિદાયત પર આવી જશે અને જો તેઓ મોઢું ફેરવે તો તે ખુલ્લા વિરોધી બની જશે, અલ્લાહ તઆલા તમારા માટે તેઓના વિરુદ્ધ પુરતો છે, અને તે બધું જ સાંભળનાર અને જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
138 : 2

صِبْغَةَ اللّٰهِ ۚ— وَمَنْ اَحْسَنُ مِنَ اللّٰهِ صِبْغَةً ؗ— وَّنَحْنُ لَهٗ عٰبِدُوْنَ ۟

૧૩૮. (અને તેઓને કહી દો કે અમે) અલ્લાહનો રંગ (અપનાવ્યો) અને અલ્લાહથી શ્રેષ્ઠ રંગ કોનો હોઇ શકે છે? અને અમે તો તેની જ બંદગી કરવાવાળા છે. info
التفاسير:

external-link copy
139 : 2

قُلْ اَتُحَآجُّوْنَنَا فِی اللّٰهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ ۚ— وَلَنَاۤ اَعْمَالُنَا وَلَكُمْ اَعْمَالُكُمْ ۚ— وَنَحْنُ لَهٗ مُخْلِصُوْنَ ۟ۙ

૧૩૯. તમે તેમને કહી દો, શું તમે અમારી સાથે અલ્લાહ બાબતે ઝઘડો કરી રહ્યા છે, જે અમારો અને તમારો પાલનહાર છે? અમારા માટે અમારા કાર્યો અને તમારા માટે તમારા કાર્યો છે, અમે તો (અમારી બંદગી) તેના માટે જ ખાસ કરી લીધી છે. info
التفاسير:

external-link copy
140 : 2

اَمْ تَقُوْلُوْنَ اِنَّ اِبْرٰهٖمَ وَاِسْمٰعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ وَالْاَسْبَاطَ كَانُوْا هُوْدًا اَوْ نَصٰرٰی ؕ— قُلْ ءَاَنْتُمْ اَعْلَمُ اَمِ اللّٰهُ ؕ— وَمَنْ اَظْلَمُ مِمَّنْ كَتَمَ شَهَادَةً عِنْدَهٗ مِنَ اللّٰهِ ؕ— وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟

૧૪૦. (હે કિતાબવાળાઓ) શું તમે એમ છો કે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેઓના સંતાન યહુદી અથવા ઇસાઇ હતા? કહી દો શું તમે વધુ જાણો છો અથવા અલ્લાહ તઆલા? અલ્લાહ પાસે ગવાહી છુપાવનારથી વધુ અત્યાચારી કોણ હોઇ શકે? અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી. info
التفاسير:

external-link copy
141 : 2

تِلْكَ اُمَّةٌ قَدْ خَلَتْ ۚ— لَهَا مَا كَسَبَتْ وَلَكُمْ مَّا كَسَبْتُمْ ۚ— وَلَا تُسْـَٔلُوْنَ عَمَّا كَانُوْا یَعْمَلُوْنَ ۟۠

૧૪૧. આ એક જૂથ હતું, જે પસાર થઇ ગયું, જે કંઈ તેઓએ કર્યુ તે તેઓ માટે છે અને જે તમે કર્યુ તે તમારા માટે છે, તમને તેઓના કાર્યોની બાબત પુછવામાં નહી આવે. info
التفاسير: