Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

external-link copy
44 : 5

اِنَّاۤ اَنْزَلْنَا التَّوْرٰىةَ فِیْهَا هُدًی وَّنُوْرٌ ۚ— یَحْكُمُ بِهَا النَّبِیُّوْنَ الَّذِیْنَ اَسْلَمُوْا لِلَّذِیْنَ هَادُوْا وَالرَّبّٰنِیُّوْنَ وَالْاَحْبَارُ بِمَا اسْتُحْفِظُوْا مِنْ كِتٰبِ اللّٰهِ وَكَانُوْا عَلَیْهِ شُهَدَآءَ ۚ— فَلَا تَخْشَوُا النَّاسَ وَاخْشَوْنِ وَلَا تَشْتَرُوْا بِاٰیٰتِیْ ثَمَنًا قَلِیْلًا ؕ— وَمَنْ لَّمْ یَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓىِٕكَ هُمُ الْكٰفِرُوْنَ ۟

૪૪. અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તેં પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા, અને પરહેજગાર લોકો તેમજ આલિમો પણ (તૌરાત મુજબ જ ફેંસલો કરતા હતા), કારણકે તેઓને અલ્લાહની કિતાબની સુરક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તે કિતાબ સત્ય હોવાના સાક્ષી પણ આપતા હતા, એટલા માટે તમે લોકોથી ન ડરશો પરંતુ મારાથી જ ડરો, અને મારી આયતોને નજીવી કિંમતના બદલામાં વેંચી ન નાખો, અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે. info
التفاسير: