Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

સબા

external-link copy
1 : 34

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ وَلَهُ الْحَمْدُ فِی الْاٰخِرَةِ ؕ— وَهُوَ الْحَكِیْمُ الْخَبِیْرُ ۟

૧. દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક છે. આખિરતમાં પણ પ્રશંસા તેના માટે જ છે, તે હિકમતવાળો અને (સંપૂર્ણ) ખબર રાખનાર છે. info
التفاسير:

external-link copy
2 : 34

یَعْلَمُ مَا یَلِجُ فِی الْاَرْضِ وَمَا یَخْرُجُ مِنْهَا وَمَا یَنْزِلُ مِنَ السَّمَآءِ وَمَا یَعْرُجُ فِیْهَا ؕ— وَهُوَ الرَّحِیْمُ الْغَفُوْرُ ۟

૨. જે ધરતીમાં ઉતરે છે અને જે તે માંથી ઊપજે છે અને એવી જ રીતે જે કઈ આકાશ માંથી ઉતરે અને જે કઈ તેની તરફ ચઢે છે, તે દરેક વસ્તુને જાણે છે અને તે દયાળુ, અત્યંત માફ કરનવાવાળો છે. info
التفاسير:

external-link copy
3 : 34

وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لَا تَاْتِیْنَا السَّاعَةُ ؕ— قُلْ بَلٰی وَرَبِّیْ لَتَاْتِیَنَّكُمْ ۙ— عٰلِمِ الْغَیْبِ ۚ— لَا یَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِی السَّمٰوٰتِ وَلَا فِی الْاَرْضِ وَلَاۤ اَصْغَرُ مِنْ ذٰلِكَ وَلَاۤ اَكْبَرُ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ ۟ۙ

૩. કાફિરો કહે છે કે અમારા પર કયામત નહીં આવે, તમે કહી દો! કે મારા પાલનહારની કસમ! કેમ નહી આવે, તે આવીને જ રહેશે, (તે પાલનહારની કસમ) જે ગેબ (નીવાતો)ને જાણે છે, તેનાથી એક કણ બરાબર પણ વસ્તુ આકાશો અને ધરતીમાં છુપી રહી શકતી નથી, પરંતુ તેના કરતા પણ નાની અને મોટી દરેક વસ્તુનો ઉલ્લેખ ખુલ્લી કિતાબમાં છે. info
التفاسير:

external-link copy
4 : 34

لِّیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ ؕ— اُولٰٓىِٕكَ لَهُمْ مَّغْفِرَةٌ وَّرِزْقٌ كَرِیْمٌ ۟

૪. (અને કયામત એટલા માટે આવશે) જેથી અલ્લાહ તઆલા તે લોકોને બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા આવા લોકો માટે માફી અને ઈજ્જતવાળી રોજી છે. info
التفاسير:

external-link copy
5 : 34

وَالَّذِیْنَ سَعَوْ فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓىِٕكَ لَهُمْ عَذَابٌ مِّنْ رِّجْزٍ اَلِیْمٌ ۟

૫. અને જે લોકોએ અમારી આયતોને હિન બતાવવા માટે મહેનત કરી છે, તેમના માટે ખૂબ જ દુ:ખદાયી અઝાબ છે. info
التفاسير:

external-link copy
6 : 34

وَیَرَی الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ الَّذِیْۤ اُنْزِلَ اِلَیْكَ مِنْ رَّبِّكَ هُوَ الْحَقَّ ۙ— وَیَهْدِیْۤ اِلٰی صِرَاطِ الْعَزِیْزِ الْحَمِیْدِ ۟

૬. અને જે લોકોની પાસે જ્ઞાન છે, તેઓ સારી રીતે જાણે છે કે જે કંઈ તમારા પાલનહાર તરફથી તમારી તરફ ઉતારવામાં આવ્યું છે, તે (ખરેખર) સત્ય છે અને તે અલ્લાહનો માર્ગ બતાવે છે, જે વિજયી, પ્રશંસાને લાયક છે. info
التفاسير:

external-link copy
7 : 34

وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا هَلْ نَدُلُّكُمْ عَلٰی رَجُلٍ یُّنَبِّئُكُمْ اِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ ۙ— اِنَّكُمْ لَفِیْ خَلْقٍ جَدِیْدٍ ۟ۚ

૭. અને કાફિર (એકબીજાને) કહે છે, શું અમે તમને એક એવો વ્યક્તિ ન બતાવીએ, જે એવી વાત કહી રહ્યો છે કે જ્યારે તમે (મૃત્યુ પછી) અત્યંત કણ કણ બની જશો, તો તમે ફરીવાર પેદા કરવામાં આવશો. info
التفاسير: