Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

અશ્ શુઅરાઅ

external-link copy
1 : 26

طٰسٓمّٓ ۟

૧. તો-સીમ્-મીમ [1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 26

تِلْكَ اٰیٰتُ الْكِتٰبِ الْمُبِیْنِ ۟

૨. આ તે કિતાબની આયતો છે, જે સત્યને સ્પષ્ટ કરી દે છે. info
التفاسير:

external-link copy
3 : 26

لَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ اَلَّا یَكُوْنُوْا مُؤْمِنِیْنَ ۟

૩. (હે નબી) જો આ લોકો ઈમાન નથી લાવતા તો આ દુ:ખમાં કદાચ તમે પોતાને જ હલાક કરી નાખો. info
التفاسير:

external-link copy
4 : 26

اِنْ نَّشَاْ نُنَزِّلْ عَلَیْهِمْ مِّنَ السَّمَآءِ اٰیَةً فَظَلَّتْ اَعْنَاقُهُمْ لَهَا خٰضِعِیْنَ ۟

૪. જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી. info
التفاسير:

external-link copy
5 : 26

وَمَا یَاْتِیْهِمْ مِّنْ ذِكْرٍ مِّنَ الرَّحْمٰنِ مُحْدَثٍ اِلَّا كَانُوْا عَنْهُ مُعْرِضِیْنَ ۟

૫. અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે કોઈ નવી શિખામણ આવે છે, તો આ લોકો તેનાથી મોઢું ફેરવી લે છે. info
التفاسير:

external-link copy
6 : 26

فَقَدْ كَذَّبُوْا فَسَیَاْتِیْهِمْ اَنْۢبٰٓؤُا مَا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۟

૬. તે લોકોએ જુઠલાવી ચુક્યા છે, હવે તેમના માટે નજીકમાં જ તે વાતોની ખબર પડી જશે, જેની તેઓ મશ્કરી કરી રહ્યા હતા. info
التفاسير:

external-link copy
7 : 26

اَوَلَمْ یَرَوْا اِلَی الْاَرْضِ كَمْ اَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ زَوْجٍ كَرِیْمٍ ۟

૭. શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે? info
التفاسير:

external-link copy
8 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૮. નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
9 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૯. અને ખરેખર તમારો પાલનહાર દરેક વસ્તુ પર પ્રભુત્વ ધરાવે છે અને અત્યંત દયાળુ છે. info
التفاسير:

external-link copy
10 : 26

وَاِذْ نَادٰی رَبُّكَ مُوْسٰۤی اَنِ ائْتِ الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۙ

૧૦. અને (તે કિસ્સો યાદ કરો) જ્યારે તમારા પાલનહારે મૂસાને પોકાર્યા કે તમે જાલિમ કોમ તરફ જાઓ. info
التفاسير:

external-link copy
11 : 26

قَوْمَ فِرْعَوْنَ ؕ— اَلَا یَتَّقُوْنَ ۟

૧૧. અર્થાત ફિરઔનની કોમ પાસે, શું તે ડરતા નથી? info
التفاسير:

external-link copy
12 : 26

قَالَ رَبِّ اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِ ۟ؕ

૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે. info
التفاسير:

external-link copy
13 : 26

وَیَضِیْقُ صَدْرِیْ وَلَا یَنْطَلِقُ لِسَانِیْ فَاَرْسِلْ اِلٰی هٰرُوْنَ ۟

૧૩. અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે અને મારી જબાન ચાલતી નથી, બસ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર. info
التفاسير:

external-link copy
14 : 26

وَلَهُمْ عَلَیَّ ذَنْۢبٌ فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِ ۟ۚۖ

૧૪. અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે. info
التفاسير:

external-link copy
15 : 26

قَالَ كَلَّا ۚ— فَاذْهَبَا بِاٰیٰتِنَاۤ اِنَّا مَعَكُمْ مُّسْتَمِعُوْنَ ۟

૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે. info
التفاسير:

external-link copy
16 : 26

فَاْتِیَا فِرْعَوْنَ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ

૧૬. તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો કે ખરેખર અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે. info
التفاسير:

external-link copy
17 : 26

اَنْ اَرْسِلْ مَعَنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

૧૭. (અને એટલા માટે આવ્યા છે) કે તું બની ઇસ્રાઇલને (આઝાદ કરી) અમારી સાથે મોકલી દે. info
التفاسير:

external-link copy
18 : 26

قَالَ اَلَمْ نُرَبِّكَ فِیْنَا وَلِیْدًا وَّلَبِثْتَ فِیْنَا مِنْ عُمُرِكَ سِنِیْنَ ۟ۙ

૧૮. ફિરઔને કહ્યું કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ કર્યું ન હતું? અને તે પોતાની વયના ઘણા વર્ષો અમારી સાથે પસાર કર્યા ન હતા? info
التفاسير:

external-link copy
19 : 26

وَفَعَلْتَ فَعْلَتَكَ الَّتِیْ فَعَلْتَ وَاَنْتَ مِنَ الْكٰفِرِیْنَ ۟

૧૯. પછી તેં તે કામ કર્યું, જે તું કરીને જતો રહ્યો અને તું કૃતઘ્ની છે. info
التفاسير:

external-link copy
20 : 26

قَالَ فَعَلْتُهَاۤ اِذًا وَّاَنَا مِنَ الضَّآلِّیْنَ ۟ؕ

૨૦. મૂસાએ જવાબ આપ્યો કે તે કામ મારાથી ભૂલથી થઇ ગયું હતું, info
التفاسير:

external-link copy
21 : 26

فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِیْ رَبِّیْ حُكْمًا وَّجَعَلَنِیْ مِنَ الْمُرْسَلِیْنَ ۟

૨૧. પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે હિકમત આપી. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો. info
التفاسير:

external-link copy
22 : 26

وَتِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَیَّ اَنْ عَبَّدْتَّ بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

૨૨. જે ઉપકાર તું મારી સામે વર્ણન કરી રહ્યો છે, તે એટલા માટે કે તે બને ઇસ્રાઇલને ગુલામ બનાવી રાખી હતી. info
التفاسير:

external-link copy
23 : 26

قَالَ فِرْعَوْنُ وَمَا رَبُّ الْعٰلَمِیْنَ ۟

૨૩. ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે? info
التفاسير:

external-link copy
24 : 26

قَالَ رَبُّ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ ۟

૨૪. મૂસાએ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય. info
التفاسير:

external-link copy
25 : 26

قَالَ لِمَنْ حَوْلَهٗۤ اَلَا تَسْتَمِعُوْنَ ۟

૨૫. ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી? (જે આ કહે છે) info
التفاسير:

external-link copy
26 : 26

قَالَ رَبُّكُمْ وَرَبُّ اٰبَآىِٕكُمُ الْاَوَّلِیْنَ ۟

૨૬. મૂસાએ કહ્યું, હા, તે જ તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે. info
التفاسير:

external-link copy
27 : 26

قَالَ اِنَّ رَسُوْلَكُمُ الَّذِیْۤ اُرْسِلَ اِلَیْكُمْ لَمَجْنُوْنٌ ۟

૨૭. ફિરઔને કહ્યું, આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે. info
التفاسير:

external-link copy
28 : 26

قَالَ رَبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَمَا بَیْنَهُمَا ؕ— اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ ۟

૨૮. મૂસાએ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ. info
التفاسير:

external-link copy
29 : 26

قَالَ لَىِٕنِ اتَّخَذْتَ اِلٰهًا غَیْرِیْ لَاَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُوْنِیْنَ ۟

૨૯. ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ! જો તેં મારા સિવાય બીજા કોઈને ઇલાહ બનાવ્યો તો હું તને કેદમાં નાખી દઈશ. info
التفاسير:

external-link copy
30 : 26

قَالَ اَوَلَوْ جِئْتُكَ بِشَیْءٍ مُّبِیْنٍ ۟ۚ

૩૦. મૂસાએ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું? info
التفاسير:

external-link copy
31 : 26

قَالَ فَاْتِ بِهٖۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟

૩૧. ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લઈ આવ. info
التفاسير:

external-link copy
32 : 26

فَاَلْقٰی عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌ ۟ۚۖ

૩૨. મૂસાએ (તે જ સમયે) પોતાની લાકડી નાખી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ, info
التفاسير:

external-link copy
33 : 26

وَّنَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۟۠

૩૩. અને પોતાનો હાથ (બગલ માંથી) ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો. info
التفاسير:

external-link copy
34 : 26

قَالَ لِلْمَلَاِ حَوْلَهٗۤ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِیْمٌ ۟ۙ

૩૪. ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે. info
التفاسير:

external-link copy
35 : 26

یُّرِیْدُ اَنْ یُّخْرِجَكُمْ مِّنْ اَرْضِكُمْ بِسِحْرِهٖ ۖۗ— فَمَاذَا تَاْمُرُوْنَ ۟

૩૫. આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો! હવે તમે શું મશવરો આપો છો? info
التفاسير:

external-link copy
36 : 26

قَالُوْۤا اَرْجِهْ وَاَخَاهُ وَابْعَثْ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۙ

૩૬. તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો. info
التفاسير:

external-link copy
37 : 26

یَاْتُوْكَ بِكُلِّ سَحَّارٍ عَلِیْمٍ ۟

૩૭. જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે. info
التفاسير:

external-link copy
38 : 26

فَجُمِعَ السَّحَرَةُ لِمِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۙ

૩૮. પછી એક નક્કી કરેલ દિવસે દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા, info
التفاسير:

external-link copy
39 : 26

وَّقِیْلَ لِلنَّاسِ هَلْ اَنْتُمْ مُّجْتَمِعُوْنَ ۟ۙ

૩૯. અને દરેક લોકોને પૂછવામાં આવ્યું કે શું તમે પણ આ સભામાં હાજર રહેશો? info
التفاسير:

external-link copy
40 : 26

لَعَلَّنَا نَتَّبِعُ السَّحَرَةَ اِنْ كَانُوْا هُمُ الْغٰلِبِیْنَ ۟

૪૦. જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરવું પડશે. info
التفاسير:

external-link copy
41 : 26

فَلَمَّا جَآءَ السَّحَرَةُ قَالُوْا لِفِرْعَوْنَ اَىِٕنَّ لَنَا لَاَجْرًا اِنْ كُنَّا نَحْنُ الْغٰلِبِیْنَ ۟

૪૧. જયારે જાદુગરો (મેદાનમાં) આવી ગયા તો ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે? info
التفاسير:

external-link copy
42 : 26

قَالَ نَعَمْ وَاِنَّكُمْ اِذًا لَّمِنَ الْمُقَرَّبِیْنَ ۟

૪૨. ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો (તમને ઇનામ પણ મળશે) અને તમે મારા ખાસ લોકો બની જશો. info
التفاسير:

external-link copy
43 : 26

قَالَ لَهُمْ مُّوْسٰۤی اَلْقُوْا مَاۤ اَنْتُمْ مُّلْقُوْنَ ۟

૪૩. મૂસાએ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો, info
التفاسير:

external-link copy
44 : 26

فَاَلْقَوْا حِبَالَهُمْ وَعِصِیَّهُمْ وَقَالُوْا بِعِزَّةِ فِرْعَوْنَ اِنَّا لَنَحْنُ الْغٰلِبُوْنَ ۟

૪૪. તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે ફિરઔનની ઇજજતની કસમ! ખરેખર અમે જ વિજય મેળવીશું. info
التفاسير:

external-link copy
45 : 26

فَاَلْقٰی مُوْسٰی عَصَاهُ فَاِذَا هِیَ تَلْقَفُ مَا یَاْفِكُوْنَ ۟ۚۖ

૪૫. હવે મૂસાએ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું. info
التفاسير:

external-link copy
46 : 26

فَاُلْقِیَ السَّحَرَةُ سٰجِدِیْنَ ۟ۙ

૪૬. આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા, info
التفاسير:

external-link copy
47 : 26

قَالُوْۤا اٰمَنَّا بِرَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ

૪૭. અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા, info
التفاسير:

external-link copy
48 : 26

رَبِّ مُوْسٰی وَهٰرُوْنَ ۟

૪૮. એટલે કે મૂસા અને હારૂનના પાલનહાર પર, info
التفاسير:

external-link copy
49 : 26

قَالَ اٰمَنْتُمْ لَهٗ قَبْلَ اَنْ اٰذَنَ لَكُمْ ۚ— اِنَّهٗ لَكَبِیْرُكُمُ الَّذِیْ عَلَّمَكُمُ السِّحْرَ ۚ— فَلَسَوْفَ تَعْلَمُوْنَ ؕ۬— لَاُقَطِّعَنَّ اَیْدِیَكُمْ وَاَرْجُلَكُمْ مِّنْ خِلَافٍ وَّلَاُوصَلِّبَنَّكُمْ اَجْمَعِیْنَ ۟ۚ

૪૯. ફિરઔને કહ્યું કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા? ખરેખર આ તમારો મોટો (શિક્ષક) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ. info
التفاسير:

external-link copy
50 : 26

قَالُوْا لَا ضَیْرَ ؗ— اِنَّاۤ اِلٰی رَبِّنَا مُنْقَلِبُوْنَ ۟ۚ

૫૦. તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા છે. info
التفاسير:

external-link copy
51 : 26

اِنَّا نَطْمَعُ اَنْ یَّغْفِرَ لَنَا رَبُّنَا خَطٰیٰنَاۤ اَنْ كُنَّاۤ اَوَّلَ الْمُؤْمِنِیْنَ ۟ؕ۠

૫૧. અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે. એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવ્યા છે. info
التفاسير:

external-link copy
52 : 26

وَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنْ اَسْرِ بِعِبَادِیْۤ اِنَّكُمْ مُّتَّبَعُوْنَ ۟

૫૨. અને અમે મૂસાને વહી કરી કે રાત્રે જ મારા બંદાઓને લઇને નીકળી જાવ, તમારો સૌનો પીછો કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
53 : 26

فَاَرْسَلَ فِرْعَوْنُ فِی الْمَدَآىِٕنِ حٰشِرِیْنَ ۟ۚ

૫૩. આના માટે (ફોજ ભેગી કરવા) ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા. info
التفاسير:

external-link copy
54 : 26

اِنَّ هٰۤؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِیْلُوْنَ ۟ۙ

૫૪. (અને તેમને કહી મોકલ્યા કે) આ (બની ઇસરાઈલ) થોડાક જ લોકો છે. info
التفاسير:

external-link copy
55 : 26

وَاِنَّهُمْ لَنَا لَغَآىِٕظُوْنَ ۟ۙ

૫૫. અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
56 : 26

وَاِنَّا لَجَمِیْعٌ حٰذِرُوْنَ ۟ؕ

૫૬. અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા. info
التفاسير:

external-link copy
57 : 26

فَاَخْرَجْنٰهُمْ مِّنْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ

૫૭. છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે બહાર કાઢી લાવ્યા, info
التفاسير:

external-link copy
58 : 26

وَّكُنُوْزٍ وَّمَقَامٍ كَرِیْمٍ ۟ۙ

૫૮. અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા. info
التفاسير:

external-link copy
59 : 26

كَذٰلِكَ ؕ— وَاَوْرَثْنٰهَا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

૫૯. અને અમે બની ઇસરાઇલને તે વસ્તુઓના વારસદાર બનાવી દીધા. info
التفاسير:

external-link copy
60 : 26

فَاَتْبَعُوْهُمْ مُّشْرِقِیْنَ ۟

૬૦. બસ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા. info
التفاسير:

external-link copy
61 : 26

فَلَمَّا تَرَآءَ الْجَمْعٰنِ قَالَ اَصْحٰبُ مُوْسٰۤی اِنَّا لَمُدْرَكُوْنَ ۟ۚ

૬૧. બસ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા. info
التفاسير:

external-link copy
62 : 26

قَالَ كَلَّا ۚ— اِنَّ مَعِیَ رَبِّیْ سَیَهْدِیْنِ ۟

૬૨. મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે. info
التفاسير:

external-link copy
63 : 26

فَاَوْحَیْنَاۤ اِلٰی مُوْسٰۤی اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْبَحْرَ ؕ— فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِیْمِ ۟ۚ

૬૩. અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો. info
التفاسير:

external-link copy
64 : 26

وَاَزْلَفْنَا ثَمَّ الْاٰخَرِیْنَ ۟ۚ

૬૪. અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા, info
التفاسير:

external-link copy
65 : 26

وَاَنْجَیْنَا مُوْسٰی وَمَنْ مَّعَهٗۤ اَجْمَعِیْنَ ۟ۚ

૬૫. અને મૂસા અને તેમના દરેક મિત્રોને બચાવી લીધા. info
التفاسير:

external-link copy
66 : 26

ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَ ۟ؕ

૬૬. પછી બીજા લોકોને ડુબાડી દીધા. info
التفاسير:

external-link copy
67 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૬૭. ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી. info
التفاسير:

external-link copy
68 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૬૮. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
69 : 26

وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ اِبْرٰهِیْمَ ۟ۘ

૬૯. તે લોકોને ઇબ્રાહીમનો કિસ્સો (પણ) સંભળાવી દો, info
التفاسير:

external-link copy
70 : 26

اِذْ قَالَ لِاَبِیْهِ وَقَوْمِهٖ مَا تَعْبُدُوْنَ ۟

૭૦. જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો? info
التفاسير:

external-link copy
71 : 26

قَالُوْا نَعْبُدُ اَصْنَامًا فَنَظَلُّ لَهَا عٰكِفِیْنَ ۟

૭૧. તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે. info
التفاسير:

external-link copy
72 : 26

قَالَ هَلْ یَسْمَعُوْنَكُمْ اِذْ تَدْعُوْنَ ۟ۙ

૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે? info
التفاسير:

external-link copy
73 : 26

اَوْ یَنْفَعُوْنَكُمْ اَوْ یَضُرُّوْنَ ۟

૭૩. અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે? info
التفاسير:

external-link copy
74 : 26

قَالُوْا بَلْ وَجَدْنَاۤ اٰبَآءَنَا كَذٰلِكَ یَفْعَلُوْنَ ۟

૭૪. તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા, info
التفاسير:

external-link copy
75 : 26

قَالَ اَفَرَءَیْتُمْ مَّا كُنْتُمْ تَعْبُدُوْنَ ۟ۙ

૭૫. ઇબ્રાહિમે કહ્યું, તમે ક્યારેય તે વસ્તુને ધ્યાનથી જોયા છે, જેની તમે બંદગી કરી રહ્યા છો info
التفاسير:

external-link copy
76 : 26

اَنْتُمْ وَاٰبَآؤُكُمُ الْاَقْدَمُوْنَ ۟ؗ

૭૬. તમે અને તમારા પૂર્વજો જેની ઈબાદત કરતા હતા. info
التفاسير:

external-link copy
77 : 26

فَاِنَّهُمْ عَدُوٌّ لِّیْۤ اِلَّا رَبَّ الْعٰلَمِیْنَ ۟ۙ

૭૭. આ સૌ મારા શત્રુઓ છે, એક અલ્લાહ સિવાય info
التفاسير:

external-link copy
78 : 26

الَّذِیْ خَلَقَنِیْ فَهُوَ یَهْدِیْنِ ۟ۙ

૭૮. જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે. info
التفاسير:

external-link copy
79 : 26

وَالَّذِیْ هُوَ یُطْعِمُنِیْ وَیَسْقِیْنِ ۟ۙ

૭૯. તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે. info
التفاسير:

external-link copy
80 : 26

وَاِذَا مَرِضْتُ فَهُوَ یَشْفِیْنِ ۟

૮૦. અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે. info
التفاسير:

external-link copy
81 : 26

وَالَّذِیْ یُمِیْتُنِیْ ثُمَّ یُحْیِیْنِ ۟ۙ

૮૧. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે. info
التفاسير:

external-link copy
82 : 26

وَالَّذِیْۤ اَطْمَعُ اَنْ یَّغْفِرَ لِیْ خَطِیْٓـَٔتِیْ یَوْمَ الدِّیْنِ ۟ؕ

૮૨. અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે. info
التفاسير:

external-link copy
83 : 26

رَبِّ هَبْ لِیْ حُكْمًا وَّاَلْحِقْنِیْ بِالصّٰلِحِیْنَ ۟ۙ

૮૩. (ત્યારબાદ ઈબ્રાહીમે દુઆ કરી કે) હે મારા પાલનહાર! મને હિકમત આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે. info
التفاسير:

external-link copy
84 : 26

وَاجْعَلْ لِّیْ لِسَانَ صِدْقٍ فِی الْاٰخِرِیْنَ ۟ۙ

૮૪. અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ. info
التفاسير:

external-link copy
85 : 26

وَاجْعَلْنِیْ مِنْ وَّرَثَةِ جَنَّةِ النَّعِیْمِ ۟ۙ

૮૫. મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ. info
التفاسير:

external-link copy
86 : 26

وَاغْفِرْ لِاَبِیْۤ اِنَّهٗ كَانَ مِنَ الضَّآلِّیْنَ ۟ۙ

૮૬. અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે ગુમરાહ લોકો માંથી છે. info
التفاسير:

external-link copy
87 : 26

وَلَا تُخْزِنِیْ یَوْمَ یُبْعَثُوْنَ ۟ۙ

૮૭. અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર. info
التفاسير:

external-link copy
88 : 26

یَوْمَ لَا یَنْفَعُ مَالٌ وَّلَا بَنُوْنَ ۟ۙ

૮૮. જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે. info
التفاسير:

external-link copy
89 : 26

اِلَّا مَنْ اَتَی اللّٰهَ بِقَلْبٍ سَلِیْمٍ ۟ؕ

૮૯. જે વ્યક્તિ અલ્લાહ પાસે સલામતીવાળું દિલ લીને આવશે, (તેને નજાત મળશે.) info
التفاسير:

external-link copy
90 : 26

وَاُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِیْنَ ۟ۙ

૯૦. (તે દિવસે) જન્નત પરહેજગારોની અત્યંત નજીક કરી દેવામાં આવશે. info
التفاسير:

external-link copy
91 : 26

وَبُرِّزَتِ الْجَحِیْمُ لِلْغٰوِیْنَ ۟ۙ

૯૧. અને ગુમરાહ લોકોને જહન્નમ જાહેર કરી દેવામાં આવશે. info
التفاسير:

external-link copy
92 : 26

وَقِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تَعْبُدُوْنَ ۟ۙ

૯૨. અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે? info
التفاسير:

external-link copy
93 : 26

مِنْ دُوْنِ اللّٰهِ ؕ— هَلْ یَنْصُرُوْنَكُمْ اَوْ یَنْتَصِرُوْنَ ۟ؕ

૯૩. જે અલ્લાહ સિવાય હતા, શું તેઓ તમારી મદદ કરી શકે છે અથવા તેઓ પોતાને જ બચાવી શકે છે, info
التفاسير:

external-link copy
94 : 26

فَكُبْكِبُوْا فِیْهَا هُمْ وَالْغَاوٗنَ ۟ۙ

૯૪. બસ! તે સૌ ઇલાહ અને બધા ગુમરાહ લોકોને જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે. info
التفاسير:

external-link copy
95 : 26

وَجُنُوْدُ اِبْلِیْسَ اَجْمَعُوْنَ ۟ؕ

૯૫. અને ઇબ્લિસના લશ્કરો પણ . info
التفاسير:

external-link copy
96 : 26

قَالُوْا وَهُمْ فِیْهَا یَخْتَصِمُوْنَ ۟ۙ

૯૬. ત્યાં અંદરો અંદર ઝઘડો કરી (પોતાના ઇલાહોને) કહેશે. info
التفاسير:

external-link copy
97 : 26

تَاللّٰهِ اِنْ كُنَّا لَفِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟ۙ

૯૭. કે અલ્લાહની કસમ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે ગુમરાહ હતાં. info
التفاسير:

external-link copy
98 : 26

اِذْ نُسَوِّیْكُمْ بِرَبِّ الْعٰلَمِیْنَ ۟

૯૮. જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં. info
التفاسير:

external-link copy
99 : 26

وَمَاۤ اَضَلَّنَاۤ اِلَّا الْمُجْرِمُوْنَ ۟

૯૯. અને અમને તો તે મોટા અપરાધીઓ જ ગુમરાહ કર્યા. info
التفاسير:

external-link copy
100 : 26

فَمَا لَنَا مِنْ شَافِعِیْنَ ۟ۙ

૧૦૦. હવે તો અમારા માટે કોઈ ભલામણ કરવાવાળો નથી . info
التفاسير:

external-link copy
101 : 26

وَلَا صَدِیْقٍ حَمِیْمٍ ۟

૧૦૧. અને ન તો શુભેચ્છુક મિત્ર. info
التفاسير:

external-link copy
102 : 26

فَلَوْ اَنَّ لَنَا كَرَّةً فَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

૧૦૨. જો કદાચ અમને એક વાર ફરી (દુનિયામાં) પાછા જવાનું મળે તો અમે સાચા ઈમાનવાળા બની જઈશુ. info
التفاسير:

external-link copy
103 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૦૩. આમાં પણ એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી. info
التفاسير:

external-link copy
104 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૦૪. નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે. info
التفاسير:

external-link copy
105 : 26

كَذَّبَتْ قَوْمُ نُوْحِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૦૫. નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
106 : 26

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ نُوْحٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૦૬. જ્યારે કે તેમના ભાઇ નૂહએ કહ્યું, કે શું તમેં (અલ્લાહથી) ડરતા નથી? info
التفاسير:

external-link copy
107 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૦૭. હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
108 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૦૮. બસ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ. info
التفاسير:

external-link copy
109 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ۚ

૧૦૯. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. info
التفاسير:

external-link copy
110 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ؕ

૧૧૦. બસ! તમે અલ્લાહનો ડર રાખો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
111 : 26

قَالُوْۤا اَنُؤْمِنُ لَكَ وَاتَّبَعَكَ الْاَرْذَلُوْنَ ۟ؕ

૧૧૧. કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે. info
التفاسير:

external-link copy
112 : 26

قَالَ وَمَا عِلْمِیْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟ۚ

૧૧૨. પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ શું કામ કરે છે? info
التفاسير:

external-link copy
113 : 26

اِنْ حِسَابُهُمْ اِلَّا عَلٰی رَبِّیْ لَوْ تَشْعُرُوْنَ ۟ۚ

૧૧૩. તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજતા હોવ. info
التفاسير:

external-link copy
114 : 26

وَمَاۤ اَنَا بِطَارِدِ الْمُؤْمِنِیْنَ ۟ۚ

૧૧૪. હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી, info
التفاسير:

external-link copy
115 : 26

اِنْ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ ۟ؕ

૧૧૫. હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું. info
التفاسير:

external-link copy
116 : 26

قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰنُوْحُ لَتَكُوْنَنَّ مِنَ الْمَرْجُوْمِیْنَ ۟ؕ

૧૧૬. તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું. info
التفاسير:

external-link copy
117 : 26

قَالَ رَبِّ اِنَّ قَوْمِیْ كَذَّبُوْنِ ۟ۚۖ

૧૧૭. નૂહએ કહ્યું કે હે મારા પાલનહાર! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો, info
التفاسير:

external-link copy
118 : 26

فَافْتَحْ بَیْنِیْ وَبَیْنَهُمْ فَتْحًا وَّنَجِّنِیْ وَمَنْ مَّعِیَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟

૧૧૮. બસ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ. info
التفاسير:

external-link copy
119 : 26

فَاَنْجَیْنٰهُ وَمَنْ مَّعَهٗ فِی الْفُلْكِ الْمَشْحُوْنِ ۟ۚ

૧૧૯. છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો. info
التفاسير:

external-link copy
120 : 26

ثُمَّ اَغْرَقْنَا بَعْدُ الْبٰقِیْنَ ۟ؕ

૧૨૦. બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા. info
التفاسير:

external-link copy
121 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૨૧. નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં. info
التفاسير:

external-link copy
122 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૨૨. અને નિ:શંક તમારો પાલનહાર દરેક પર વિજયી અને અત્યંત દયાળુ છે. info
التفاسير:

external-link copy
123 : 26

كَذَّبَتْ عَادُ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૨૩. આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
124 : 26

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ هُوْدٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૨૪. જ્યારે તેમને તેમના ભાઇ હૂદે કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી? info
التفاسير:

external-link copy
125 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૨૫. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
126 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૨૬. બસ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો. info
التفاسير:

external-link copy
127 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૨૭. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. info
التفاسير:

external-link copy
128 : 26

اَتَبْنُوْنَ بِكُلِّ رِیْعٍ اٰیَةً تَعْبَثُوْنَ ۟ۙ

૧૨૮. આ શું વાત છે કે તમે દરેક ઊચી જગ્યા પર કોઈ કારણ વગર એક આલીશાન ઇમારત બનાવી લો છો. info
التفاسير:

external-link copy
129 : 26

وَتَتَّخِذُوْنَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُوْنَ ۟ۚ

૧૨૯. અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો. info
التفاسير:

external-link copy
130 : 26

وَاِذَا بَطَشْتُمْ بَطَشْتُمْ جَبَّارِیْنَ ۟ۚ

૧૩૦. અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત જાલિમ બની આપો છો. info
التفاسير:

external-link copy
131 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૩૧. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
132 : 26

وَاتَّقُوا الَّذِیْۤ اَمَدَّكُمْ بِمَا تَعْلَمُوْنَ ۟ۚ

૧૩૨. તેનાથી ડરો, જેણે તમને તે બધું જ આપ્યું છે, જેને તમે જાણો છો. info
التفاسير:

external-link copy
133 : 26

اَمَدَّكُمْ بِاَنْعَامٍ وَّبَنِیْنَ ۟ۚۙ

૧૩૩. તેણે તમારી ધન અને સંતાન દ્વારા મદદ કરી, info
التفاسير:

external-link copy
134 : 26

وَجَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۚ

૧૩૪. બગીચા અને ઝરણાં દ્વારા. info
التفاسير:

external-link copy
135 : 26

اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟ؕ

૧૩૫. મને તો તમારી બાબતે મોટા દિવસના અઝાબનો ભય છે. info
التفاسير:

external-link copy
136 : 26

قَالُوْا سَوَآءٌ عَلَیْنَاۤ اَوَعَظْتَ اَمْ لَمْ تَكُنْ مِّنَ الْوٰعِظِیْنَ ۟ۙ

૧૩૬. તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે. info
التفاسير:

external-link copy
137 : 26

اِنْ هٰذَاۤ اِلَّا خُلُقُ الْاَوَّلِیْنَ ۟ۙ

૧૩૭. આ તો તે જ વાતો છે, જે પહેલાનાં લોકો કહેતા આવ્યા છે. info
التفاسير:

external-link copy
138 : 26

وَمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟ۚ

૧૩૮. અને અમારા પર ક્યારેય અઝાબ નહી આવે. info
التفاسير:

external-link copy
139 : 26

فَكَذَّبُوْهُ فَاَهْلَكْنٰهُمْ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૩૯. જો કે આદના લોકોએ હૂદને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો માનતા નથી. info
التفاسير:

external-link copy
140 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૪૦. નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે. info
التفاسير:

external-link copy
141 : 26

كَذَّبَتْ ثَمُوْدُ الْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૪૧. ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
142 : 26

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ صٰلِحٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૪૨. તેમના ભાઇ સાલિહએ તેમને કહ્યું કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી? info
التفاسير:

external-link copy
143 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૪૩. હું તમારી તરફ નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
144 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૪૪. તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો, info
التفاسير:

external-link copy
145 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૪૫. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. info
التفاسير:

external-link copy
146 : 26

اَتُتْرَكُوْنَ فِیْ مَا هٰهُنَاۤ اٰمِنِیْنَ ۟ۙ

૧૪૬. શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશો. info
التفاسير:

external-link copy
147 : 26

فِیْ جَنّٰتٍ وَّعُیُوْنٍ ۟ۙ

૧૪૭. એટલે કે આ બગીચાઓ અને ઝરણાઓમાં, info
التفاسير:

external-link copy
148 : 26

وَّزُرُوْعٍ وَّنَخْلٍ طَلْعُهَا هَضِیْمٌ ۟ۚ

૧૪૮. અને તે ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે. info
التفاسير:

external-link copy
149 : 26

وَتَنْحِتُوْنَ مِنَ الْجِبَالِ بُیُوْتًا فٰرِهِیْنَ ۟ۚ

૧૪૯. અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો. info
التفاسير:

external-link copy
150 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૫૦. બસ! અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
151 : 26

وَلَا تُطِیْعُوْۤا اَمْرَ الْمُسْرِفِیْنَ ۟ۙ

૧૫૧. નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો. info
التفاسير:

external-link copy
152 : 26

الَّذِیْنَ یُفْسِدُوْنَ فِی الْاَرْضِ وَلَا یُصْلِحُوْنَ ۟

૧૫૨. જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા. info
التفاسير:

external-link copy
153 : 26

قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۚ

૧૫૩. તેમણે કહ્યું કે બસ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું. info
التفاسير:

external-link copy
154 : 26

مَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا ۖۚ— فَاْتِ بِاٰیَةٍ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟

૧૫૪. તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ નિશાની લઈને આવો. info
التفاسير:

external-link copy
155 : 26

قَالَ هٰذِهٖ نَاقَةٌ لَّهَا شِرْبٌ وَّلَكُمْ شِرْبُ یَوْمٍ مَّعْلُوْمٍ ۟ۚ

૧૫૫. પયગંબરે કહ્યું છે. (લો) આ છે ઊંટડી, આ ઊંટડીના પાણી પીવા માટે દિવસ નક્કી છે અને એક દિવસ તમારા સૌ માટે. info
التفاسير:

external-link copy
156 : 26

وَلَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابُ یَوْمٍ عَظِیْمٍ ۟

૧૫૬. (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસનો અઝાબ તમારી પકડ કરી લેશે. info
التفاسير:

external-link copy
157 : 26

فَعَقَرُوْهَا فَاَصْبَحُوْا نٰدِمِیْنَ ۟ۙ

૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા. info
التفاسير:

external-link copy
158 : 26

فَاَخَذَهُمُ الْعَذَابُ ؕ— اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૫૮. છેવટે અઝાબે તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં. info
التفاسير:

external-link copy
159 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૫૯. અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
160 : 26

كَذَّبَتْ قَوْمُ لُوْطِ ١لْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૬૦. લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
161 : 26

اِذْ قَالَ لَهُمْ اَخُوْهُمْ لُوْطٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૬૧. તેમને તેમના ભાઇ લૂતએ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા? info
التفاسير:

external-link copy
162 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૬૨. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
163 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૬૩. બસ! તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
164 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૬૪. હું તમારી પાસે (આ પ્રચાર કરવા પર) કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે. info
التفاسير:

external-link copy
165 : 26

اَتَاْتُوْنَ الذُّكْرَانَ مِنَ الْعٰلَمِیْنَ ۟ۙ

૧૬૫. શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે પોતાની ઈચ્છા પૂરી કરો છો. info
التفاسير:

external-link copy
166 : 26

وَتَذَرُوْنَ مَا خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِّنْ اَزْوَاجِكُمْ ؕ— بَلْ اَنْتُمْ قَوْمٌ عٰدُوْنَ ۟

૧૬૬. અને તમારી પત્નીઓ, જે તમારા પાલનહારે તમારા માટે બનાવી છે, તેમને છોડી દો છો,પરંતુ તમે હદ વટાવી જનારા લોકો છો. info
التفاسير:

external-link copy
167 : 26

قَالُوْا لَىِٕنْ لَّمْ تَنْتَهِ یٰلُوْطُ لَتَكُوْنَنَّ مِنَ الْمُخْرَجِیْنَ ۟

૧૬૭. તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે. info
التفاسير:

external-link copy
168 : 26

قَالَ اِنِّیْ لِعَمَلِكُمْ مِّنَ الْقَالِیْنَ ۟ؕ

૧૬૮. લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું. info
التفاسير:

external-link copy
169 : 26

رَبِّ نَجِّنِیْ وَاَهْلِیْ مِمَّا یَعْمَلُوْنَ ۟

૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે info
التفاسير:

external-link copy
170 : 26

فَنَجَّیْنٰهُ وَاَهْلَهٗۤ اَجْمَعِیْنَ ۟ۙ

૧૭૦. બસ! અમે તેને અને તેના ઘરવાળાઓને બચાવી લીધા. info
التفاسير:

external-link copy
171 : 26

اِلَّا عَجُوْزًا فِی الْغٰبِرِیْنَ ۟ۚ

૧૭૧. એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ. info
التفاسير:

external-link copy
172 : 26

ثُمَّ دَمَّرْنَا الْاٰخَرِیْنَ ۟ۚ

૧૭૨. પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા. info
التفاسير:

external-link copy
173 : 26

وَاَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ۚ— فَسَآءَ مَطَرُ الْمُنْذَرِیْنَ ۟

૧૭૩. અને અમે તેમના પર એક ઝબરદસ્ત વરસાદ વરસાવ્યો. બસ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો. info
التفاسير:

external-link copy
174 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૭૪. આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તો પણ તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
175 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૭૫. નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ. info
التفاسير:

external-link copy
176 : 26

كَذَّبَ اَصْحٰبُ لْـَٔیْكَةِ الْمُرْسَلِیْنَ ۟ۚۖ

૧૭૬. અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા. info
التفاسير:

external-link copy
177 : 26

اِذْ قَالَ لَهُمْ شُعَیْبٌ اَلَا تَتَّقُوْنَ ۟ۚ

૧૭૭. જ્યારે તેમને શુઐબએ કહ્યું, કે શું તમે (અલ્લાહથી) ડરતા નથી. info
التفاسير:

external-link copy
178 : 26

اِنِّیْ لَكُمْ رَسُوْلٌ اَمِیْنٌ ۟ۙ

૧૭૮. હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું. info
التفاسير:

external-link copy
179 : 26

فَاتَّقُوا اللّٰهَ وَاَطِیْعُوْنِ ۟ۚ

૧૭૯. અલ્લાહથી ડરો અને મારી આજ્ઞાનું પાલન કરો. info
التفاسير:

external-link copy
180 : 26

وَمَاۤ اَسْـَٔلُكُمْ عَلَیْهِ مِنْ اَجْرٍ ۚ— اِنْ اَجْرِیَ اِلَّا عَلٰی رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૮૦. હું આના (પ્રચાર માટે) તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે. info
التفاسير:

external-link copy
181 : 26

اَوْفُوا الْكَیْلَ وَلَا تَكُوْنُوْا مِنَ الْمُخْسِرِیْنَ ۟ۚ

૧૮૧. માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો. info
التفاسير:

external-link copy
182 : 26

وَزِنُوْا بِالْقِسْطَاسِ الْمُسْتَقِیْمِ ۟ۚ

૧૮૨. અને સાચા ત્રાજવા વડે તોલો. info
التفاسير:

external-link copy
183 : 26

وَلَا تَبْخَسُوا النَّاسَ اَشْیَآءَهُمْ وَلَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ ۟ۚ

૧૮૩. લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો. info
التفاسير:

external-link copy
184 : 26

وَاتَّقُوا الَّذِیْ خَلَقَكُمْ وَالْجِبِلَّةَ الْاَوَّلِیْنَ ۟ؕ

૧૮૪. તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું info
التفاسير:

external-link copy
185 : 26

قَالُوْۤا اِنَّمَاۤ اَنْتَ مِنَ الْمُسَحَّرِیْنَ ۟ۙ

૧૮૫. તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યુ છે. info
التفاسير:

external-link copy
186 : 26

وَمَاۤ اَنْتَ اِلَّا بَشَرٌ مِّثْلُنَا وَاِنْ نَّظُنُّكَ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۚ

૧૮૬. અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠો સમજીએ છીએ. info
التفاسير:

external-link copy
187 : 26

فَاَسْقِطْ عَلَیْنَا كِسَفًا مِّنَ السَّمَآءِ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ ۟ؕ

૧૮૭. જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશ માંથી કોઈ ટુકડો ફેંકી બતાઓ. info
التفاسير:

external-link copy
188 : 26

قَالَ رَبِّیْۤ اَعْلَمُ بِمَا تَعْمَلُوْنَ ۟

૧૮૮. શુએબે કહ્યું કે જે કંઇ તમે કરી રહ્યા છો. મારો પાલનહાર તેને ખૂબ સારી રીતે જાણે છે. info
التفاسير:

external-link copy
189 : 26

فَكَذَّبُوْهُ فَاَخَذَهُمْ عَذَابُ یَوْمِ الظُّلَّةِ ؕ— اِنَّهٗ كَانَ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟

૧૮૯. કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો તેમને છાંયડાના દિવસના અઝાબે પકડી લીધા, તે ભારે દિવસનો અઝાબ હતો. info
التفاسير:

external-link copy
190 : 26

اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ— وَمَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ ۟

૧૯૦. નિ:શંક આમાં મોટી શિખામણ છે પરતું તેમના માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા. info
التفاسير:

external-link copy
191 : 26

وَاِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۟۠

૧૯૧. અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ. info
التفاسير:

external-link copy
192 : 26

وَاِنَّهٗ لَتَنْزِیْلُ رَبِّ الْعٰلَمِیْنَ ۟ؕ

૧૯૨. અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે ઉતાર્યું છે. info
التفاسير:

external-link copy
193 : 26

نَزَلَ بِهِ الرُّوْحُ الْاَمِیْنُ ۟ۙ

૧૯૩. આને રૂહુલ અમીન દ્વારા ઉતારવામાં આવ્યું. info
التفاسير:

external-link copy
194 : 26

عَلٰی قَلْبِكَ لِتَكُوْنَ مِنَ الْمُنْذِرِیْنَ ۟ۙ

૧૯૪. (હે પયગંબર) તમારા હૃદય પર ઉતાર્યું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ. info
التفاسير:

external-link copy
195 : 26

بِلِسَانٍ عَرَبِیٍّ مُّبِیْنٍ ۟ؕ

૧૯૫. સ્પષ્ટ અરબી ભાષામાં છે. info
التفاسير:

external-link copy
196 : 26

وَاِنَّهٗ لَفِیْ زُبُرِ الْاَوَّلِیْنَ ۟

૧૯૬. આ કિતાબનું વર્ણન પહેલાનાં સહીફાઓમાં કરવામાં આવ્યું છે. info
التفاسير:

external-link copy
197 : 26

اَوَلَمْ یَكُنْ لَّهُمْ اٰیَةً اَنْ یَّعْلَمَهٗ عُلَمٰٓؤُا بَنِیْۤ اِسْرَآءِیْلَ ۟ؕ

૧૯૭. શું આ લોકો (મક્કાના લોકો) માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો બની ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે? info
التفاسير:

external-link copy
198 : 26

وَلَوْ نَزَّلْنٰهُ عَلٰی بَعْضِ الْاَعْجَمِیْنَ ۟ۙ

૧૯૮. અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર ઉતારતા. info
التفاسير:

external-link copy
199 : 26

فَقَرَاَهٗ عَلَیْهِمْ مَّا كَانُوْا بِهٖ مُؤْمِنِیْنَ ۟ؕ

૧૯૯. જે તેમની સામે આ કુરઆન પઢી સંભળાવતો તો પણ આ લોકો ઈમાન ન લાવતા. info
التفاسير:

external-link copy
200 : 26

كَذٰلِكَ سَلَكْنٰهُ فِیْ قُلُوْبِ الْمُجْرِمِیْنَ ۟ؕ

૨૦૦. આવી જ રીતે અમે પાપીઓના દિલમાં (વ્યર્થ વિરોધ) જ નાખી દીધો છે. info
التفاسير:

external-link copy
201 : 26

لَا یُؤْمِنُوْنَ بِهٖ حَتّٰی یَرَوُا الْعَذَابَ الْاَلِیْمَ ۟ۙ

૨૦૧. તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી અઝાબને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે. info
التفاسير:

external-link copy
202 : 26

فَیَاْتِیَهُمْ بَغْتَةً وَّهُمْ لَا یَشْعُرُوْنَ ۟ۙ

૨૦૨. બસ! અચાનક તેમના પર દુઃખદાયી અઝાબ આવી જશે અને તેમને આના વિશે ભાન પણ નહીં હોય. info
التفاسير:

external-link copy
203 : 26

فَیَقُوْلُوْا هَلْ نَحْنُ مُنْظَرُوْنَ ۟ؕ

૨૦૩. તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે? info
التفاسير:

external-link copy
204 : 26

اَفَبِعَذَابِنَا یَسْتَعْجِلُوْنَ ۟

૨૦૪. બસ! શું આ લોકો અમારા અઝાબ માટે ઉતાવળ કરે છે? info
التفاسير:

external-link copy
205 : 26

اَفَرَءَیْتَ اِنْ مَّتَّعْنٰهُمْ سِنِیْنَ ۟ۙ

૨૦૫. સારું, જો અમે તેમને ઘણા વર્ષો સુધી ઠાઠમાઠ જીવન આપી દઈએ. info
التفاسير:

external-link copy
206 : 26

ثُمَّ جَآءَهُمْ مَّا كَانُوْا یُوْعَدُوْنَ ۟ۙ

૨૦૬. પછી તેમના પર તે અઝાબ આવી જાય, જેનું વચન તે લોકોને આપવામાં આવતું હતું. info
التفاسير:

external-link copy
207 : 26

مَاۤ اَغْنٰی عَنْهُمْ مَّا كَانُوْا یُمَتَّعُوْنَ ۟ؕ

૨૦૭. તો પણ તેમનો સામાન, જેનાથી લાભ ઉઠાવી રહ્યા હતા, તેમને કંઇ પણ ફાયદો નહીં પહોંચડે. info
التفاسير:

external-link copy
208 : 26

وَمَاۤ اَهْلَكْنَا مِنْ قَرْیَةٍ اِلَّا لَهَا مُنْذِرُوْنَ ۟

૨૦૮. અમે ક્યારેય કોઈ એવી વસ્તીને નષ્ટ નથી કરી, જ્યાં અમારા તરફથી કોઈ સચેત કરનાર (પયગંબર) ન પહોચ્યો હોય . info
التفاسير:

external-link copy
209 : 26

ذِكْرٰی ۛ۫— وَمَا كُنَّا ظٰلِمِیْنَ ۟

૨૦૯. જે તેમને શિખામણ આપે. અને અમે જાલિમ નથી. info
التفاسير:

external-link copy
210 : 26

وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّیٰطِیْنُ ۟ۚ

૨૧૦. આ કુરઆનને શેતાન નથી લાવ્યા. info
التفاسير:

external-link copy
211 : 26

وَمَا یَنْۢبَغِیْ لَهُمْ وَمَا یَسْتَطِیْعُوْنَ ۟ؕ

૨૧૧. તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે. info
التفاسير:

external-link copy
212 : 26

اِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُوْلُوْنَ ۟ؕ

૨૧૨. પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા. info
التفاسير:

external-link copy
213 : 26

فَلَا تَدْعُ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتَكُوْنَ مِنَ الْمُعَذَّبِیْنَ ۟ۚ

૨૧૩. બસ! (હે નબી) તમે અલ્લાહ સિવાય કોઈ બીજા ઇલાહને ન પોકારશો, નહીં તો તમે પણ સજા પામનારા લોકો માંથી થઇ જશો. info
التفاسير:

external-link copy
214 : 26

وَاَنْذِرْ عَشِیْرَتَكَ الْاَقْرَبِیْنَ ۟ۙ

૨૧૪. અને (હે નબી) પોતાના સંબંધીઓને સચેત કરી દો. info
التفاسير:

external-link copy
215 : 26

وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟ۚ

૨૧૫. જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો. info
التفاسير:

external-link copy
216 : 26

فَاِنْ عَصَوْكَ فَقُلْ اِنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تَعْمَلُوْنَ ۟ۚ

૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો. info
التفاسير:

external-link copy
217 : 26

وَتَوَكَّلْ عَلَی الْعَزِیْزِ الرَّحِیْمِ ۟ۙ

૨૧૭. અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કરો. info
التفاسير:

external-link copy
218 : 26

الَّذِیْ یَرٰىكَ حِیْنَ تَقُوْمُ ۟ۙ

૨૧૮. જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો. info
التفاسير:

external-link copy
219 : 26

وَتَقَلُّبَكَ فِی السّٰجِدِیْنَ ۟

૨૧૯. અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે. info
التفاسير:

external-link copy
220 : 26

اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ ۟

૨૨૦. તે બધું જ સાંભળવાવાળો અને જાણવાવાળો છે. info
التفاسير:

external-link copy
221 : 26

هَلْ اُنَبِّئُكُمْ عَلٰی مَنْ تَنَزَّلُ الشَّیٰطِیْنُ ۟ؕ

૨૨૧. તમે લોકોને કહો કે શું હું તમને જણાવું કે શેતાન કોની તરફ આવે છે? info
التفاسير:

external-link copy
222 : 26

تَنَزَّلُ عَلٰی كُلِّ اَفَّاكٍ اَثِیْمٍ ۟ۙ

૨૨૨. તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે. info
التفاسير:

external-link copy
223 : 26

یُّلْقُوْنَ السَّمْعَ وَاَكْثَرُهُمْ كٰذِبُوْنَ ۟ؕ

૨૨૩. જે (શેતાન તરફ) પોતાના કાન લગાવે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે. info
التفاسير:

external-link copy
224 : 26

وَالشُّعَرَآءُ یَتَّبِعُهُمُ الْغَاوٗنَ ۟ؕ

૨૨૪. કવિઓનું અનુસરણ ગુમરાહ લોકો જ કરે છે. info
التفاسير:

external-link copy
225 : 26

اَلَمْ تَرَ اَنَّهُمْ فِیْ كُلِّ وَادٍ یَّهِیْمُوْنَ ۟ۙ

૨૨૫. શું તમે જોતા નથી કે તેઓ (વિચારોના) જંગલોમાં ભટકતા ફરે છે? info
التفاسير:

external-link copy
226 : 26

وَاَنَّهُمْ یَقُوْلُوْنَ مَا لَا یَفْعَلُوْنَ ۟ۙ

૨૨૬. અને એવી વાતો કહે છે, જે કરતા નથી. info
التفاسير:

external-link copy
227 : 26

اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَذَكَرُوا اللّٰهَ كَثِیْرًا وَّانْتَصَرُوْا مِنْ بَعْدِ مَا ظُلِمُوْا ؕ— وَسَیَعْلَمُ الَّذِیْنَ ظَلَمُوْۤا اَیَّ مُنْقَلَبٍ یَّنْقَلِبُوْنَ ۟۠

૨૨૭. હા તે લોકો અળગા છે, જેઓ ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા અને અલ્લાહને વધુ યાદ કરે છે, અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, અને જુલમ કરવાવાળાઓને નજીકમાં જ ખબર પડી જશે કે તેઓ કેવા પરિણામ તરફ જઈ રહ્યા છે. info
التفاسير: