Translation of the Meanings of the Noble Qur'an - Gujarati translation - Rabila Al-Omari

Page Number:close

external-link copy
102 : 2

وَاتَّبَعُوْا مَا تَتْلُوا الشَّیٰطِیْنُ عَلٰی مُلْكِ سُلَیْمٰنَ ۚ— وَمَا كَفَرَ سُلَیْمٰنُ وَلٰكِنَّ الشَّیٰطِیْنَ كَفَرُوْا یُعَلِّمُوْنَ النَّاسَ السِّحْرَ ۗ— وَمَاۤ اُنْزِلَ عَلَی الْمَلَكَیْنِ بِبَابِلَ هَارُوْتَ وَمَارُوْتَ ؕ— وَمَا یُعَلِّمٰنِ مِنْ اَحَدٍ حَتّٰی یَقُوْلَاۤ اِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ؕ— فَیَتَعَلَّمُوْنَ مِنْهُمَا مَا یُفَرِّقُوْنَ بِهٖ بَیْنَ الْمَرْءِ وَزَوْجِهٖ ؕ— وَمَا هُمْ بِضَآرِّیْنَ بِهٖ مِنْ اَحَدٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ؕ— وَیَتَعَلَّمُوْنَ مَا یَضُرُّهُمْ وَلَا یَنْفَعُهُمْ ؕ— وَلَقَدْ عَلِمُوْا لَمَنِ اشْتَرٰىهُ مَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ خَلَاقٍ ۫ؕ— وَلَبِئْسَ مَا شَرَوْا بِهٖۤ اَنْفُسَهُمْ ؕ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟

૧૦૨. અને (યહૂદી તૌરાતને છોડીને) તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શૈયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાનએ કોઈ કૂફરનું (કામ) નહતું કર્યું, પરંતુ આ કૂફર તો જાદુ શીખવાડનાર શૈતાનો કરતા હતા, અને (યહૂદી તે વસ્તુની પણ પાછળ લાગી ગયા) જે બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું, તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક આઝમાયશ છે, તું કાફિર ન બન, તો પણ તે લોકો તે બન્ને પાસેથી એવી વાતો શીખતાં, જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય જો કે તેઓ અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો એવી વાતો શિખે છે, જે વાતો તેમને નુકસાન પહોંચાડતી અને ફાયદો ન પહોંચાડી શકે અને તે સારી રીતે જાણતા હતા, જેઓએ (ઉપર વર્ણવેલ) વાતોને ખરીદી તેને માટે આખિરતમાં કોઇ ભાગ નથી, કેટલી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત. info
التفاسير:

external-link copy
103 : 2

وَلَوْ اَنَّهُمْ اٰمَنُوْا وَاتَّقَوْا لَمَثُوْبَةٌ مِّنْ عِنْدِ اللّٰهِ خَیْرٌ ؕ— لَوْ كَانُوْا یَعْلَمُوْنَ ۟۠

૧૦૩. જો આ લોકો ઇમાન લાવી દેં અને તકવો (પરહેજગારી) અપનાવતા, તો અલ્લાહ તઆલાની તરફથી ઉત્તમ ષવાબ તેઓને મળતો, જો તેઓ જાણતા હોત. info
التفاسير:

external-link copy
104 : 2

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَقُوْلُوْا رَاعِنَا وَقُوْلُوا انْظُرْنَا وَاسْمَعُوْا ؕ— وَلِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ ۟

૧૦૪. હે ઇમાનવાળાઓ તમે નબી (મુહમ્મદ)ને રોઇના ન કહો, પરંતુ તેના (બદલામાં) ઉન્-ઝુર્ના (અમારી તરફ જૂઓ) કહો, અને ધ્યાનથી સાંભળો અને કાફિરો માટે દુ:ખદાયી અઝાબ છે. info
التفاسير:

external-link copy
105 : 2

مَا یَوَدُّ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَلَا الْمُشْرِكِیْنَ اَنْ یُّنَزَّلَ عَلَیْكُمْ مِّنْ خَیْرٍ مِّنْ رَّبِّكُمْ ؕ— وَاللّٰهُ یَخْتَصُّ بِرَحْمَتِهٖ مَنْ یَّشَآءُ ؕ— وَاللّٰهُ ذُو الْفَضْلِ الْعَظِیْمِ ۟

૧૦૫. કિતાબવાળાના કેટલાક કાફિરો અને મુશરિકો બન્ને માંથી કોઈ ઇચ્છતું નથી તમારા પર તમારા પાલનહારની કોઇ કૃપા ઉતરે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે પોતાની ખાસ દયા આપે છે, અલ્લાહ તઆલા ઘણી જ કૃપાવાળો છે. info
التفاسير: