Übersetzung der Bedeutungen von dem heiligen Quran - Gujaratische Übersetzung - Rabila Al-Umri

Nummer der Seite:close

external-link copy
24 : 5

قَالُوْا یٰمُوْسٰۤی اِنَّا لَنْ نَّدْخُلَهَاۤ اَبَدًا مَّا دَامُوْا فِیْهَا فَاذْهَبْ اَنْتَ وَرَبُّكَ فَقَاتِلَاۤ اِنَّا هٰهُنَا قٰعِدُوْنَ ۟

૨૪. કોમના લોકોએ જવાબ આપ્યો કે હે મૂસા! જ્યાં સુધી તે અતિરેક કરનાર લોકો ત્યાં છે અમે ક્યારેય દાખલ નહીં થઈએ, એટલા માટે તમે અને તમારો પાલનહાર જઇ બન્ને લડાઇ કરો, અમે અહીંયા જ બેઠા છે. info
التفاسير:

external-link copy
25 : 5

قَالَ رَبِّ اِنِّیْ لَاۤ اَمْلِكُ اِلَّا نَفْسِیْ وَاَخِیْ فَافْرُقْ بَیْنَنَا وَبَیْنَ الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟

૨૫. મૂસા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર! મને તો મારા અને મારા ભાઇ સિવાય કોઇના પર અધિકાર નથી, બસ! તમે અમને અને અવજ્ઞાકારી લોકોને અલગ કરી દો. info
التفاسير:

external-link copy
26 : 5

قَالَ فَاِنَّهَا مُحَرَّمَةٌ عَلَیْهِمْ اَرْبَعِیْنَ سَنَةً ۚ— یَتِیْهُوْنَ فِی الْاَرْضِ ؕ— فَلَا تَاْسَ عَلَی الْقَوْمِ الْفٰسِقِیْنَ ۟۠

૨૬. અલ્લાહ તઆલાએ કહ્યું કે હવે તે ધરતી તેઓ માટે ચાલીસ વર્ષ સુધી હરામ કરી દેવામાં આવી, તેટલો સમય તે લોકો પૃથ્વી પર આમ-તેમ ભટકતા રહેશે, એટલા માટે તમે તે વિદ્રોહી લોકો માટે નિરાશ ન થશો. info
التفاسير:

external-link copy
27 : 5

وَاتْلُ عَلَیْهِمْ نَبَاَ ابْنَیْ اٰدَمَ بِالْحَقِّ ۘ— اِذْ قَرَّبَا قُرْبَانًا فَتُقُبِّلَ مِنْ اَحَدِهِمَا وَلَمْ یُتَقَبَّلْ مِنَ الْاٰخَرِ ؕ— قَالَ لَاَقْتُلَنَّكَ ؕ— قَالَ اِنَّمَا یَتَقَبَّلُ اللّٰهُ مِنَ الْمُتَّقِیْنَ ۟

૨૭. એવી જ રીતે તે લોકો સમક્ષ આદમના બે દીકરાઓનો સાચો કિસ્સો સંભળાવો, જ્યારે તે બન્નેએ એક કુરબાની આપી, તેમાંથી એકની કુરબાની કબૂલ થઇ ગઇ અને બીજાની કબૂલ ન થઇ, તો તે (જેની કુરબાની કબૂલ ન થઈ) કહેવા લાગ્યો કે હું તો તને મારી નાખીશ, (જેની કબૂલ થઇ) તેણે જવાબ આપ્યો કે અલ્લાહ તઆલા ડરવાવાળઓનું જ કાર્ય કબૂલ કરે છે. info
التفاسير:

external-link copy
28 : 5

لَىِٕنْۢ بَسَطْتَّ اِلَیَّ یَدَكَ لِتَقْتُلَنِیْ مَاۤ اَنَا بِبَاسِطٍ یَّدِیَ اِلَیْكَ لِاَقْتُلَكَ ۚ— اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ ۟

૨૮. જો તું મને કતલ કરવા માટે પોતાનો હાથ આગળ વધારીશ તો પણ હું તને કતલ કરવા માટે મારો હાથ આગળ નહીં વધારું, હું તો અલ્લાહ તઆલાથી ડરું છું. info
التفاسير:

external-link copy
29 : 5

اِنِّیْۤ اُرِیْدُ اَنْ تَبُوَْاَ بِاِثْمِیْ وَاِثْمِكَ فَتَكُوْنَ مِنْ اَصْحٰبِ النَّارِ ۚ— وَذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۟ۚ

૨૯. હું તો ઇચ્છુ છું કે તું મારા પાપ અને પોતાના પાપોને પોતાના શિરે કરી લે અને તું જહન્નમી બની જા, અત્યાચારીઓનો આ જ બદલો છે. info
التفاسير:

external-link copy
30 : 5

فَطَوَّعَتْ لَهٗ نَفْسُهٗ قَتْلَ اَخِیْهِ فَقَتَلَهٗ فَاَصْبَحَ مِنَ الْخٰسِرِیْنَ ۟

૩૦. બસ! તેને તેની મનેચ્છાએ પોતાના ભાઇના કતલ માટે ઉભારી દીધો અને તેણે તેને કતલ કરી દીધો, જેથી તે નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ ગયો. info
التفاسير:

external-link copy
31 : 5

فَبَعَثَ اللّٰهُ غُرَابًا یَّبْحَثُ فِی الْاَرْضِ لِیُرِیَهٗ كَیْفَ یُوَارِیْ سَوْءَةَ اَخِیْهِ ؕ— قَالَ یٰوَیْلَتٰۤی اَعَجَزْتُ اَنْ اَكُوْنَ مِثْلَ هٰذَا الْغُرَابِ فَاُوَارِیَ سَوْءَةَ اَخِیْ ۚ— فَاَصْبَحَ مِنَ النّٰدِمِیْنَ ۟

૩૧. પછી અલ્લાહ તઆલાએ એક કાગડાને મોકલ્યો, જે જમીન ખોદી રહ્યો હતો જેથી તે કાતિલને બતાવે કે તે કેવી રીતે પોતાના ભાઇની લાશને છૂપાવી દે, તે કહેવા લાગ્યો કે અફસોસ! શું હું આ કાગડા જેવો પણ ન થઇ શકયો કે પોતાના ભાઇની લાશ છુપાવવાનો ઉપાય શોધી કાઢતો? પછી તો તે (ઘણો જ) પસ્તાયો. info
التفاسير: