Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

Broj stranice:close

external-link copy
6 : 65

اَسْكِنُوْهُنَّ مِنْ حَیْثُ سَكَنْتُمْ مِّنْ وُّجْدِكُمْ وَلَا تُضَآرُّوْهُنَّ لِتُضَیِّقُوْا عَلَیْهِنَّ ؕ— وَاِنْ كُنَّ اُولَاتِ حَمْلٍ فَاَنْفِقُوْا عَلَیْهِنَّ حَتّٰی یَضَعْنَ حَمْلَهُنَّ ۚ— فَاِنْ اَرْضَعْنَ لَكُمْ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ ۚ— وَاْتَمِرُوْا بَیْنَكُمْ بِمَعْرُوْفٍ ۚ— وَاِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهٗۤ اُخْرٰی ۟ؕ

૬. તલાકવાળી સ્ત્રીઓને (તેમની ઇદ્દતના સમયે) ત્યાં રાખો જ્યાં તમે રહો છો, જે જગ્યા તમને અનુકુળ હોય, અને તેમને સતાવવા માટે તકલીફ ન આપો અને જો તે ગર્ભથી હોય તો જ્યાં સુધી બાળક જન્મે ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો, ફરી જો તમારા માટે (બાળકને) તે જ દુધ પીવડાવે તો તમે તેણીઓને તેનો વળતર આપી દો અને એક-બીજાથી સલાહસૂચન કરી (વળતર) નક્કી કરો અને જો તમે (વળતર નક્કી કરવામાં) એક-બીજાને તંગ કરશો તો કોઈ બીજી સ્ત્રી દૂધ પીવડાવશે. info
التفاسير:

external-link copy
7 : 65

لِیُنْفِقْ ذُوْ سَعَةٍ مِّنْ سَعَتِهٖ ؕ— وَمَنْ قُدِرَ عَلَیْهِ رِزْقُهٗ فَلْیُنْفِقْ مِمَّاۤ اٰتٰىهُ اللّٰهُ ؕ— لَا یُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا مَاۤ اٰتٰىهَا ؕ— سَیَجْعَلُ اللّٰهُ بَعْدَ عُسْرٍ یُّسْرًا ۟۠

૭. ખુશહાલ વ્યક્તિએ પોતાની તાકાત પ્રમાણે ખર્ચ આપવો જોઈએ, અને જેને ઓછી રોજી આપવામાં આવી હોય તો તે તે જ પ્રમાણે ખર્ચ આપશે, જેટલું અલ્લાહએ તેને આપ્યું છે, અલ્લાહ કોઈને એટલી જ તકલીફ પહોચાડે છે, જેટલી સહનશીલતા તેને આપી રાખી છે, નજીક માંજ અલ્લાહ તંગી પછી ખુશહાલી આપી દેશે. info
التفاسير:

external-link copy
8 : 65

وَكَاَیِّنْ مِّنْ قَرْیَةٍ عَتَتْ عَنْ اَمْرِ رَبِّهَا وَرُسُلِهٖ فَحَاسَبْنٰهَا حِسَابًا شَدِیْدًا وَّعَذَّبْنٰهَا عَذَابًا نُّكْرًا ۟

૮. અને કેટલીક વસ્તીઓવાળાઓએ પોતાના પાલનહારના આદેશો અને તેના પયગંબરોની અવજ્ઞા કરી, તો અમે પણ તેમનો સખત હિસાબ લીધો અને તેઓને સખત સજા આપી. info
التفاسير:

external-link copy
9 : 65

فَذَاقَتْ وَبَالَ اَمْرِهَا وَكَانَ عَاقِبَةُ اَمْرِهَا خُسْرًا ۟

૯. બસ! તેઓએ પોતાના કાર્યોની મજા ચાખી લીધી અને છેવટે તેમનું નુકસાન જ થયું. info
التفاسير:

external-link copy
10 : 65

اَعَدَّ اللّٰهُ لَهُمْ عَذَابًا شَدِیْدًا ۙ— فَاتَّقُوا اللّٰهَ یٰۤاُولِی الْاَلْبَابِ— الَّذِیْنَ اٰمَنُوْا ۛۚ— قَدْ اَنْزَلَ اللّٰهُ اِلَیْكُمْ ذِكْرًا ۟ۙ

૧૦. અલ્લાહ તઆલાએ તેમના માટે સખત અઝાબ તૈયાર કરી રાખ્યો છે, બસ! તમે અલ્લાહથી ડરતા રહો, હે સમજદાર ઇમાનવાળાઓ, નિ:શંક અલ્લાહએ તમારી તરફ ઝિકર (કુરઆન) ઉતાર્યું છે. info
التفاسير:

external-link copy
11 : 65

رَّسُوْلًا یَّتْلُوْا عَلَیْكُمْ اٰیٰتِ اللّٰهِ مُبَیِّنٰتٍ لِّیُخْرِجَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ مِنَ الظُّلُمٰتِ اِلَی النُّوْرِ ؕ— وَمَنْ یُّؤْمِنْ بِاللّٰهِ وَیَعْمَلْ صَالِحًا یُّدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ— قَدْ اَحْسَنَ اللّٰهُ لَهٗ رِزْقًا ۟

૧૧. એક એવો પયગંબર, જે તમને અલ્લાહની સ્પષ્ટ આયતો પઢી સંભળાવે છે, જેથી મોમિનોને અને જેઓ સદકાર્યો કરે છે, તેમને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે. અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લઇ આવે અને સદકાર્યો કરશે, અલ્લાહ તેમને એવી જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે, નિ:શંક અલ્લાહએ આવા વ્યક્તિ માટે ઉત્તમ રોજી તૈયાર કરી રાખી છે. info
التفاسير:

external-link copy
12 : 65

اَللّٰهُ الَّذِیْ خَلَقَ سَبْعَ سَمٰوٰتٍ وَّمِنَ الْاَرْضِ مِثْلَهُنَّ ؕ— یَتَنَزَّلُ الْاَمْرُ بَیْنَهُنَّ لِتَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۙ— وَّاَنَّ اللّٰهَ قَدْ اَحَاطَ بِكُلِّ شَیْءٍ عِلْمًا ۟۠

૧૨. અલ્લાહ તે છે, જેણે સાત આકાશો બનાવ્યા અને તે જ પ્રમાણે ધરતી પણ. તેનો આદેશ બન્નેની વચ્ચે ઉતરે છે, જેથી તમે જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. અને અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને (પોતાના) જ્ઞાનમાં ઘેરી રાખી છે. info
التفاسير: