Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

અલ્ અહકાફ

external-link copy
1 : 46

حٰمٓ ۟ۚ

૧. હા-મીમ.[1] info

[1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ

التفاسير:

external-link copy
2 : 46

تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ ۟

૨. આ કિતાબ અલ્લાહ વિજયી, હિકમતવાળા તરફથી ઉતારવામાં આવી છે. info
التفاسير:

external-link copy
3 : 46

مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَاَجَلٍ مُّسَمًّی ؕ— وَالَّذِیْنَ كَفَرُوْا عَمَّاۤ اُنْذِرُوْا مُعْرِضُوْنَ ۟

૩. અમે આકાશો, ધરતી અને તે બન્નેની વચ્ચે દરેક વસ્તુઓને ઉત્તમ યોજના સાથે જ એક નક્કી કરેલા સમય સુધી તૈયાર કરી છે. અને કાફીરોને જે વસ્તુથી ડરાવવામાં આવે છે, (તેનાથી) મોઢું ફેરવી લે છે. info
التفاسير:

external-link copy
4 : 46

قُلْ اَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَرُوْنِیْ مَاذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِی السَّمٰوٰتِ ؕ— اِیْتُوْنِیْ بِكِتٰبٍ مِّنْ قَبْلِ هٰذَاۤ اَوْ اَثٰرَةٍ مِّنْ عِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟

૪. તમે તેમને કહી દો! જૂઓ તો ખરા જેને તમે અલ્લાહના સિવાય પોકારો છો, મને પણ બતાવો કે તેઓએ ધરતીનો કેવો ટુકડો બનાવ્યો છે, અથવા આકાશોમાં તેઓનો કેવો ભાગ છે? જો તમે સાચા હોય તો આ પહેલાનો કોઇ ગ્રંથ અથવા તે જ્ઞાન જે નકલ કરવામાં આવતુ હોય, મારી પાસે લઇ આવો. info
التفاسير:

external-link copy
5 : 46

وَمَنْ اَضَلُّ مِمَّنْ یَّدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَنْ لَّا یَسْتَجِیْبُ لَهٗۤ اِلٰی یَوْمِ الْقِیٰمَةِ وَهُمْ عَنْ دُعَآىِٕهِمْ غٰفِلُوْنَ ۟

૫. અને તેનાથી વધારે ગુમરાહ કોણ હોઈ શકે છે? જે અલ્લાહ સિવાય એવા લોકોને પોકારે છે, જે કયામત સુધી તેની ફરિયાદ નહીં સાંભળી શકે, પરંતુ તેઓના પોકારવાથી જ અજાણ છે. info
التفاسير: