Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

Broj stranice:close

external-link copy
149 : 3

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنْ تُطِیْعُوا الَّذِیْنَ كَفَرُوْا یَرُدُّوْكُمْ عَلٰۤی اَعْقَابِكُمْ فَتَنْقَلِبُوْا خٰسِرِیْنَ ۟

૧૪૯. હે ઇમાનવાળાઓ! જો તમે ઇન્કારીઓની વાતોને માનશો તો તે તમને તમારી એડીઓ વડે (ઇસ્લામથી) પાછા ફેરવી દેશે, પછી તમે નિષ્ફળ થઇ જશો. info
التفاسير:

external-link copy
150 : 3

بَلِ اللّٰهُ مَوْلٰىكُمْ ۚ— وَهُوَ خَیْرُ النّٰصِرِیْنَ ۟

૧૫૦. પરંતુ અલ્લાહ જ તમારો દોસ્ત છે અને તે જ ઉત્તમ મદદ કરનાર છે. info
التفاسير:

external-link copy
151 : 3

سَنُلْقِیْ فِیْ قُلُوْبِ الَّذِیْنَ كَفَرُوا الرُّعْبَ بِمَاۤ اَشْرَكُوْا بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا ۚ— وَمَاْوٰىهُمُ النَّارُ ؕ— وَبِئْسَ مَثْوَی الظّٰلِمِیْنَ ۟

૧૫૧. નજીક માંજ અમે કાફિરોના દિલોમાં તમારો ભય નાખી દઇશું, તે કારણે કે આ લોકો અલ્લાહ સાથે તે વસ્તુઓને ભાગીદાર ઠેરવે છે જેના કોઇ પુરાવા અલ્લાહ તઆલાએ નથી ઉતાર્યા, તેઓનું ઠેકાણું જહન્નમ છે. અને તે અત્યાચારી લોકોનું ખરાબ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
152 : 3

وَلَقَدْ صَدَقَكُمُ اللّٰهُ وَعْدَهٗۤ اِذْ تَحُسُّوْنَهُمْ بِاِذْنِهٖ ۚ— حَتّٰۤی اِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِی الْاَمْرِ وَعَصَیْتُمْ مِّنْ بَعْدِ مَاۤ اَرٰىكُمْ مَّا تُحِبُّوْنَ ؕ— مِنْكُمْ مَّنْ یُّرِیْدُ الدُّنْیَا وَمِنْكُمْ مَّنْ یُّرِیْدُ الْاٰخِرَةَ ۚ— ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِیَبْتَلِیَكُمْ ۚ— وَلَقَدْ عَفَا عَنْكُمْ ؕ— وَاللّٰهُ ذُوْ فَضْلٍ عَلَی الْمُؤْمِنِیْنَ ۟

૧૫૨. અલ્લાહ તઆલાએ જે વચન તમને આપ્યું હતું તે પૂરું કરી બતાવ્યું, જ્યારે કે તમેં(ઉહદના યુદ્ધમાં શરૂ શરૂમાં) અલ્લાહના આદેશથી કાફિરોને ખૂબ કતલ કરી રહ્યા હતા, અહીં સુધી કે જ્યારે તમે કમજોરી દાખવી અને પયગંબરના કાર્યમાં ઝઘડો કરવા લાગ્યા અને પોતાની પસંદની વસ્તુ (ગનીમતનો માલ) જોઈ લીધા પછી તમે (પોતાના સરદારના આદેશની) અવજ્ઞા કરી, તમારા માંથી કેટલાક તો દુનિયા ઇચ્છતા હતા અને કેટલાક તો આખિરતની ઈચ્છા કરતા હતા, પછી અલ્લાહ તઆલાએ તમને કાફિરો વિરુદ્ધ કમજોર કરી દીધા, જેથી તેં તમારી આઝમાયશ કરે, અને ખરેખર અલ્લાહ તઆલાએ તમારો આ ગુનોહ માફ કરી દીધો, કારણકે તે મોમિનો માટે ઘણો કૃપાળુ છે. info
التفاسير:

external-link copy
153 : 3

اِذْ تُصْعِدُوْنَ وَلَا تَلْوٗنَ عَلٰۤی اَحَدٍ وَّالرَّسُوْلُ یَدْعُوْكُمْ فِیْۤ اُخْرٰىكُمْ فَاَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَیْلَا تَحْزَنُوْا عَلٰی مَا فَاتَكُمْ وَلَا مَاۤ اَصَابَكُمْ ؕ— وَاللّٰهُ خَبِیْرٌ بِمَا تَعْمَلُوْنَ ۟

૧૫૩. (અને તે સમય પણ યાદ કરો) જ્યારે (ઉહદના યુદ્ધમાં) તમે ભાગદોડ કરી રહ્યા હતા અને તમે કોઇની તરફ ધ્યાન પણ નહતા કરતા, જો કે અલ્લાહ તઆલાના પયગંબર તમને તમારી પાછળથી અવાજ આપી રહ્યા હતા, બસ! તમને ઉદાસી પહોંચી, જેથી તમે છુટી ગયેલી વસ્તુ પર ઉદાસ ન થાઓ, અને ન પહોંચવાવાળી (તકલીફ) પર ઉદાસ થાઓ, અલ્લાહ તઆલાને તમારા દરેક કાર્યોની જાણ છે. info
التفاسير: