Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

Broj stranice:close

external-link copy
35 : 18

وَدَخَلَ جَنَّتَهٗ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهٖ ۚ— قَالَ مَاۤ اَظُنُّ اَنْ تَبِیْدَ هٰذِهٖۤ اَبَدًا ۟ۙ

૩૫. અને તે પોતાના બગીચામાં ગયો અને તે પોતાના ઉપર જુલમ કરી રહ્યો હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે આ બગીચો ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે. info
التفاسير:

external-link copy
36 : 18

وَّمَاۤ اَظُنُّ السَّاعَةَ قَآىِٕمَةً ۙ— وَّلَىِٕنْ رُّدِدْتُّ اِلٰی رَبِّیْ لَاَجِدَنَّ خَیْرًا مِّنْهَا مُنْقَلَبًا ۟ۚ

૩૬. અને હું કયામતના દિવસની પણ કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો પણ મને યકીન છે કે હું આના કરતા પણ વધારે જગ્યા પામીશ. info
التفاسير:

external-link copy
37 : 18

قَالَ لَهٗ صَاحِبُهٗ وَهُوَ یُحَاوِرُهٗۤ اَكَفَرْتَ بِالَّذِیْ خَلَقَكَ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُّطْفَةٍ ثُمَّ سَوّٰىكَ رَجُلًا ۟ؕ

૩૭. તેના મિત્રએ તેની સાથે વાતચીત કરતા કહ્યું કે શું તું તે (ઇલાહ) નો ઇન્કાર કરે છે જેણે તારું સર્જન માટી વડે કર્યું, પછી ટીપાથી તને સંપૂર્ણ મનુષ્ય બનાવી દીધો. info
التفاسير:

external-link copy
38 : 18

لٰكِنَّاۡ هُوَ اللّٰهُ رَبِّیْ وَلَاۤ اُشْرِكُ بِرَبِّیْۤ اَحَدًا ۟

૩૮. પરંતુ મારું તો યકીન છે કે તે જ અલ્લાહ મારો પાલનહાર છે, હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર નહીં ઠેરાવું. info
التفاسير:

external-link copy
39 : 18

وَلَوْلَاۤ اِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَآءَ اللّٰهُ ۙ— لَا قُوَّةَ اِلَّا بِاللّٰهِ ۚ— اِنْ تَرَنِ اَنَا اَقَلَّ مِنْكَ مَالًا وَّوَلَدًا ۟ۚ

૩૯. અને જ્યારે તું પોતાના બગીચામાં દાખલ થયો તો એમ કેમ ના કહ્યું કે મા શાઅ અલ્લાહ લા કુવ્વત ઇલ્લા બિલ્લાહિ (જે અલ્લાહ જે ઇચ્છે છે તે જ થવાનું છે, અલ્લાહની મદદ વગર કોઈની તાકાત નથી,) જો તું મને ધન અને સંતાનમાં પોતાનાથી તુચ્છ સમજી રહ્યો છે, info
التفاسير:

external-link copy
40 : 18

فَعَسٰی رَبِّیْۤ اَنْ یُّؤْتِیَنِ خَیْرًا مِّنْ جَنَّتِكَ وَیُرْسِلَ عَلَیْهَا حُسْبَانًا مِّنَ السَّمَآءِ فَتُصْبِحَ صَعِیْدًا زَلَقًا ۟ۙ

૪૦. શક્ય છે કે મારો પાલનહાર મને તારા તે બગીચા કરતા પણ વધારે સારો બાગ આપી દે અને તારા બગીચા પર આકાશ માંથી કોઈ સંકટ મોકલી દે તો આ બગીચો સપાટ મેદાન થઇ જશે. info
التفاسير:

external-link copy
41 : 18

اَوْ یُصْبِحَ مَآؤُهَا غَوْرًا فَلَنْ تَسْتَطِیْعَ لَهٗ طَلَبًا ۟

૪૧. અથવા તેનું પાણી ઊડુ જતું રહે અને તું પાણી કાઢી પણ ન શકે. info
التفاسير:

external-link copy
42 : 18

وَاُحِیْطَ بِثَمَرِهٖ فَاَصْبَحَ یُقَلِّبُ كَفَّیْهِ عَلٰی مَاۤ اَنْفَقَ فِیْهَا وَهِیَ خَاوِیَةٌ عَلٰی عُرُوْشِهَا وَیَقُوْلُ یٰلَیْتَنِیْ لَمْ اُشْرِكْ بِرَبِّیْۤ اَحَدًا ۟

૪૨. (છેવટે એવું થયું કે) બગીચાના (બધા) ફળોને અઝાબે ઘેરાવમાં લઇ લીધા, અને જે કઈ તે બગીચા પાછળ ખર્ચ કરી ચુક્યો હતો, તેના પર પોતાના બન્ને હાથ રગળતો રહ્યો, તે બગીચો નષ્ટ થઇ ગયો હતો, તે વ્યક્તિ એવું કહી રહ્યો હતો કે, કાશ! હું મારા પાલનહાર સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેરાવતો. info
التفاسير:

external-link copy
43 : 18

وَلَمْ تَكُنْ لَّهٗ فِئَةٌ یَّنْصُرُوْنَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَمَا كَانَ مُنْتَصِرًا ۟ؕ

૪૩. અલ્લાહ સિવાય કોઈ જૂથ તેની મદદ કરવા માટે ન આવ્યું,અને ન તો તે પોતે તે સંકટનો મુકાબલો કરી શક્યો. info
التفاسير:

external-link copy
44 : 18

هُنَالِكَ الْوَلَایَةُ لِلّٰهِ الْحَقِّ ؕ— هُوَ خَیْرٌ ثَوَابًا وَّخَیْرٌ عُقْبًا ۟۠

૪૪. હવે તેને ખબર પડી કે સંપૂર્ણ અધિકાર તો અલ્લાહને જ છે, તે જ સારૂ વળતર આપનાર અને સારૂ પરિણામ દેખાડવાવાળો છે. info
التفاسير:

external-link copy
45 : 18

وَاضْرِبْ لَهُمْ مَّثَلَ الْحَیٰوةِ الدُّنْیَا كَمَآءٍ اَنْزَلْنٰهُ مِنَ السَّمَآءِ فَاخْتَلَطَ بِهٖ نَبَاتُ الْاَرْضِ فَاَصْبَحَ هَشِیْمًا تَذْرُوْهُ الرِّیٰحُ ؕ— وَكَانَ اللّٰهُ عَلٰی كُلِّ شَیْءٍ مُّقْتَدِرًا ۟

૪૫. તેમની સમક્ષ દુનિયાના જીવનનું ઉદાહરણ વર્ણવો, જેવું કે અમે આકાશ માંથી પાણી વરસાવ્યું જેના કારણે ધરતીની ઉપજો ખૂબ સારી થઇ, ફરી તે જ ઉપજો એવું ભૂસું બની ગઈ જેને હવાઓ ઉડાવી લઇ જાય છે. અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે. info
التفاسير: