Prijevod značenja časnog Kur'ana - Prijevod na gudžarati jezik - Rabila el-Umeri.

Broj stranice:close

external-link copy
118 : 11

وَلَوْ شَآءَ رَبُّكَ لَجَعَلَ النَّاسَ اُمَّةً وَّاحِدَةً وَّلَا یَزَالُوْنَ مُخْتَلِفِیْنَ ۟ۙ

૧૧૮. જો તમારો પાલનહાર ઇચ્છતો તો દરેક લોકોને એક જ માર્ગ પર એક જૂથ બનાવી દેત, પરંતુ તે લોકો હંમેશા વિરોધ જ કરતા રહેશે. info
التفاسير:

external-link copy
119 : 11

اِلَّا مَنْ رَّحِمَ رَبُّكَ ؕ— وَلِذٰلِكَ خَلَقَهُمْ ؕ— وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَاَمْلَـَٔنَّ جَهَنَّمَ مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِیْنَ ۟

૧૧૯. તે લોકો સિવાય જેમના પર તમારો પાલનહાર દયા કરે, તેમને તો એટલા માટે જ પેદા કરવામાં આવ્યા છે (કે તેઓ વિવાદ કરતા રહે) અને તમારા પાલનહારની વાત સાચી છે, કે હું જહન્નમને જિન્નાતો અને માનવીઓથી ભરી દઇશ. info
التفاسير:

external-link copy
120 : 11

وَكُلًّا نَّقُصُّ عَلَیْكَ مِنْ اَنْۢبَآءِ الرُّسُلِ مَا نُثَبِّتُ بِهٖ فُؤَادَكَ ۚ— وَجَآءَكَ فِیْ هٰذِهِ الْحَقُّ وَمَوْعِظَةٌ وَّذِكْرٰی لِلْمُؤْمِنِیْنَ ۟

૧૨૦. પયગંબરોની એક એક વાતો અમે તમારી સમક્ષ તમારા હૃદયની શાંતિ માટે જણાવી રહ્યા છીએ, અને તે જાણના કારણે તમારી સમક્ષ સાચી વાત પહોચી જાય, અને ઈમાનવાળાઓ માટે નસીહત અને યાદગીરી પણ થઇ ગઈ. info
التفاسير:

external-link copy
121 : 11

وَقُلْ لِّلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ اعْمَلُوْا عَلٰی مَكَانَتِكُمْ ؕ— اِنَّا عٰمِلُوْنَ ۟ۙ

૧૨૧. જે લોકો ઇમાન નથી લાવતા તમે તેઓને કહી દો કે પોતાની રીતે કર્મો કરતા રહો, અમે પણ અમલ કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
122 : 11

وَانْتَظِرُوْا ۚ— اِنَّا مُنْتَظِرُوْنَ ۟

૧૨૨. અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઇ રહ્યા છે. info
التفاسير:

external-link copy
123 : 11

وَلِلّٰهِ غَیْبُ السَّمٰوٰتِ وَالْاَرْضِ وَاِلَیْهِ یُرْجَعُ الْاَمْرُ كُلُّهٗ فَاعْبُدْهُ وَتَوَكَّلْ عَلَیْهِ ؕ— وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا تَعْمَلُوْنَ ۟۠

૧૨૩. આકાશો અને ધરતીનું જે કઈ પણ છુપાયેલું છે, તે બધું જ જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે જ છે, દરેક કાર્યો તેની જ પાસે રજૂ કરવામાં આવે છે, બસ! તમારે તેની જ બંદગી કરવી જોઇએ અને તેના પર જ ભરોસો કરવો જોઇએ અને તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી અલ્લાહ તઆલા અજાણ નથી. info
التفاسير: