૪૧. હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, પરંતુ તેઓના દિલ ઈમાન નથી લાવ્યા, અને કેટલાક યહૂદી લોકો પણ છે, જેઓ જૂઠ ગઢવા માટે કાન લગાવી રહ્યા છે, અને જેઓ તમારી પાસે નથી આવ્યા તેમના માટે તેઓ તમારી વાત સાંભળે છે, (અલ્લાહની કિતાબના) શબ્દોની જગ્યા નક્કી થઈ ગયા પછી તેની સમજુતી બદલી નાખે છે અને લોકોને કહેતા હોય છે કે જો આ પયગંબર આ પ્રમાણે આદેશ આપે તો જ માની લેશો, નહીં તો ન માનશો અને જેને અલ્લાહ ફિત્ના માં જ રાખવા માંગે તો તેને અલ્લાહની પકડથી બચાવવા માટે કાંઇ નથી કરી શકતા, અલ્લાહ તઆલા આવા લોકોના દિલોને પાક કરવા નથી માંગતો, તેમના માટે દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ આપવામાં આવશે.