૧૮. યહૂદી અને નસ્રાની કહે છે કે અમે અલ્લાહના દીકરા અને તેના પ્રિય છે, તમે તેઓને પૂછો કે (જો આ પ્રમાણેની જ વાત હોત તો) પછી તમને તમારા અપરાધના કારણે સજા કેમ આપતો? નહીં, પરંતુ તમે પણ તેના સર્જન માંથી એક માનવી છો, તે જેને ઇચ્છે છે માફ કરે છે અને જેને ઇચ્છે છે અઝાબ આપે છે, આકાશો અને ધરતીમાં અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુ અલ્લાહ તઆલાની માલિકી હેઠળ જ છે અને તેની તરફ જ પાછા ફરવાનું છે.