૧૧૪. ઈસા બિન મરયમે દુઆ કરી કે, હે અલ્લાહ! હે અમારા પાલનહાર! અમારા પર આકાશ માંથી ભોજન ઉતાર, જે અમારા પહેલા અને પાછળના દરેક લોકો માટે ખુશીનું કારણ બને, અને તારા તરફથી મુઅજિઝો હોય, તું સૌથી વધારે ઉત્તમ રોજી આપનાર છે.
૧૧૫. અલ્લાહ તઆલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવાવાળો છું, પછી જે વ્યક્તિ તમારા માંથી અતિરેક કરશે, તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઇને નહીં આપું.
૧૧૬. અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે અલ્લાહ તઆલા ક્યામયના દિવસે કહેશે કે હે ઈસા બિન મરયમ! શું તમે તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને છોડીને મને અને મારી માતાને ઇલાહ બનાવી લો? ઈસા જવાબ અપાશે, હે અલ્લાહ! તું પવિત્ર છે, હું આવી વાત કેવી રીતે કરી શકું છું, જે વાત કરવાનો મને આદેશ ન હતો? જો મેં આ પ્રમાણેની વાત કહી હોત તો તું સારી રીતે આ વાત જાણતો હોત, કારણકે જે કંઈ પણ મારા દિલમાં છે, તે તું જાણે છે અને જે કંઈ તારા દિલમાં છે તે હું નથી જાણતો, તું તો છુપાયેલી વાતોને પણ સારી રીતે જાણવવાળો છે.
૧૧૭. મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું જ્યાં સુધી તેમની વચ્ચે રહ્યો તેમના પર સંરક્ષક બનીને રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે.
૧૧૯. અલ્લાહ તઆલા (આ દુઆના જવાબમાં) કહેશે કે આ તે દિવસ છે કે જે લોકો સાચા હતા, તેઓનું સાચું હોવું તેમને કામમાં આવશે, તેઓને બગીચાઓ મળશે જેની નીચે નહેરો વહી રહી હશે, જેમાં તેઓ હંમેશા હંમેશ રહેશે, અલ્લાહ તઆલા તેઓથી રાજી અને ખુશ, અને આ લોકો અલ્લાહથી રાજી અને ખુશ છે, આ મોટી સફળતા છે.