૧૨. અને અમે સુલૈમાન માટે હવાને વશમાં કરી દીધી કે તેમનો સવારનો સફર એક મહિનાના સમયગાળા બરાબર હતો, તેવી જ રીતે સાંજનો સમય પણ એક મહિનાના સમયગાળા બરાબર હતો, અને અમે તેમના માટે તાંબાનું ઝરણું વહાવી દીધું અને તેમના પાલનહારના આદેશથી કેટલાક જિન્નાત તેમના વશમાં રહી તેમની સામે કામ કરતા હતા. અને તેમના માંથી જે કોઈ અમારા આદેશની અવગણના કરતો તો અમે તેને ભડકેલી આગનો સ્વાદ ચખાડતા.