૭૬. કારૂન મૂસાની કોમ માંથી હતો, પછી તે પોતાની કોમથી અલગ થઇ ગયો (અને દુશ્મનો સાથે મળી ગયો), અમે તેને (એટલા) ખજાના આપી રાખ્યા હતાં કે કેટલાય શક્તિશાળી લોકો મુશ્કેલીથી તે (ખજાનાની) ચાવીઓ ઉઠાવતા હતાં,એક વાર તેની કોમના લોકોએ તેને કહ્યું, કે ઇતરાઇ ન જા, અલ્લાહ તઆલા ઇતરાઇ જનારાઓને પસંદ નથી કરતો.