૨૬૬. શું તમારા માંથી કોઇ પણ એવું ઇચ્છે છે કે તેનો ખજુરી અને દ્રાક્ષનો બગીચો હોય, જેમાં નહેરો વહી રહી હોય અને દરેક પ્રકારના ફળો હોય, તે વ્યક્તિનું ઘડપણ આવી ગયું હોય, તેના નાના નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂંનો વંટોળ લાગી જાય જેમાં આગ પણ હોય, બસ! તે બગીચો બળી જાય, આવી જ રીતે અલ્લાહ તઆલા તમારા માટે આયતો બયાન કરે છે જેથી તમે ચિંતન-મનન કરો.