ترجمة معاني القرآن الكريم - الترجمة الغجراتية - رابيلا العمري

رقم الصفحة:close

external-link copy
12 : 19

یٰیَحْیٰی خُذِ الْكِتٰبَ بِقُوَّةٍ ؕ— وَاٰتَیْنٰهُ الْحُكْمَ صَبِیًّا ۟ۙ

૧૨. (અલ્લાહ તઆલાએ યહ્યાને બાળપણમાં જ આદેશ આપ્યો હતો) કે હે યહ્યા! મારી કિતાબ (તોરાત)ને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ નિર્ણાયક શક્તિ આપી હતી. info
التفاسير:

external-link copy
13 : 19

وَّحَنَانًا مِّنْ لَّدُنَّا وَزَكٰوةً ؕ— وَكَانَ تَقِیًّا ۟ۙ

૧૩. અમે તેમને પોતાની મહેરબાનીથી વિનમ્ર અને પાક વ્યક્તિત્વ બનાવ્યું, અને તે ડરવાવાળા હતા. info
التفاسير:

external-link copy
14 : 19

وَّبَرًّا بِوَالِدَیْهِ وَلَمْ یَكُنْ جَبَّارًا عَصِیًّا ۟

૧૪. તે હંમેશા પોતાના માતાપિતા સાથે સદવર્તન કરતા હતા, અને તે વિદ્રોહી અને પાપી ન હતા. info
التفاسير:

external-link copy
15 : 19

وَسَلٰمٌ عَلَیْهِ یَوْمَ وُلِدَ وَیَوْمَ یَمُوْتُ وَیَوْمَ یُبْعَثُ حَیًّا ۟۠

૧૫. તે દિવસ પર સલામતી થાય, જે દિવસે તેઓ પેદા થયા, અમે તે દિવસે પણ જે દિવસે તેઓ મૃત્યુ પામશે અને તે દિવસે પણ, જે દિવસે તે જીવિત કરી ઉઠાવવામાં આવશે. info
التفاسير:

external-link copy
16 : 19

وَاذْكُرْ فِی الْكِتٰبِ مَرْیَمَ ۘ— اِذِ انْتَبَذَتْ مِنْ اَهْلِهَا مَكَانًا شَرْقِیًّا ۟ۙ

૧૬. અને (હે પયગંબર)! આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી ગઈ. info
التفاسير:

external-link copy
17 : 19

فَاتَّخَذَتْ مِنْ دُوْنِهِمْ حِجَابًا ۫— فَاَرْسَلْنَاۤ اِلَیْهَا رُوْحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِیًّا ۟

૧૭. અને તે લોકો તરફ પરદો કરી છુપાઈ ગઈ હતી, તે સમયે અમે તેની પાસે રૂહ (ફરિશ્તા) ને મોકલ્યા, બસ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિની શકલમાં તેની સામે પ્રગટ થયા. info
التفاسير:

external-link copy
18 : 19

قَالَتْ اِنِّیْۤ اَعُوْذُ بِالرَّحْمٰنِ مِنْكَ اِنْ كُنْتَ تَقِیًّا ۟

૧૮. તે (મરયમ) કહેવા લાગી, જો તું થોડોક પણ અલ્લાહથી ડરવાવાળો હોય. તો હું તારાથી અલ્લાહની પનાહ માંગું છું info
التفاسير:

external-link copy
19 : 19

قَالَ اِنَّمَاۤ اَنَا رَسُوْلُ رَبِّكِ ۖۗ— لِاَهَبَ لَكِ غُلٰمًا زَكِیًّا ۟

૧૯. તેણે જવાબ આપ્યો કે હું તો તારા પાલનહારે મોકલેલો સંદેશવાહક છું, તને એક પવિત્ર બાળક આપવા આવ્યો છું. info
التفاسير:

external-link copy
20 : 19

قَالَتْ اَنّٰی یَكُوْنُ لِیْ غُلٰمٌ وَّلَمْ یَمْسَسْنِیْ بَشَرٌ وَّلَمْ اَكُ بَغِیًّا ۟

૨૦. તેકહેવા લાગી, મારે ત્યાં બાળક કેવી રીતે થઇ શકે છે? મને કોઈ વ્યક્તિએ સ્પર્શ પણ નથી કર્યું અને ન તો હું દુરાચારી સ્ત્રી છું. info
التفاسير:

external-link copy
21 : 19

قَالَ كَذٰلِكِ ۚ— قَالَ رَبُّكِ هُوَ عَلَیَّ هَیِّنٌ ۚ— وَلِنَجْعَلَهٗۤ اٰیَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ— وَكَانَ اَمْرًا مَّقْضِیًّا ۟

૨૧. તેમણે કહ્યું, હાવાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે આવું કરવું મારા માટે ખૂબ જ સરળ છે, (અને એટલા માટે પણ આવું થશે કે) અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને અમારી ખાસ કૃપા હશે, આ તો એક નક્કી થયેલી વાત છે. info
التفاسير:

external-link copy
22 : 19

فَحَمَلَتْهُ فَانْتَبَذَتْ بِهٖ مَكَانًا قَصِیًّا ۟

૨૨. બસ! તે ગર્ભવતી થઇ ગઇ અને આના જ કારણે તે દૂરના સ્થળે જતી રહી. info
التفاسير:

external-link copy
23 : 19

فَاَجَآءَهَا الْمَخَاضُ اِلٰی جِذْعِ النَّخْلَةِ ۚ— قَالَتْ یٰلَیْتَنِیْ مِتُّ قَبْلَ هٰذَا وَكُنْتُ نَسْیًا مَّنْسِیًّا ۟

૨૩. પછી જન્મ પીડા તેને એક ખજૂરના વૃક્ષ નીચે લઇ આવી, કહેવા લાગી, કાશ! હું આ પહેલા જ મૃત્યુ પામી હોત અને મારું નામ અને નિશાન પણ બાકી ના રહેતું. info
التفاسير:

external-link copy
24 : 19

فَنَادٰىهَا مِنْ تَحْتِهَاۤ اَلَّا تَحْزَنِیْ قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِیًّا ۟

૨૪. તે સમયે વૃક્ષની નીચેથી (ફરીશ્તાએ) તેમને પોકારી કહ્યું કે નિરાશ ન થઈશ, તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું વહાવ્યું છે. info
التفاسير:

external-link copy
25 : 19

وَهُزِّیْۤ اِلَیْكِ بِجِذْعِ النَّخْلَةِ تُسٰقِطْ عَلَیْكِ رُطَبًا جَنِیًّا ۟ؗ

૨૫. અને તે ખજૂરની ડાળીને પોતાની તરફ જોરથી હલાવ, ડાળી તારા માટે તાજી ખજૂર પાડશે. info
التفاسير: