《古兰经》译解 - 古吉拉特语翻译-拉比俩·欧姆拉

页码:close

external-link copy
98 : 18

قَالَ هٰذَا رَحْمَةٌ مِّنْ رَّبِّیْ ۚ— فَاِذَا جَآءَ وَعْدُ رَبِّیْ جَعَلَهٗ دَكَّآءَ ۚ— وَكَانَ وَعْدُ رَبِّیْ حَقًّا ۟ؕ

૯૮. ઝુલ્-કરનૈનએ કહ્યું, આ ફક્ત મારા પાલનહારની કૃપાથી તેયાર થઇ ગઈ છે, હાં જ્યારે મારા પાલનહારનું વચન આવી જશે તો તેને ધરતીમાં ધસાવી દેશે, નિ:શંક મારા પાલનહારનું વચન સાચું છે. info
التفاسير:

external-link copy
99 : 18

وَتَرَكْنَا بَعْضَهُمْ یَوْمَىِٕذٍ یَّمُوْجُ فِیْ بَعْضٍ وَّنُفِخَ فِی الصُّوْرِ فَجَمَعْنٰهُمْ جَمْعًا ۟ۙ

૯૯. તે દિવસે અમે તે લોકોને અંદરોઅંદર ટોળા બનાવી છોડી દઇશું અને સૂર ફૂંકવામાં આવશે, બસ! સૌને એકઠા કરીને અમે ભેગા કરી દઇશું. info
التفاسير:

external-link copy
100 : 18

وَّعَرَضْنَا جَهَنَّمَ یَوْمَىِٕذٍ لِّلْكٰفِرِیْنَ عَرْضَا ۟ۙ

૧૦૦. તે દિવસે અમે જહન્નમને કાફિરો સામે લઈ આવીશું. info
التفاسير:

external-link copy
101 : 18

١لَّذِیْنَ كَانَتْ اَعْیُنُهُمْ فِیْ غِطَآءٍ عَنْ ذِكْرِیْ وَكَانُوْا لَا یَسْتَطِیْعُوْنَ سَمْعًا ۟۠

૧૦૧. જેમની આંખો મારા ઝિકરથી ગફલતમાં હતી અને (સત્ય વાત) સાંભળી પણ શકતા ન હતાં. info
التفاسير:

external-link copy
102 : 18

اَفَحَسِبَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنْ یَّتَّخِذُوْا عِبَادِیْ مِنْ دُوْنِیْۤ اَوْلِیَآءَ ؕ— اِنَّاۤ اَعْتَدْنَا جَهَنَّمَ لِلْكٰفِرِیْنَ نُزُلًا ۟

૧૦૨. શું કાફિરો એવું સમજી બેઠા છે કે મારા વગર તે મારા બંદાઓને પોતાની મદદ કરવાવાળા બનાવી લેશે? (સાંભળો) અમે તે કાફિરોની મહેમાનગતિ કરવા માટે જહન્નમ તૈયાર કરી રાખી છે. info
التفاسير:

external-link copy
103 : 18

قُلْ هَلْ نُنَبِّئُكُمْ بِالْاَخْسَرِیْنَ اَعْمَالًا ۟ؕ

૧૦૩. તમે તેમને કહી દો, કે શું હું તમને જણાવું કે કાર્યોની દૃષ્ટિએ સૌથી વધારે નુકસાન ઉઠાવનાર કોણ છે? info
التفاسير:

external-link copy
104 : 18

اَلَّذِیْنَ ضَلَّ سَعْیُهُمْ فِی الْحَیٰوةِ الدُّنْیَا وَهُمْ یَحْسَبُوْنَ اَنَّهُمْ یُحْسِنُوْنَ صُنْعًا ۟

૧૦૪. તે આ લોકો છે, જેમણે પોતાની દરેક મહેનત દુનિયાના જીવન પાછળ જ લગાવી દીધી અને તેઓ એવું સમજતા હતાં કે અમે ઘણા સારા કાર્યો કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
105 : 18

اُولٰٓىِٕكَ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِ رَبِّهِمْ وَلِقَآىِٕهٖ فَحَبِطَتْ اَعْمَالُهُمْ فَلَا نُقِیْمُ لَهُمْ یَوْمَ الْقِیٰمَةِ وَزْنًا ۟

૧૦૫. આ જ તે લોકો છે, જેમણે પોતાના પાલનહારની આયતો અને તેની મુલાકાતનો ઇન્કાર કર્યો, એટલા માટે તેમના દરેક કાર્યો વ્યર્થ થઇ ગયા. બસ! કયામતના દિવસે અમે તેમના માટે કોઈ વજન નહીં કરીએ. info
التفاسير:

external-link copy
106 : 18

ذٰلِكَ جَزَآؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوْا وَاتَّخَذُوْۤا اٰیٰتِیْ وَرُسُلِیْ هُزُوًا ۟

૧૦૬. વાત એવી છે કે તેમનો બદલો જહન્નમ જ છે, કારણ કે તે લોકોએ કુફર કર્યો અને મારી આયતો અને મારા પયગંબરોની મશ્કરી કરતા હતા. info
التفاسير:

external-link copy
107 : 18

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَانَتْ لَهُمْ جَنّٰتُ الْفِرْدَوْسِ نُزُلًا ۟ۙ

૧૦૭. જે લોકો ઈમાન લાવ્યા અને સારા કાર્ય કરતા રહ્યા, ખરેખર તેમના માટે ફિરદૌસના બગીચાઓની મહેમાનગતિ છે. info
التفاسير:

external-link copy
108 : 18

خٰلِدِیْنَ فِیْهَا لَا یَبْغُوْنَ عَنْهَا حِوَلًا ۟

૧૦૮. જ્યાં તેઓ હંમેશા રહેશે, બીજી જગ્યાએ જવાનું પસદ નહીં કરે. info
التفاسير:

external-link copy
109 : 18

قُلْ لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمٰتِ رَبِّیْ لَنَفِدَ الْبَحْرُ قَبْلَ اَنْ تَنْفَدَ كَلِمٰتُ رَبِّیْ وَلَوْ جِئْنَا بِمِثْلِهٖ مَدَدًا ۟

૧૦૯. તમે તેમને કહી દો કે જો મારા પાલનહારની વાતોને લખવા માટે સમુદ્રો (નું પાણી) શાહી બની જાય તો તે પણ મારા પાલનહારની વાતો પૂરી થતાં પહેલા જ ખતમ થઇ જશે, પરંતુ મારા પાલનહારની વાત ખત્મ નહિ થાય, અને તેના જેવી જ બીજી શાહી લઇ આવે તો પણ. info
التفاسير:

external-link copy
110 : 18

قُلْ اِنَّمَاۤ اَنَا بَشَرٌ مِّثْلُكُمْ یُوْحٰۤی اِلَیَّ اَنَّمَاۤ اِلٰهُكُمْ اِلٰهٌ وَّاحِدٌ ۚ— فَمَنْ كَانَ یَرْجُوْا لِقَآءَ رَبِّهٖ فَلْیَعْمَلْ عَمَلًا صَالِحًا وَّلَا یُشْرِكْ بِعِبَادَةِ رَبِّهٖۤ اَحَدًا ۟۠

૧૧૦. તમે તેમને કહી દો કે હું તમારા જેવો જ એક મનુષ્ય છું, (હા એક ફર્ક જરૂર છે કે) મારી તરફ વહી કરવામાં આવે છે કે સૌનો ઇલાહ ફક્ત એક જ છે, તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈ બીજાને ભાગીદાર ન ઠેરવે. info
التفاسير: