Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Gujarati - Rabila Umari

અસ્ સફ

external-link copy
1 : 61

سَبَّحَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۚ— وَهُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟

૧. આકાશો અને ધરતીની દરેક દરેક વસ્તુઓ અલ્લાહ તઆલાની તસ્બીહ કરી રહી છે અને તે વિજયી અને હિકમતવાળો છે. info
التفاسير:

external-link copy
2 : 61

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لِمَ تَقُوْلُوْنَ مَا لَا تَفْعَلُوْنَ ۟

૨. હે ઇમાનવાળાઓ! તમે તે વાત કેમ કહો છો જે (પોતે) કરતા નથી. info
التفاسير:

external-link copy
3 : 61

كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ اَنْ تَقُوْلُوْا مَا لَا تَفْعَلُوْنَ ۟

૩. અલ્લાહ તઆલાને સખત નાપસંદ છે કે તમે એ વાત કહો, જે કરતા નથી. info
التفاسير:

external-link copy
4 : 61

اِنَّ اللّٰهَ یُحِبُّ الَّذِیْنَ یُقَاتِلُوْنَ فِیْ سَبِیْلِهٖ صَفًّا كَاَنَّهُمْ بُنْیَانٌ مَّرْصُوْصٌ ۟

૪. નિ:શંક અલ્લાહ તઆલા તે લોકોને પસંદ કરે છે, જે લોકો તેના માર્ગમાં કતારબંધ જિહાદ કરે છે. જેવું કે તેઓ એક સીસું પીગળાયેલી દીવાલ હોય. info
التفاسير:

external-link copy
5 : 61

وَاِذْ قَالَ مُوْسٰی لِقَوْمِهٖ یٰقَوْمِ لِمَ تُؤْذُوْنَنِیْ وَقَدْ تَّعْلَمُوْنَ اَنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ ؕ— فَلَمَّا زَاغُوْۤا اَزَاغَ اللّٰهُ قُلُوْبَهُمْ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۟

૫. અને (તે વાત યાદ કરો) જ્યારે કે મૂસાએ પોતાની કોમને કહ્યું “ હે મારી કોમના લોકો! તમે મને કેમ સતાવી રહ્યા છો જ્યારે કે તમે (ખૂબ સારી રીતે) જાણો છો કે હું તમારી સમક્ષ અલ્લાહનો પયગંબર છું. બસ જ્યારે તે લોકો આડા જ રહ્યા તો અલ્લાહએ તેમના દિલોને (વધારે) આડા કરી દીધા અને અલ્લાહ તઆલા અવજ્ઞાકારી લોકોને સાચો માર્ગ નથી આપતો. info
التفاسير:

external-link copy
6 : 61

وَاِذْ قَالَ عِیْسَی ابْنُ مَرْیَمَ یٰبَنِیْۤ اِسْرَآءِیْلَ اِنِّیْ رَسُوْلُ اللّٰهِ اِلَیْكُمْ مُّصَدِّقًا لِّمَا بَیْنَ یَدَیَّ مِنَ التَّوْرٰىةِ وَمُبَشِّرًا بِرَسُوْلٍ یَّاْتِیْ مِنْ بَعْدِی اسْمُهٗۤ اَحْمَدُ ؕ— فَلَمَّا جَآءَهُمْ بِالْبَیِّنٰتِ قَالُوْا هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ۟

૬. અને જ્યારે ઈસા ઇબ્ને મરયમ એ કહ્યું હે બની ઇસ્રાઇલ! હું તમારી તરફ અલ્લાહનો પયગંબર છું, અને હું એ તૌરાતની પુષ્ટિ કરું છું, જે મારા કરતા પહેલા ઉતારવામાં આવી, અને મારા પછી આવનાર એક પયગંબરની હું તમને શુભ સુચના આપનારો છું, જેનું નામ અહમદ છે, પછી જ્યારે તે પયગંબર તેમની પાસે સ્પષ્ટ પૂરાવા લઇ આવી ગયા, તો કહેવા લાગ્યા કે આ તો ખુલ્લુ જાદુ છે. info
التفاسير:

external-link copy
7 : 61

وَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ الْكَذِبَ وَهُوَ یُدْعٰۤی اِلَی الْاِسْلَامِ ؕ— وَاللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟ۚ

૭. તે વ્યક્તિથી વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર જુઠો આરોપ લગાવે, જ્યારે કે તેને ઇસ્લામ તરફ બોલાવવામાં આવી રહ્યો છે અને અલ્લાહ આવા જાલિમ લોકોને હિદાયત નથી આપતો. info
التفاسير:

external-link copy
8 : 61

یُرِیْدُوْنَ لِیُطْفِـُٔوْا نُوْرَ اللّٰهِ بِاَفْوَاهِهِمْ ؕ— وَاللّٰهُ مُتِمُّ نُوْرِهٖ وَلَوْ كَرِهَ الْكٰفِرُوْنَ ۟

૮. તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને ફૂંક મારીને ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશને પૂરું કરીને જ રહેશે, ભલેને કાફિરોને ખરાબ લાગે. info
التفاسير:

external-link copy
9 : 61

هُوَ الَّذِیْۤ اَرْسَلَ رَسُوْلَهٗ بِالْهُدٰی وَدِیْنِ الْحَقِّ لِیُظْهِرَهٗ عَلَی الدِّیْنِ كُلِّهٖ ۙ— وَلَوْ كَرِهَ الْمُشْرِكُوْنَ ۟۠

૯. તે જ છે, જેણે પોતાના પયગંબરને હિદાયત અને સાચો દીન આપીને મોકલ્યા, જેથી તેને દરેક દીન પર વિજેતા બનાવી દે, ભલેને મુશરિક લોકો રાજી ન હોય. info
التفاسير:

external-link copy
10 : 61

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا هَلْ اَدُلُّكُمْ عَلٰی تِجَارَةٍ تُنْجِیْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ ۟

૧૦. હે ઇમાનવાળાઓ! શું હું તમને તે વેપાર બતાવું, જે તમને દુ:ખદાયી અઝાબથી બચાવી લે? info
التفاسير:

external-link copy
11 : 61

تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَرَسُوْلِهٖ وَتُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِكُمْ وَاَنْفُسِكُمْ ؕ— ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۟ۙ

૧૧. અલ્લાહ તઆલા અને તેના રસૂલ પર ઇમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાનું ધન અને તન વડે જિહાદ કરો, જો તમે જાણતા હોવ, તો આ જ તમારા માટે ઉત્તમ છે. info
التفاسير:

external-link copy
12 : 61

یَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَیُدْخِلْكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ وَمَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ— ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ ۟ۙ

૧૨. અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહી રહી હશે અને પાક ઘરોમાં, જે જન્નત અદ્દન (જન્નતના નામોમાંથી એક નામ) માં હશે, આ જ ભવ્ય સફળતા છે. info
التفاسير:

external-link copy
13 : 61

وَاُخْرٰی تُحِبُّوْنَهَا ؕ— نَصْرٌ مِّنَ اللّٰهِ وَفَتْحٌ قَرِیْبٌ ؕ— وَبَشِّرِ الْمُؤْمِنِیْنَ ۟

૧૩. અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે, જેને તમે પસંદ કરો છો, તે છે અલ્લાહની મદદ અને નજીકમાં જ (પ્રાપ્ત થવાવાળો) વિજય, તમે ઇમાનવાળાઓને આ વિશે શુભ સુચના આપી દો. info
التفاسير:

external-link copy
14 : 61

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْۤا اَنْصَارَ اللّٰهِ كَمَا قَالَ عِیْسَی ابْنُ مَرْیَمَ لِلْحَوَارِیّٖنَ مَنْ اَنْصَارِیْۤ اِلَی اللّٰهِ ؕ— قَالَ الْحَوَارِیُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ فَاٰمَنَتْ طَّآىِٕفَةٌ مِّنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَكَفَرَتْ طَّآىِٕفَةٌ ۚ— فَاَیَّدْنَا الَّذِیْنَ اٰمَنُوْا عَلٰی عَدُوِّهِمْ فَاَصْبَحُوْا ظٰهِرِیْنَ ۟۠

૧૪. હે ઇમાનવાળાઓ! તમે અલ્લાહ તઆલાના (દીનના) મદદ કરનારા બની જાવ, જેવું કે ઈસા બિન મરયમે પોતાના સાથીઓને કહ્યું, હતું કે અલ્લાહ તરફ (બોલાવવામાં) કોણ મારી મદદ કરશે? તો સાથીઓએ કહ્યું અમે અલ્લાહના (દીનના) મદદ કરનાર છે, પછી! બની ઇસ્રાઇલમાંથી એક જૂથ ઇમાન લઈ લાવ્યો અને એક જૂથે ઇન્કાર કર્યો. પછી અમે ઈમાન લાવનારા લોકોની તેમના દુશ્મનો વિરૂદ્વ મદદ કરી, તો તેઓ જ વિજયી રહ્યા. info
التفاسير: