Salin ng mga Kahulugan ng Marangal na Qur'an - Salin sa Wikang Gujarati - Rabila Umari

Numero ng Pahina:close

external-link copy
27 : 53

اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ لَیُسَمُّوْنَ الْمَلٰٓىِٕكَةَ تَسْمِیَةَ الْاُ ۟

૨૭. નિ:શંક જે લોકો આખિરત પર ઇમાન નથી લાવતા તેઓ ફરિશ્તાઓને સ્ત્રીઓના નામ આપી દે છે. info
التفاسير:

external-link copy
28 : 53

وَمَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ ؕ— اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ ۚ— وَاِنَّ الظَّنَّ لَا یُغْنِیْ مِنَ الْحَقِّ شَیْـًٔا ۟ۚ

૨૮. જો કે તેઓને આ વિશે કંઇ પણ જ્ઞાન નથી. તેઓ ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે. અને નિ:શંક અનુમાન સત્ય સામે કંઇ કામ નથી આવતું. info
التفاسير:

external-link copy
29 : 53

فَاَعْرِضْ عَنْ مَّنْ تَوَلّٰی ۙ۬— عَنْ ذِكْرِنَا وَلَمْ یُرِدْ اِلَّا الْحَیٰوةَ الدُّنْیَا ۟ؕ

૨૯. જે લોકો મારી યાદથી મોઢું ફેરવે છે, તમે તેની પરવા ન કરશો, આવો વ્યક્તિ દુનિયાના જીવન સિવાય કઈ નથી ઈચ્છતો. info
التفاسير:

external-link copy
30 : 53

ذٰلِكَ مَبْلَغُهُمْ مِّنَ الْعِلْمِ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِمَنِ اهْتَدٰی ۟

૩૦. આ જ તેઓના જ્ઞાનની સીમા છે. તમારો પાલનહાર તેઓને ખુબ જ જાણે છે જે તેના માર્ગથી ભટકેલા છે. અને તેને પણ ખુબ જ જાણે છે જે તેના માર્ગ પર છે. info
التفاسير:

external-link copy
31 : 53

وَلِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَمَا فِی الْاَرْضِ ۙ— لِیَجْزِیَ الَّذِیْنَ اَسَآءُوْا بِمَا عَمِلُوْا وَیَجْزِیَ الَّذِیْنَ اَحْسَنُوْا بِالْحُسْنٰی ۟ۚ

૩૧. અને અલ્લાહનું જ છે જે કંઇ આકાશોમાં છે અને જે કંઇ ધરતીમાં છે, જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે. info
التفاسير:

external-link copy
32 : 53

اَلَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓىِٕرَ الْاِثْمِ وَالْفَوَاحِشَ اِلَّا اللَّمَمَ ؕ— اِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ ؕ— هُوَ اَعْلَمُ بِكُمْ اِذْ اَنْشَاَكُمْ مِّنَ الْاَرْضِ وَاِذْ اَنْتُمْ اَجِنَّةٌ فِیْ بُطُوْنِ اُمَّهٰتِكُمْ ۚ— فَلَا تُزَكُّوْۤا اَنْفُسَكُمْ ؕ— هُوَ اَعْلَمُ بِمَنِ اتَّقٰی ۟۠

૩૨. જે લોકો મોટા ગુનાહો અને અશ્ર્લિલતા કાર્યોથી બચે છે, (તેઓને પણ ખુબ જાણે છે) હાં કોઇ નાના ગુનાહ સિવાય, (એટલે કે થઇ જાય) નિ:શંક તારો પાલનહાર વ્યાપક માફીવાળો છે, તે તમને ખુબ સારી રીતે જાણે છે, જ્યારે કે તેણે તમને ધરતી માંથી પેદા કર્યા અને જ્યારે કે તમે તમારી માતાઓના ગર્ભમાં બાળક હતા, બસ! તમે પોતાની પવિત્રતા પોતે જ બયાન ન કરો, તે જ ડરવાવાળાઓને ખુબ જ જાણે છે, info
التفاسير:

external-link copy
33 : 53

اَفَرَءَیْتَ الَّذِیْ تَوَلّٰی ۟ۙ

૩૩. શું તમે તેને જોયો, જેણે મોઢું ફેરવી લીધું? info
التفاسير:

external-link copy
34 : 53

وَاَعْطٰی قَلِیْلًا وَّاَكْدٰی ۟

૩૪. ઘણું જ ઓછુ આપ્યું અને હાથ પણ રોકી લીધા. info
التفاسير:

external-link copy
35 : 53

اَعِنْدَهٗ عِلْمُ الْغَیْبِ فَهُوَ یَرٰی ۟

૩૫. શું તેને અદ્ર્શ્યનું જ્ઞાન છે કે તે (બધુ જ) જોઇ રહ્યો છે? info
التفاسير:

external-link copy
36 : 53

اَمْ لَمْ یُنَبَّاْ بِمَا فِیْ صُحُفِ مُوْسٰی ۟ۙ

૩૬. શું તેની પાસે આ બધી વાત નથી પહોચી, જે મૂસાના સહિફામાં છે. info
التفاسير:

external-link copy
37 : 53

وَاِبْرٰهِیْمَ الَّذِیْ وَ ۟ۙ

૩૭. અને પ્રમાણીક ઇબ્રાહીમના પુસ્તિકાઓમાં પણ છે. info
التفاسير:

external-link copy
38 : 53

اَلَّا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰی ۟ۙ

૩૮. કે કોઇ વ્યક્તિ બીજાનો ભાર નહીં ઉઠાવે. info
التفاسير:

external-link copy
39 : 53

وَاَنْ لَّیْسَ لِلْاِنْسَانِ اِلَّا مَا سَعٰی ۟ۙ

૩૯. અને એ કે દરેક વ્યક્તિ માટે તે જ છે, જેનો પ્રયાસ તેણે પોતે જ કર્યો છે. info
التفاسير:

external-link copy
40 : 53

وَاَنَّ سَعْیَهٗ سَوْفَ یُرٰی ۟

૪૦. અને એ કે નિ;શંક તેનો પ્રયાસ નજીકમાં જ જોવામાં આવશે. info
التفاسير:

external-link copy
41 : 53

ثُمَّ یُجْزٰىهُ الْجَزَآءَ الْاَوْفٰی ۟ۙ

૪૧. પછી તેને પુરે પુરો બદલો આપવામાં આવશે. info
التفاسير:

external-link copy
42 : 53

وَاَنَّ اِلٰی رَبِّكَ الْمُنْتَهٰی ۟ۙ

૪૨. અને એ કે તમારા પાલનહાર તરફ જ અંતિમ ઠેકાણું છે. info
التفاسير:

external-link copy
43 : 53

وَاَنَّهٗ هُوَ اَضْحَكَ وَاَبْكٰی ۟ۙ

૪૩. અને એ કે તે જ હસાવે છે અને તે જ રડાવે છે. info
التفاسير:

external-link copy
44 : 53

وَاَنَّهٗ هُوَ اَمَاتَ وَاَحْیَا ۟ۙ

૪૪. અને એ કે તે જ મૃત્યુ આપે છે અને તે જ જીવિત કરે છે. info
التفاسير: