د قرآن کریم د معناګانو ژباړه - ګوجراتي ژباړه - رابیلا العمري

અન્ નૂર

external-link copy
1 : 24

سُوْرَةٌ اَنْزَلْنٰهَا وَفَرَضْنٰهَا وَاَنْزَلْنَا فِیْهَاۤ اٰیٰتٍۢ بَیِّنٰتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُوْنَ ۟

૧. આ છે તે સૂરહ, જે અમે ઉતારી અને (તેના આદેશોને) લોકો માટે ફર્ઝ (જરૂરી) કરી દીધા અને તેમાં સ્પષ્ટ આયતો ઉતારી, જેથી તમે નસીહત પ્રાપ્ત કરો. info
التفاسير:

external-link copy
2 : 24

اَلزَّانِیَةُ وَالزَّانِیْ فَاجْلِدُوْا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ ۪— وَّلَا تَاْخُذْكُمْ بِهِمَا رَاْفَةٌ فِیْ دِیْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَالْیَوْمِ الْاٰخِرِ ۚ— وَلْیَشْهَدْ عَذَابَهُمَا طَآىِٕفَةٌ مِّنَ الْمُؤْمِنِیْنَ ۟

૨. વ્યાભિચારી સ્ત્રી અને પુરુષ બન્નેને સો કોરડા મારો, જો તમે અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હોવ તો અલ્લાહએ બતાવેલ રીતે તેમના ઉપર હદ (સજા) લાગુ કરતા તમને ક્યારેય દયા ન આવવી જોઇએ. મુસલમાનોનું એક જૂથ તેમની સજાના સમયે હાજર હોવું જોઇએ. info
التفاسير:

external-link copy
3 : 24

اَلزَّانِیْ لَا یَنْكِحُ اِلَّا زَانِیَةً اَوْ مُشْرِكَةً ؗ— وَّالزَّانِیَةُ لَا یَنْكِحُهَاۤ اِلَّا زَانٍ اَوْ مُشْرِكٌ ۚ— وَحُرِّمَ ذٰلِكَ عَلَی الْمُؤْمِنِیْنَ ۟

૩. વ્યાભિચારી પુરુષ, વ્યાભિચારી સ્ત્રી અથવા મુશરિક સ્ત્રી સિવાય કોઈની સાથે લગ્ન નથી કરતો અને વ્યાભિચારી સ્ત્રી પણ વ્યાભિચારી અને મુશરિક પુરુષ સિવાય કોઈની સાથે લગ્ન નથી કરતી અને ઈમાનવાળાઓ પર આ કામ હરામ કરી દેવામાં આવ્યું છે. info
التفاسير:

external-link copy
4 : 24

وَالَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ ثُمَّ لَمْ یَاْتُوْا بِاَرْبَعَةِ شُهَدَآءَ فَاجْلِدُوْهُمْ ثَمٰنِیْنَ جَلْدَةً وَّلَا تَقْبَلُوْا لَهُمْ شَهَادَةً اَبَدًا ۚ— وَاُولٰٓىِٕكَ هُمُ الْفٰسِقُوْنَ ۟ۙ

૪. જે લોકો પવિત્ર સ્ત્રી ઉપર વ્યાભિચારનો આરોપ લગાવે, પછી ચાર સાક્ષી ન લાવી શકે તો તેમને એંસી કોરડા મારો અને ક્યારેય તેમની સાક્ષી ન સ્વીકારો, આ જ વિદ્રોહી લોકો છે. info
التفاسير:

external-link copy
5 : 24

اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْ بَعْدِ ذٰلِكَ وَاَصْلَحُوْا ۚ— فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟

૫. ત્યાર પછી જે લોકો તૌબા અને પોતાનો સુધારો કરી લે તો અલ્લાહ તઆલા માફ કરનાર અને દયાળુ છે. info
التفاسير:

external-link copy
6 : 24

وَالَّذِیْنَ یَرْمُوْنَ اَزْوَاجَهُمْ وَلَمْ یَكُنْ لَّهُمْ شُهَدَآءُ اِلَّاۤ اَنْفُسُهُمْ فَشَهَادَةُ اَحَدِهِمْ اَرْبَعُ شَهٰدٰتٍۢ بِاللّٰهِ ۙ— اِنَّهٗ لَمِنَ الصّٰدِقِیْنَ ۟

૬. જે લોકો પોતાની પત્નીઓ પર વ્યાભિચારનો આરોપ લગાવે અને તેમની પાસે તેમના પોતાના સિવાય બીજો કોઈ સાક્ષી પણ ન હોય, તો આવા વ્યક્તિની સાક્ષી એ છે કે ચાર વખત અલ્લાહના નામની કસમ લઇને કહે કે તે સાચો છે. info
التفاسير:

external-link copy
7 : 24

وَالْخَامِسَةُ اَنَّ لَعْنَتَ اللّٰهِ عَلَیْهِ اِنْ كَانَ مِنَ الْكٰذِبِیْنَ ۟

૭. અને પાંચમી વખતે એવું કહેશે કે જો તે જુઠ્ઠો હોય તો તેના પર અલ્લાહની લઅનત થાય . info
التفاسير:

external-link copy
8 : 24

وَیَدْرَؤُا عَنْهَا الْعَذَابَ اَنْ تَشْهَدَ اَرْبَعَ شَهٰدٰتٍۢ بِاللّٰهِ ۙ— اِنَّهٗ لَمِنَ الْكٰذِبِیْنَ ۟ۙ

૮. અને તે સ્ત્રી (જેના પર આરોપ મુકવામાં આવ્યો છે) પરથી સજા એવી રીતે દૂર થઇ શકે છે કે તે ચાર વખત અલ્લાહના નામની કસમ લઇને કહે કે (તેનો પતિ) જુઠ્ઠો છે. info
التفاسير:

external-link copy
9 : 24

وَالْخَامِسَةَ اَنَّ غَضَبَ اللّٰهِ عَلَیْهَاۤ اِنْ كَانَ مِنَ الصّٰدِقِیْنَ ۟

૯. અને પાંચમી વખતે એવું કહે કે જો તેનો પતિ સાચો હોય તો મારા પર અલ્લાહ તઆલાનો ગુસ્સો ઉતરે, info
التفاسير:

external-link copy
10 : 24

وَلَوْلَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَرَحْمَتُهٗ وَاَنَّ اللّٰهَ تَوَّابٌ حَكِیْمٌ ۟۠

૧૦. અને જો તમારા પર (હે મુસલમાનો) અલ્લાહ તઆલાની કૃપા અને દયા ન હોત, (તો બાબત તમારા માટે ખૂબ જ જટિલ બની જાત) અને અલ્લાહ તઆલા તૌબા કબૂલ કરનાર, હિકમતવાળો છે. info
التفاسير: