ߞߎ߬ߙߣߊ߬ ߞߟߊߒߞߋ ߞߘߐ ߟߎ߬ ߘߟߊߡߌߘߊ - ߜ߭ߏߖߙߊߕߌߞߊ߲ ߘߟߊߡߌߘߊ - ߙߊߓߌ߯ߟߊ߯ ߊ߳ߺߎߡߊߙߌ߯

ߞߐߜߍ ߝߙߍߕߍ:close

external-link copy
39 : 17

ذٰلِكَ مِمَّاۤ اَوْحٰۤی اِلَیْكَ رَبُّكَ مِنَ الْحِكْمَةِ ؕ— وَلَا تَجْعَلْ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَتُلْقٰی فِیْ جَهَنَّمَ مَلُوْمًا مَّدْحُوْرًا ۟

૩૯. આ બધી હિકમતની વાતો છે, જે તમારા પાલનહારે તમારી તરફ વહી કરી છે, અને (હે માનવી)! અલ્લાહ સાથે બીજા કોઈને ઇલાહ ન બનાવશો, ક્યાંક નિંદાના ભોગી બની અને હાંકી કાઢી જહન્નમમાં નાખી દેવામાં આવશો. info
التفاسير:

external-link copy
40 : 17

اَفَاَصْفٰىكُمْ رَبُّكُمْ بِالْبَنِیْنَ وَاتَّخَذَ مِنَ الْمَلٰٓىِٕكَةِ اِنَاثًا ؕ— اِنَّكُمْ لَتَقُوْلُوْنَ قَوْلًا عَظِیْمًا ۟۠

૪૦. શું તમારા પાલનહારે પુત્રો માટે તો તમને પસંદ કરી લીધા છે અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી દીધી છે? કેટલી મોટી (ગુનાહની) ની વાત છે, જે તમે કહી રહ્યા છો. info
التفاسير:

external-link copy
41 : 17

وَلَقَدْ صَرَّفْنَا فِیْ هٰذَا الْقُرْاٰنِ لِیَذَّكَّرُوْا ؕ— وَمَا یَزِیْدُهُمْ اِلَّا نُفُوْرًا ۟

૪૧. અમે તો આ કુરઆનમાં (સત્યતાને) અલગ અલગ રીતે વર્ણન કરી દીધી છે, જેથી લોકો સમજી જાય, પરંતુ તેનાથી તે લોકોમાં નફરત જ વધતી ગઈ. info
التفاسير:

external-link copy
42 : 17

قُلْ لَّوْ كَانَ مَعَهٗۤ اٰلِهَةٌ كَمَا یَقُوْلُوْنَ اِذًا لَّابْتَغَوْا اِلٰی ذِی الْعَرْشِ سَبِیْلًا ۟

૪૨. તમે તેમને કહી દો કે જો અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ હોત, જેવું કે આ મુશરિક લોકો કહે છે, તો જરૂર અત્યાર સુધી અર્શના માલિક સુધીનો માર્ગ શોધી કાઢતા. info
التفاسير:

external-link copy
43 : 17

سُبْحٰنَهٗ وَتَعٰلٰی عَمَّا یَقُوْلُوْنَ عُلُوًّا كَبِیْرًا ۟

૪૩. તે ઘણો જ પવિત્ર છે, અને તે વાતોથી ખૂબ જ ઉચ્ચ છે, જે કંઈ આ લોકો કરી રહ્યા છે. info
التفاسير:

external-link copy
44 : 17

تُسَبِّحُ لَهُ السَّمٰوٰتُ السَّبْعُ وَالْاَرْضُ وَمَنْ فِیْهِنَّ ؕ— وَاِنْ مِّنْ شَیْءٍ اِلَّا یُسَبِّحُ بِحَمْدِهٖ وَلٰكِنْ لَّا تَفْقَهُوْنَ تَسْبِیْحَهُمْ ؕ— اِنَّهٗ كَانَ حَلِیْمًا غَفُوْرًا ۟

૪૪. સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે, તેના જ નામની તસ્બીહ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી, જે તેના વખાણ સાથે તેની તસ્બીહ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમની તસ્બીહ સમજી શકતા નથી, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે. info
التفاسير:

external-link copy
45 : 17

وَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ جَعَلْنَا بَیْنَكَ وَبَیْنَ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ حِجَابًا مَّسْتُوْرًا ۟ۙ

૪૫. અને તમે જ્યારે કુરઆન પઢો છો, અમે તમારી અને તે લોકોની વચ્ચે એક છૂપો પરદો નાખી દઇએ છીએ, જે આખિરત પર ઈમાન નથી ધરાવતા. info
التفاسير:

external-link copy
46 : 17

وَّجَعَلْنَا عَلٰی قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ یَّفْقَهُوْهُ وَفِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ— وَاِذَا ذَكَرْتَ رَبَّكَ فِی الْقُرْاٰنِ وَحْدَهٗ وَلَّوْا عَلٰۤی اَدْبَارِهِمْ نُفُوْرًا ۟

૪૬. અમે તેમના દિલો ઉપર પરદા નાંખી દીધા છે કે તેઓ આ (કુરઆનને) સમજી જ નથી શકતા અને તેમના કાનમાં બોજ છે અને જ્યારે તમે ફકત એક અલ્લાહના જ નામનું ઝિકર કરો છો, તો તે લોકો નફરત સાથે પીઠ ફેરવી પાછા ફરી જાય છે. info
التفاسير:

external-link copy
47 : 17

نَحْنُ اَعْلَمُ بِمَا یَسْتَمِعُوْنَ بِهٖۤ اِذْ یَسْتَمِعُوْنَ اِلَیْكَ وَاِذْ هُمْ نَجْوٰۤی اِذْ یَقُوْلُ الظّٰلِمُوْنَ اِنْ تَتَّبِعُوْنَ اِلَّا رَجُلًا مَّسْحُوْرًا ۟

૪૭. અમે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તમારી તરફ કાન લગાવે છે તો કઈ વસ્તુ તરફ લગાવે છે, અને તેઓ જે ગુપચુપ કરી રહ્યા છે તેને પણ સારી રીતે જાને છે, જ્યારે આ જાલિમ લોકો કહે છે કે તમે તેનું અનુસરણ કરી રહ્યા છો જેની ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે. info
التفاسير:

external-link copy
48 : 17

اُنْظُرْ كَیْفَ ضَرَبُوْا لَكَ الْاَمْثَالَ فَضَلُّوْا فَلَا یَسْتَطِیْعُوْنَ سَبِیْلًا ۟

૪૮. જુઓ તો ખરા, તે તમારા માટે કેવા કેવા ઉદાહરણ વર્ણન કરી રહ્યો છે. તે લોકો એવા ભટકી ગયા છે કે હવે તેઓ સત્યમાર્ગ પામી શકતા નથી. info
التفاسير:

external-link copy
49 : 17

وَقَالُوْۤا ءَاِذَا كُنَّا عِظَامًا وَّرُفَاتًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ خَلْقًا جَدِیْدًا ۟

૪૯. તે લોકોએ કહે છે કે કે જ્યારે અમે હાડકાંઓ અને કણ કણ થઇ જઇશું તો શું અમારું સર્જન ફરીથી કરવામાં આવશે? info
التفاسير: